પત્ની કરતી હતી એવું કામ કે પતિ થઇ ગયો પરેશાન, જઈ પહોંચ્યો પોલીસ સ્ટેશન, જણાવ્યું…

કહેવામાં આવે છે કે પતિ પત્નીનો સબંધ ઘણો નાજુક હોય છે. તે નિભાવવા માટે બન્ને તરફથી પ્રયાસો થવા જોઈએ. સાથે જ આ સબંધ વિશ્વાસ ઉપર ટકેલો હોય છે. તેવા માં જો આ સંબંધ માં શંકાના બીજ રોપાઈ જાય તો આ સંબંધને લઈને એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. આજકાલ પતિ પત્નીના સંબંધ વચ્ચે ની તિરાડ સોસીયલ મીડિયા દ્વારા વધતી જાય છે. સોસીયલ મીડિયા ઉપર લોકો તેટલા ચોટેલા રહે છે કે અંગત જીવનમાં ધ્યાન નથી આપી શકતા.

આજે અમે તમારા માટે એક એવી જ વાત લાવ્યા છીએ, જે જાણ્યા પછી તમારા હોંશ ઉડી જશે. જી હા એક ૩૫ થી ૪૦ વર્ષની વ્યક્તિ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરે છે કે તેના છૂટાછેડા જોઈએ. છૂટાછેડા સુધીની વાત તો ઠીક છે, પણ તેની પાછળનું કારણ ઘણું નવાઈ પમાડે તેવું છે. ખાસ કરીને આ વ્યક્તિ આ ફરિયાદ લઈને ગયો તો તેની પત્ની દિવસભર આ કામ કરે છે, તેવામાં હવે તેને છુટાછેડા જોઈએ. છુટાછેડા સાંભળતા જ પોલીસ વાળા ચોંકી ગયા, કેમ કે છૂટાછેડા પોલીસ સ્ટેશનમાંથી નહિ, કોર્ટમાંથી મળે છે.

યુપી ના સહારનપુર વિસ્તારનો છે. અહિયાં એક પુરુષ પોતાની પત્નીને દિવસભર વોટસપ વાપરવાને કારણે પરેશાન થઇ ગયો હતો. પુરુષનું કહેવું છે કે તેની પત્નીએ તેને દગો દીધો છે. તે આખો દિવસ કોઈ ની સાથે ચેટીંગ કરે છે, જેને કારણે તે ઘરમાં પણ ધ્યાન નથી આપતી. સાથે જ પોતાનો ફોન છુપાવીને રાખે છે, હું માગું તો ફોન જોવા પણ નથી આપતી, જેને કારણે તેની શંકા ઘણી વધતી જાય છે, જેને કારણે તે ફરિયાદ માટે સીધો પોલીસ સ્ટેશન જઈ ચડ્યો.

પતિનું કહેવું છે કે તેની પત્ની રાત્રે કોઈની સાથે ચેટ કરતી રહે છે. સાથે જ તેનું કહેવું છે કે અમારા લગ્નના ૧૦ વર્ષ થઇ ગયા છે. પણ હવે આ લગ્નમાં કંઇજ સારું નથી ચાલી રહ્યું, જેને કારણે હવે તેને છૂટાછેડા જોઈએ. પતિની ફરિયાદ પછી પોલીસે કહ્યું તે છૂટાછેડા કોર્ટમાંથી મળે છે. આમ તો આ કેસને મહિલા પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવેલ છે, ત્યાર પછી તેની ઉપર સુનાવણી શરુ થશે.

સોસીયલ મીડિયાને કારણે કોઈપણ સમયે આવા પ્રકારની શંકા ઉભી થાય છે, જેને કારણે જ સંબંધો તૂટી જાય છે, તેવામાં સોસીયલ મીડિયાએ પોતાના અંગત જીવનને દુર રાખવું જોઈએ. સાથે જ પોતાના અંગત જીવનને હંમેશા સારું બનાવી જ રાખવું જોઈએ. રિપોર્ટનું માનીએ તો હાલમાં જ સોસીયલ મીડિયાને કારણે સંબંધોમાં ઘણી તિરાડ આવી ગયેલ છે. પછી ભલે તે પતિ પત્નીનો સંબંધ હોય કે પછી કોઈ બીજો સંબંધ.