પત્ની બોલી – બેરોજગાર પતિ ફક્ત રાજનીતિ કરે છે, પતિ બોલ્યો – જલ્દી જ ધારાસભ્ય બનીશ

મિત્રો ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝગડો થવો સામાન્ય વાત છે. અને લગભગ દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક, કોઈ ને કોઈ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝગડો થતો હોય જ છે. પણ મોટાભાગે એમની વચ્ચે સમાધાન થઈ જતું હોય છે. અને સમાધાન ન થાય તો પછી પરિવાર સલાહ કેન્દ્રમાં જઈને એનું સમાધાન લાવવું પડે છે. અને આવા કેન્દ્રમાં આમ તો જાત જાતના કિસ્સા આવતા હોય છે. એમાંથી એક કિસ્સા વિષે આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ, જેમાં પતિ પત્ની વચ્ચે છુટાછેડા થવાનું કારણ રાજનીતિ બનવા જઈ રહ્યું છે.

સ્થાનિક પરિવાર સલાહ કેન્દ્રમાં ફરી એક વાર અદ્વિતીય કિસ્સો આવ્યો છે. એક પત્નીની ફરિયાદ છે કે એનો પતિ બેરોજગાર છે. તે ફક્ત રાજનીતિ કરે છે. અને એના જવાબમાં પતિએ કહ્યું કે, હું જલ્દી જ ધારા સભ્ય બનીશ. અને ત્યારે તને સમજણ આવી જશે. હાલમાં બંને વચ્ચે સમાધાન ન થવાને કારણે આ કેસને વિચારણા હેઠળ રાખવામાં આવ્યો છે. આવો તમને એના વિષે થોડી જાણકારી આપીએ.

મધ્યપ્રદેશના છિંદવાડામાં પરિવાર સલાહ કેન્દ્ર માંથી મળેલી જાણકારી અનુસાર, શહેરી ક્ષેત્રની એક મહિલાએ એવી અરજી કરી છે કે, ‘મારો પતિ બેરોજગાર છે, પણ તે પરિવારના સભ્યોને જણાવે છે કે તે કામ કરે છે. તે રાજનીતિના ચક્કરમાં ફસાઈને બેકાર થઇ ગયો છે. એનાથી ઘરની આર્થિક સ્થિતિ સતત નબળી થતી જઈ રહી છે. છતાં પણ પતિનું એની પર ધ્યાન નથી. આ કારણે હું મારા પતિ સાથે નથી રહેવા માંગતી.’

આ અરજી પર કેન્દ્રના સલાહકારોએ બંનેને સુનાવણી માટે શનિવારે બોલાવ્યા છે. પત્નીની ફરિયાદના સંબંધમાં એના પતિનું એવું કહેવું છે કે, ‘હું બેરોજગાર નથી. હું એક પાર્ટી માટે રાજનીતિનું કામ કરું છું. અને રાજનીતિ પણ એક વ્યાપાર જ છે, જેમાં ધીરે ધીરે પૈસા આવે છે. પણ મારી પત્ની એવું ઈચ્છે છે કે, મારી પાસે એકદમથી પૈસા આવે અને ઘરનો ખર્ચો ચાલતો રહે.’

તો આ બાબતે પત્નીએ કહ્યું કે, ‘મારો પતિ સવારથી સાંજ ફક્ત રાજનીતિ જ કરે છે, અને નેતાઓની આગળ પાછળ ફરતો રહે છે.’ તો એ બાબતે પતિએ પોતાની પત્નીને ટોકતા કહ્યું કે, ‘હું જલ્દી જ ધારાસભ્ય બની જઈશ. ત્યારે તને સમજણ આવી જશે.’ અને આ રીતે બંને વચ્ચે કેન્દ્ર પર જ ઝગડો થવા લાગ્યો, તો સલાહકારોએ એમને સમજાવીને શાંત કર્યા, અને કેસને વિચારણા હેઠળ મુકતા સુનાવણી માટે આગળની તારીખ નક્કી કરવાની વાત કરી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નયી દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.