પોતાની પત્નીના સંપૂર્ણ ગુલામ હોય છે, આ અક્ષરોના નામ વાળા પતિ. જાણો શું કહે છે તમારું નામ

કહેવામાં આવે છે લગ્ન, બે પૈડાની ગાડીની સવારી જેવું છે. જેનું એક પૈડું પતિ છે અને બીજું પત્ની. શાહબુદ્દીન રાઠોડ ઘણીવાર ગમ્મતમાં કહે છે, કે પણ એક સ્કુટરનું પૈડું અને એક ટ્રેક્ટરનું પૈડું હોય એવા ઘાટ પણ થતા હોય છે. આ સબંધ બન્નેના એક બીજાના સહયોગ અને સમર્પણથી ચાલે છે.

પત્ની જો સમજદાર અને વ્યવહારિક ન હોય તો ઘર કુટુંબની સ્થિતિ ખરાબ થતા વાર નથી લાગતી, અને જો પતિ જવાબદાર અને મહેનતુ ન હોય તો દુનિયાદારી નથી ટકતી. સાથે જ બન્નેનો એક બીજા સાથે મેળ પણ હોવો ઘણો જરૂરી છે. તેવામાં તેમની વચ્ચે એક બીજા સાથે પ્રેમ અને સમર્પણની ભાવના જોઇને ઘણા લોકો ભલે પતિને પત્નીનો ગુલામ કહેતા હોય, પણ ખરેખરમાં આ સબંધો નિભાવવાની એક કળા પણ છે, જેમાં અમુક લોકો જ હોશિયાર હોય છે. અને આજે અમે તમને એવા જ લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

આમ તો દરેક છોકરી ઈચ્છતી હોય છે કે લગ્ન પછી તેનો પતિ તેની વાત સાંભળે અને તેનો અમલ કરે, પણ હકીકતમાં કોને કેવો જીવન સાથી મળશે તેની કોઈ ગેરંટી નથી. આમ તો ઘણી પત્નીઓ પોતાના પતિને કાબુમાં કરીને પોતાનુ કામ કઢાવી લે છે, અને અમુક પતિ પોતે જ પત્નીની દરેક ઈચ્છા મુબજ અનુસરે છે. આમ તો એક ટ્રીક છે જેનાથી એ જાણી શકાય છે કે તમારા ભાવી પતિ દેવ તમારી ઉપર કેટલા મહેરબાન રહેવાના છે. જી હા તમે પતિના નામથી એ જાણી શકો છો કે તે તમારું માનશે કે નહી. તો આવો જાણીએ એવા નામ વાળા પતિઓ વિષે, જે લગ્ન પછી પોતાની પત્નીને માથા ઉપર ચડાવે છે.

પોતાની પત્નીના ગુલામ થનારાઓમાં A નામના પુરુષ સૌથી આગળ છે. ખાસ કરીને જે પુરુષોનું નામ A થી શરુ થાય છે, તે પોતાની પત્નીની દરેક તકલીફ અને સુખ દુ:ખને પોતાનું માનીને ચાલે છે, અને તેનું કેયરિંગ નેચર જ તેને પત્નીના ગુલામ બનાવે છે. તેવા સમયે તે કોઈ દબાણમાં નથી પણ પોતાના મનના આનંદ માટે પત્નીની દરેક વાત માને છે, અને તેને કોઈ તકલીફ થવા નથી દેતા.

આમ તો જે પુરુષોનું નામ K થી શરુ થાય છે, તે ઘણા જીદ્દી સ્વભાવના હોય છે. પણ તે લગ્ન પછી તે તેની પત્નીના કાબુમાં રહે છે અને પોતાની પત્ની માટે કાંઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. આમ તો લગ્ન પહેલા K નામમાં પુરુષ રૂઆબ વાળા દેખાય છે, પણ લગ્ન પછી તેનો વ્યવહાર એકદમ બદલાઈ જાય છે. અને પત્ની માટે સમર્પિત થઇ જાય છે.

અને R નામના પુરુષ મનના એકદમ ચોખ્ખા હોય છે, અને પોતાની પત્નીને ખુશ રાખવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરે છે. ત્યાં સુધી કે લગ્ન પછી આ લોકો પોતાની પત્ની પાસેથી કોઈ કામ કરાવવા માંગતા નથી. તેવામાં નોકરી ઉપરથી થાકીને આવ્યા પછી પણ તે પોતાની પત્ની માટે કોઈને કોઈ કામ જરૂર કરે છે. તેમનો સહકારનો સ્વભાવ બીજાની દૃષ્ટિમાં પત્નીનો ગુલામ બનાવી દે છે.

અને P અક્ષરના નામ વાળા પુરુષ પોતાના લગ્ન જીવનને ઘણું સમજી વિચારીને ચલાવે છે. તેવામાં આ પોતાના લગ્ન જીવનને આનંદિત બનાવી રાખવા માટે પોતાની પત્નીની દરેક નાની મોટી વાત માનીને ચાલે છે, અને તેને ઘણો સહયોગ અને પ્રેમ આપે છે. જેથી તેના એક બીજાના સબંધો હંમેશા આનંદિત રહી શકે, તેના આવા વિચાર અને સ્વભાવને કારણે લોકો તેને પત્નીનો ગુલામ કહી શકે છે.

આમ તો લગભગ દરેક અક્ષરના પતિ ગુલામ જ હોય છે, એટલે બીજાનાં નામનાં અક્ષર જોઈને વધુ ખુશ ન થતા. તમારો વારો પડેલો જ હશે બસ અમે ઉપર લખી નથી શક્યા.