પત્નીના નામનું ખોલાવો PPF એકાઉન્ટ, 15 વર્ષમાં મળશે 40 લાખ.

જીવનમાં બચતની ટેવ ભવિષ્ય દરેક લોકો માટે ઘણી જ ઉપયોગી હોય છે, માટે દરેક લોકો એ જીવનમાં કોઈ પણ પ્રકારે બચત જરૂર કરવી જોઈએ.

તમે તમારા વાઇફના નામ ઉપર પબ્લિક પ્રિવિડન્ટ ફંડ એટલે કે પીએફએફ એકાઉન્ટ ખોલાવીને તેના માટે 40 લાખ રૂપિયાની ગોઠવણ કરી શકો છો. આ વાતની ખાતરી ભારત સરકાર આપે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પી.પી.એફ. સ્કીમ માં તમે ખાતું ખોલાવી ને તમે કોઈપણ રોકાણ શરૂ કરી શકો છો.

પી.પી.એફ. એકાઉન્ટમાં કોઈ પણ વ્યક્તિ વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કરી શકે છે. પી.પી.એફ. એકાઉન્ટમાં જે પૈસા રોકાણ કરે છે. તેની ઉપર ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળે છે. તે ઉપરાંત પી.પી.એફ. ઉપર તમને જે વ્યાજ મળશે અને તમે ખાતામાં મેચ્યોર થાય ત્યારે જે ફંડ બનશે તેની ઉપર કોઈ ટેક્સ નહિ ચૂકવવો પડે.

પી.પી.એફ.નો સૌથી મોટો ફાયદો એ છે, કે તેમાં જમા કરાવેલ રકમ ઉપર મળનાર વ્યાજ કર મુક્ત હોય છે. એટલું જ નહીં, તેની પર મળતા વ્યાજ અને મેચ્યોરિટી ઉપર મળતી રકમ, ત્રણે પર ટેક્સ મુક્ત હોય છે. આવા કિસ્સામાં જો તમે આવકવેરો બચાવવા માટે સેક્શન 80 સી હેઠળ પી.પી.એફ. માં રોકાણ કરો છો, તો તેની ઉપર ભરાયેલી રકમને તમારા દસ્તાવેજોમાં બતાવીને કરની છૂટનો લાભ પણ લઇ શકો છો.

એક વ્યક્તિ એક જ પી.પી.એફ. એકાઉન્ટ ખોલાવી શકે છે. હા, તમારા બાળકો માટે તે તેના જન્મ ઉપર ખાતું ખોલાવી શકો છે. પરંતુ જૉઇન્ટ એકાઉન્ટ ખોલી શકાશે નહીં. આ એકાઉન્ટ ચાલુ રાખવા માટે તમારે ઓછામાં ઓછા 500 રૂપિયા વાર્ષિક અને મહત્તમ રૂ. 1,50,000 રૂપિયા જમા કરાવી શકો છો.

તે જો બાળકનું ખાતું છે, તો વાર્ષિક ન્યુનતમ 100 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. અને તમારા આ ખાતામાં ચાલુ નાણાકીય વર્ષમાં લઘુત્તમ કંટ્રિબ્યુશન કર્યું નથી, તો તમારે પ્રતિ વર્ષ દીઠ 50 રૂપિયા દંડના ચૂકવવા પડશે.

માટે આજ થી જ બચતની શરૂઆત કરો અને પોતાના અને પોતાના પરિવારના સભ્યોના ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો, તમારી બચતની એક સારી ટેવ તમને ક્યારેક કોઈ મોટી મુસીબત માંથી પણ બચાવી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.