પત્ની ઉંમરમાં મોટી અને પતિ નાનો હોય તો કેટલો સમય ટકે છે આવા લગ્ન? જાણો હકીકત.

પ્રેમનો રંગ જયારે કોઈને લાગે છે તો તે સામે વાળાની ઉંમર, રંગ રૂપ, જાત ધર્મ નથી જોતા. તે બસ થઇ જાય છે. તે કહે છે ને પ્રેમ આંધળો હોય છે. એકદમ સાચું કહે છે. પ્રેમ થયા પછી સામે વાળાની અંદર કોઈ ખામી નથી જોવા મળતી. સમાજના નિયમના ફાયદા પણ એક બાજુ મૂકી દેવામાં આવે છે. ભારતમાં જયારે પણ લગ્ન થાય છે તો ૯૭ ટકા કેસમાં છોકરાની ઉંમર વધુ અને છોકરીની ઉંમર ઓછી હોય છે.

સમાજની કાંઈક આવા પ્રકારની ધારણા ઉભી થયેલી છે કે જયારે કોઈ છોકરી પોતાના કરતા નાની ઉંમરના છોકરા સાથે લગ્ન કરે છે, તો તેમને એ વાત મંજુર નથી હોતી, મોટી ઉંમરની મહિલા સાથે લગ્ન કરવામાં થોડી તકલીફો જરૂર આવે છે પરંતુ તેના થોડા ફાયદા પણ છે. અને જો તમે એક ખાસ રણનીતિ અપનાવો છો, તો આ લગ્ન ઘણા ફાયદાકારક સાબિત થઇ શકે છે.

તકલીફો અને સમાધાન :-

૧. સૌથી પહેલા તકલીફ તો એ થાય છે કે ઘરમાં તે વાત કેવી રીતે જણાવવી અને તેને તે લગ્ન માટે કેવી રીતે મનાવવી. તે વાતની શક્યતા વધુ છે કે ઘર વાળા તમારા આ લગ્ન માટે નહિ માને. તેમનો બસ જુનો ડાયલોગ હશે કે લોકો શું કહેશે? સમાજમાં અમારી ઈજ્જત ઓછી થઇ જશે. પરંતુ તમારે એ સમજવું જોઈએ કે તમે લગ્ન તમારી ખુશી માટે કરી રહ્યા છો સમાજ વાળા માટે નહિ.

૨. ઘણી વખત નાની ઉંમરના છોકરા સાથે લગ્ન કરવા ઉપર છોકરી થોડી અસુરક્ષિત અનુભવે છે. તેની યુવાની વહેલા ઢળવા લાગશે તેવામાં તેને એ વાતનો ડર રહે છે કે તેનો પતિ કોઈ નાની ઉંમરની છોકરી માટે તેને છોડી ન દે. તે વિચારથી પોતાને દુઃખી ન કરે અને બંને તે વાતને પહેલા જ સ્પષ્ટ કરી લો. એક બીજા સાથે મક્કમતાથી રહો..

3. ઉંમરનું અંતર વધુ હોવાને કારણે જ આ બંનેની વિચારસરણી પણ થોડી અલગ હોઈ શકે છે. પ્રેમ થવો અલગ વાત છે પરંતુ લગ્ન પછી એક જ છત નીચે રહેવાથી ઘણી બધી તકલીફો આવી શકે છે. પછી બંનેનું ફ્રેન્ડ સર્કલ પણ અલગ અલગ ગ્રુપનું હશે. તેવામાં તમારે બસ સામે આવનારી ભાવનાઓની રીસ્પેક્ટ કરવાની છે. પછી બધું જ સારું ચાલવા લાગશે.

૪. ઉંમરમાં અંતર હોવાને કારણે જ ઘણી વખત આપણે સામે વાળા પાસે જે આશા રાખીએ છીએ તે પૂરી નથી થઇ શકતી. આ સ્થિતિમાં તમે સામે વાળામાં ખામીઓ શોધવાને બદલે તે વાતનો આભાર માનો કે તમારા જીવનમાં પ્રેમ લાવ્યા છે. તમે તમારા પાર્ટનરની ખામીઓથી વધુ ખૂબીઓ ઉપર ધ્યાન આપો.

લાભ

૧. મોટી ઉંમરની મહિલા ઘણી મેચ્યોર હોય છે, તે તમારી સાથે નાની મોટી વાતો ઉપર નારાજ નહિ થાય.

૨. વધુ ઉંમરની મહિલાઓ પોતાના સાસરીયામાં સાસુ અને બીજા લોકો સાથે વધુ સારી રીતે હળી મળી જાય છે.

3. નાની ઉંમરના પતિ પોતાની દરેક વાત માને છે. તેને લાગે છે કે તમે વધુ સમજુ છો અને સાચા છો.

૪. ઉંમરનું અંતર વધુ હોવાને કારણે ઝગડાની શક્યતા ઘણી ઓછી રહે છે. પતિ ઉંમરમાં નાના હોવાને કારણે તે તમારી રીસ્પેક્ટ કરે છે, જયારે પત્ની મોટી હોવાને નાતે પતિની ભૂલોને પણ સરળતાથી માફ કરી દે છે.

૫. મોટી ઉંમરની મહિલા અનુભવી અને સમજદાર હોય છે.

૬. વધુ ઉંમર વાળી મહિલાઓ પહેલાથી જ જોબ કરતી હોય છે. તે પોતાની કારકિર્દીમાં સેટલ હોય છે. તે તમારી પાસે પૈસા માટે લગ્ન નથી કરતી. તેથી તમારા ઘર ખર્ચમાં પણ મદદ મળી જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.