પત્ની ટ્રેનમાં સ્વેટર ગૂંથતી હતી, એક દિવસ અચાનક પતિ-પત્નીએ ટ્રેનમાં આવાનું બંધ કરી દીધું, 1 મહિના પછી પતિ આવ્યો તો એક યુવકે તેની પત્ની વિષે પૂછ્યું…

એક પતિ પત્ની રોજ સાથે નક્કી કરેલા સમયે એક જ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. અને અન્ય એક યુવક હતો એ પણ એ જ ટ્રેનમાં મુસાફરી કરતો હતો. તે રોજ એ પતિ પત્નીને જોતો હતો. ટ્રેનમાં બેસીને પતિ પત્ની ઘણી બધી વાતો કરતા હતા. અને પત્ની એના પતિ સાથે વાત કરતા કરતા સ્વેટર ગૂંથતી હતી. એ બંનેની જોડી પરફેક્ટ હતી.

પણ એક દિવસ જયારે પતિ પત્ની ટ્રેનમાં નહિ આવ્યા તો એ યુવકને થોડું અટપટું લાગ્યું, કારણ કે એ યુવકને રોજ એમને જોવાની આદત પડી ગઈ હતી. લગભગ 1 મહિના સુધી એ પતિ પત્નીએ એ ટ્રેનમાં મુસાફરી નહિ કરી. તો એ યુવકને એવું થયું કે તે કદાચ કોઈ કામથી ક્યાંક બહાર ગયા હશે, અથવા તો ક્યાંક બહાર ફરવા ગયા હશે.

અને એક દિવસ એ યુવકે જોયું કે, એ પતિ પત્નીની જોડી માંથી ફક્ત પતિ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, એમની સાથે એમની પત્ની આવી ન હતી. અને એ પતિનું મોઢું પણ ઉતરેલું હતું, એના કપડાં પણ અસ્ત વ્યસ્ત હતા અને દાઢી પણ વધેલી હતી. આ જોઈને યુવકથી રહેવાયું નહિ અને એણે એ પતિ પાસે જઈને એમને પૂછ્યું કે, આજે શું તમારી પત્ની સાથે નથી આવી?

તો પતિએ કોઈ જવાબ ન આપ્યો. યુવકે બીજો પ્રશ્ન કર્યો, તમે આટલા દિવસથી ક્યાં હતા? ક્યાંક બહાર ગયા હતા શું? આ વખતે પણ એ પતિએ કોઈ જવાબ નહિ આપ્યો. તો એ યુવકે એકવાર ફરી એ પતિને એમની પત્ની વિષે પૂછ્યું. ત્યારે એ પતિએ જવાબ આપ્યો કે, તે હવે આ દુનિયામાં નથી રહી, એને કેન્સર હતું. અને હવે એને લીધે તે આ દુનિયા માંથી વિદાય લઈને જતી રહી છે.

આ સાંભળીને યુવકને અચાનક ઝટકો લાગ્યો. પછી એણે પોતાને સંભાળીને એમની વધુ વાતો જાણવા માંગી. તો પતિએ એ યુવકને કહ્યું કે, મારી પત્નીને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું, અને ડોક્ટર પણ આશા હારી ચુક્યા હતા. અને એ વાત મારી પત્ની પણ જાણતી હતી, પણ એની જીદ્દ હતી કે અમે વધારે માં વધારે સમય એકબીજાની સાથે પસાર કરીએ.

એટલે દરરોજ જયારે હું ઓફિસમાં જતો હતો ત્યારે તે પણ મારી સાથે આવતી હતી. અને મારી ઓફિસની નજીક વાળા સ્ટેશન પર ઉતરી જતી હતી. ત્યાંથી હું ઓફિસ જતો રહેતો હતો અને તે પાછી ઘરે આવી જતી હતી. ગયા મહિને જ એનું મૃત્યુ થઇ ગયું. અને આટલું કહીને એ પતિ ચૂપ થઇ ગયો. અને એનું સ્ટેશન આવી જતા એ પતિ ટ્રેન માંથી ઉતરી ગયો.

ત્યારે અચાનક એ યુવકનું ધ્યાન એમના સ્વેટર પર પડ્યું. અને એણે જોયું કે તે એજ સ્વેટર હતું જે એમની પત્ની ટ્રેનમાં બેસીને ગૂંથતી હતી, અને એની એક બાંય હજુ પણ અધૂરી હતી, જે કદાચ એમની પત્ની ગૂંથી ન શકી. એ પતિ પત્નીનો અપાર પ્રેમ એ સ્વેટર દ્વારા છલકી રહ્યો હતો.

લાઈફ મેનેજમેન્ટ :

વર્તમાનના ભાગદોડ ભરેલા જીવનમાં લોકો પાસે પોતાની પત્ની માટે સમય નથી રહેતો. અને આપણે એ વાત સમજવી પડશે કે આપણા માટે જેટલું જરૂરી કામ છે, એટલું જ જરુરી પરિવારનું મહત્વ પણ છે. એટલા માટે આ બંને વચ્ચે સંતુલન બનાવી રાખવું જોઈએ, ત્યારે જ જીવનમાં ખુશીઓ મળી શકશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.