પત્નીનું કેટવોક જોઈને હચમચી ગયો પતિ, ઘૂંટણ પર મારી ગોળી, બોલ્યો હવે જા મર.

પતિ પતિના સંબંધને ઘણો પવિત્ર માનવામાં આવે છે, પરંતુ દિલ્હીથી નજીક સાઈબર સીટી એટલે ગુરુગ્રામથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. જે પતિ-પત્નીના સંબંધો ઉપરથી વિશ્વાસ ઉડાડી દે છે. ખાસ કરીને ગુરુગ્રામમાં એક પતિ એ તેની પત્નીને ગોળી મારી દીધી અને પછી સ્થળ ઉપરથી ભાગી ગયો. પોલીસ તેની હજુ પણ તપાસ કરી રહી છે.

કહેવામાં આવ્યું છે કે ગુરુગ્રામની રહેવાસી આશા રાની ઉર્ફે અંશુ (૩૨) સેક્ટર-૫૬ આવેલા એક પ્રાઈવેટ સ્કુલમાં ટીચર છે. તેની સ્કુલના સેક્ટર-૪૮ માં વિપુલ ગ્રીન્સ ક્લબમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં રાની પણ સામેલ થઇ હતી. આ પાર્ટીમાં ફેશન શો પણ રાખવામાં આવ્યો હતો. તેમાં આશાએ પણ ભાગ લીધો હતો.

આશાના પતિ ઇન્દ્રજીત તેના આ કાર્યક્રમમાં ભાગ લેવા વિરુદ્ધ હતા, પરંતુ પાછળથી તેમણે આશાને પાર્ટીમાં સામેલ થવાની પરવાનગી આપી દીધી હતી. આશાના ઘરે લેવા માટે ઇન્દ્રજીત રાત્રે લગભગ ૧૧.૩૦ વાગે સ્કુલની બીજી બ્રાંચ જે સેક્ટર-૭૫ માં આવેલી છે ત્યાં પહોચ્યા.

ઇન્દ્રજીત ત્યાં પોતાના દોસ્ત જીતું સાથે પહોચ્યો હતો. જયારે બન્ને સ્કુલ પહોચ્યા તો તેને ત્યાં તાળું લટકતું જોવા મળ્યું. ત્યાર પછી તેણે ફોન કરીને આશા ઉપર આરોપ લગાવ્યો કે તેણે પોતાને ખોટું સરનામું જણાવ્યું છે. આશાએ તેને વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો અને લોકેશન પણ મોકલ્યું પરંતુ ઇન્દ્રજીત ઘણો નારાજ થઇ ગયો હતો.

ગુસ્સામાં ઇન્દ્રજીત ક્લબ પહોચ્યો અને આશાને ફોન કરી ઘરે આવવા કહેવા લાગ્યો. આશાએ કહ્યું કે તે તરત નહિ આવી શકે. ત્યાં વચ્ચે ક્લબમાં મોટી સ્ક્રીન મુકેલી હતી. તેના ઉપર આશાનું કેટવાક દેખાવા લાગ્યું. તે જોઈને ઇન્દ્રજીતનો ગુસ્સો સાતમાં આસમાને ચડી ગયો અને તે સ્ક્રીન ઉપર જ બે ગોળી ઇન્દ્રજીત ચલાવી દીધી.

ગોળીઓનો અવાજ સાંભળતા જ આરતીમાં ભાગ દોડ મચી ગઈ. લોકો પોતાને બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા. તેવામાં આશા ત્યાં આવી પહોચી અને ઇન્દ્રજીતને સમજાવવાનો પ્રયાસ કર્યો તે ન માન્યો અને આશાના ગોઠણમાં ગોળી મારી દીધી. અને કહ્યું ‘જા મર…’ ગોળી લાગવાથી જ લોહીલોહાણ આશાની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. એટલામાં તેના પતિ ભાગી ગયા. ક્લબના એક કર્મચારીએ પોલીસને જાણકારી આપી ત્યાર પછી મહિલાને પોલીસ મેદાંતા હોસ્પિટલ લઇ ગયા.

પોલીસ તરફથી આશાની ફરિયાદ ઉપર ઇન્દ્રજીત અને તેના મિત્રની વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસ માટે સીસીટીવી કૂટેજ મેળવી લીધા છે. આશા રાખીએ કે બન્ને આરોપીઓને વહેલી તકે પકડી લેવામાં આવશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.