પત્નીના નિધનની થોડી જ મિનિટો પછી પતિએ ત્યાગ્યો પ્રાણ, સાથે જીવવા-મરવાની કસમ નિભાવી

કહેવાય છે ને કે લગ્ન ૭ જન્મોનો સંબંધ હોય છે, અને જયારે તમે લગ્ન કરો છો તો તેની સાથે જ જીવવા અને મરવાની સોગંધ પણ ખાવ છો. પતિ પોતાની થનારી પત્નીને એ વચન આપે છે કે, તે તેની સાથે છેલ્લા શ્વાસ સુધી ઉભો રહેશે. અને આ વાતને મૂંગેર જીલ્લાના હવેલી ખડગપુરમાં રહેતા એક વ્યક્તિએ એવી રીતે નિભાવી કે, લોકો પણ આશ્ચર્યચકિત રહી ગયા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

ખાસ કરીને હવેલી ખડગપુર પ્રખંડ વિસ્તારના મુઢેરી ગામમાં ગાંધી પાસવાન નામના એક વ્યક્તિએ પોતાની પત્નીના અવસાનની થોડી જ મીનીટો પછી પ્રાણ ત્યાગી દીધા. તેવામાં આખા ગામમાં આ બંનેની અંતિમ યાત્રા સાથે નીકળી. પછી એક જ ચિતા ઉપર બંનેના અંતિમ સંસ્કાર પણ થયા. તે દ્રશ્ય જોઈ આખું ગામ ભાવુક થઈને રડી પડ્યું. આવો આ આખી ઘટનાને વધુ વિસ્તારથી જણાવીએ.

સ્વર્ગીય ગાંધી પાસવાનના પુત્ર ગુરુદેવ પાસવાને જાણકારી આપતા જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસોથી મારી માતાની તબિયત ખરાબ રહેતી હતી. તેમને ખુબ જ ઝાડા થઈ ગયા હતા. તેવામાં બુધવારે અમે માં ને ઈલાજ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હવેલી ખડગપુર લઇ ગયા, જ્યાં તપાસ દરમિયાન ડોકટરોએ માં ને મૃત જાહેર કરી દીધા.

ત્યાર પછી અમે માં ને લઈને ઘરે આવ્યા અને અંતિમ સંસ્કારની તૈયારીઓમાં લાગી ગયા. માં ના અવસાનને એક કલાક પણ થયો ન હતો કે, પછી પિતાજીએ પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. આ ઘટનાથી અમે બધા આઘાતમાં સરી ગયા. અમે એક સાથે કુટુંબના બે સભ્યોને ગુમાવી દીધા.

પતિ પત્નીનું લગભગ સાથે જ અવસાન થવાને કારણે બંનેને એક સાથે જ અર્થી ઉપર લઇ જવામાં આવ્યા. આ દ્રશ્ય જોવા આખા ગામના લોકો ઉમટી પડ્યા. ત્યાર પછી આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ ચિતા ઉપર થયો. આ દ્રશ્ય જોઈ અહિયાં રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. આપણે બધા વાર્તા અને કિસ્સામાં આવા પ્રકારની વાતો સાંભળીએ છીએ કે, પ્રેમી પ્રેમિકા કે પતિ પત્ની એક બીજા સાથે જીવવા અને સાથે મરવાના વચન આપે છે.

આ વાતને આ કપલે રીયલ લાઈફમાં સાબિત કરી બધાને ચોંકાવી દીધા. ગામના તમામ લોકોએ ભીની આંખો સાથે આ દંપતીને આવીને પોતાની શ્રદ્ધાંજલિ આપી. હવે આખા ગામમાં બસ આ દંપતીની ચેચા છે, તેને કુદરતનો ચમત્કાર કહો કે ઉપર વાળાનો નિયમ, પરંતુ આ દ્રશ્ય જોઈ દરેક આશ્ચર્યચકિત રહી ગયા.

ત્યાં સોશિયલ મીડિયા ઉપર જયારે લોકોને આ ઘટનાની જાણકારી મળી તો તે પણ દંગ રહી ગયા. કોઈએ કહ્યું કે આને કહેવાય સાચો પ્રેમ, તો કોઈએ કહ્યું કે પતિએ લગ્નમાં જે સોગંધ ખાધા હતા તે ભૂલ્યા નહિ અને ખરેખરમાં નિભાવ્યા. ખરેખર આ અદ્દભુત છે. આવી રીતે બધા લોકો કાંઈક ને કાંઈક કમેન્ટ્સ કરવા લાગ્યા. અમુક તો એવું પણ કહે છે કે, આપણે આ દંપતી પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે, પોતાના જીવનસાથીનો સાથ ક્યારે પણ ન છોડવો જોઈએ. પોતાના અંતિમ શ્વાસ સુધી એક બીજાનો સાથ નિભાવવો જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.