પતિને પાઠ ભણાવા આટલી ક્રૂર બની શકે છે એક માતા, પુત્રને ટોર્ચર કરીને બનાવે છે વિડિયો અને મોકલે છે પતિને.

પૈસા માટે લોકો શું નું શું નથી કરતા, ઘણા લોકો તો એટલી હદે જઈ શકે છે કે તેની આપણે કલ્પના પણ નથી કરી શકતા, આજના આ લેખમાં અમે તમને એક એવી ઘટના જણાવીશું. જે જાણ્યા પછી તમે પણ વિચારતા થઇ જશો.

એક ક્રૂર માતા પોતાના બાળકને 6 મહિનાની ઉંમરથી મારપીટ કરતી આવી રહી હતી. તેનો ખુલાસો બાળકની મોટી બહેન દ્વારા કરવામાં આવે છે. તે બાળકની મારપીટનો વિડિઓ મોકલીને પતિને પૈસા માટે બ્લેકમેલ કરતી હતી. મહારાષ્ટ્રના થાણે જીલ્લા માં મુંબ્રા ગામથી આ હ્રદય કંપાવી દેનારો વિડીયો વાયરલ થયો છે.

પતિથી અલગ રહેતી એક મહિલા લાંબા સમયથી તેના 3 વર્ષના મસુમ ઉપર જુલમ વરસાવી રહી હતી. તે અત્યાચારનો વીડિયો બનાવનાર પતિને મોકલતી હતી, જેથી તેની ઉપર પૈસા માટે દબાણ ઉભું કરી શકે. કેસ સામે આવ્યા પછી પોલીસે મહિલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને ધરપકડ કરી લીધી છે.

વાયરલ વિડિયો 28 ફેબ્રુઆરીનો છે. જે હવે ઝડપથી વાયરલ થયો છે. આ વીડિઓમાં એક માતા પોતાના દીકરાને ખુબ ખરાબ રીતે મારી રહી છે. મહિલા છૂટાછેડા પછી વળતર વધારવા માટે પતિ ઉપર દબાણ આપવા માગતી હતી.

સ્ત્રીની ઓળખ હિના શેખ તરીકે થઇ છે. તેના ફયાજ શેખ સાથે 2 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે. તે આ માસૂમની સાવકી માતા છે. છૂટાછેડા પછી બાળકની સંભાળ હિનાને સોપવામાં આવી હતી.

બાળકના પાલન-પોષણ માટે ફયાજ દર મહિને હિનાને 6000 રૂપિયા આપે છે. જ્યારે પણ તેને પૈસા મોકલવામાં વિલંબ થાય છે, તો હિના બાળકને મારપીટ કરે છે અને તેનો વિડિયો બનાવીને પતિને મોકલી આપતી.

માહિલા બાળકને મારપીટ કરતા કહે છે કે, તારે તારા પિતા પાસે જવું છે? માસુમ કરગરતો ના કહે છે. તેમ છતાં પણ હીના તેને મારતી રહે છે.

હીના એવું કહેતી પણ સાંભળવા મળી કે, તેનો પિતા માત્ર ૬૦૦૦ રૂપિયા આપે છે, પરંતુ બાળક ૧૦,૦૦૦ રૂપિયાથી વધુનું ખાય છે.

આવા કેટલાય વિડીયો વાઈરલ થતા રહે છે. તેમે પણ જોયા હશે, કેટલાક શારીરિક શિક્ષા કરતા શિક્ષકો દ્વારા તો કેટલાક આવા માતા પિતા દ્વારા. માસુમ બાળક કેટલું શારીરિક અને માનસિક નુકશાન થશે એ વિષે વિચાર્યા વગર આવી રીતે વર્તતા માતા પિતા અને અન્ય લોકોએ વિચારવું જોઈએ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

વીડિઓ :