બેન્ક ખાતેદાર ધ્યાન આપો, આવતા મહિને નહિ કરો આ કામ, તો અટકી જશે પેંશન.

પેંશન રોકાય નહિ એટલા માટે આવતા મહિને જરૂરથી કરી લો આ મહત્વપૂર્ણ કામ. પેન્શન ધારકો જાગૃત : કોરના મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકારે પેન્શન ખાતા માટે જીવન પ્રમાણપત્ર અપડેટ કરવાની સમય મર્યાદા વધારીને 1 નવેમ્બરથી 31 ડીસેમ્બર સુધી કરી દીધી છે. જે લોકોને પેન્શન મળે છે, તે આ માહિતી ઉપર ધ્યાન આપે. સરકારે પેન્શન ખાતાધારકો માટે જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ વધારી દીધી છે, પરંતુ પેન્શનધારકોએ આ કામ આવતા મહિના નવેમ્બરમાં કોઈ પણ ભોગે કરવાનું રહેશે.

જો આ દસ્તાવેજો ન રજુ કર્યા તો પેન્શન અટકી પણ શકે છે. કોરોના મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પેન્શન ખાતા માટે જીવન પ્રમાણપત્ર અપડેટ કરાવવાનો સમય વધારીને 1 નવેમ્બરથી 31 ડીસેમ્બર સુધી કરી દીધો છે. પેન્શન અટકાવવાની સુચના કેન્દ્ર સરકાર તરફથી મળી છે.

શું તમે પેન્શન ખાતામાં જીવન પ્રમાણપત્ર અપડેટ કરાવ્યું છે? પેન્શન એકાઉન્ટ માટે બેંકને સમય સમયે એ જણાવવું જરૂરી હોય છે કે ખાતાધારક જીવતા છે. એટલા માટે જીવન પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવાનું હોય છે. સરકારે આ નિયમ નવેમ્બર 2014 થી શરુ કર્યો છે. આ કામ બેકમાં જઈને કે ઓનલાઈન પણ કરી સ્કાય છે. જીવન પ્રમાણપત્ર પેન્શન એકાઉન્ટ વાળી બેંક બ્રાંચ કે કોઈ પણ બ્રાંચમાં જઈને જમા કરાવી શકાય છે.

તે ઉપરાંત તેને ડીઝીટલી કોઈ પણ બ્રાંચમાં, તમારા પીસી/લેપટોપ/મોબાઈલ દ્વારા www.jeevanpramaan.gov. in થી, નજીકના આધાર આઉટલેટ/ CSC થી જમા કરાવી શકો છો. ડીઝીટલી લાઈફ સર્ટીફીકેટ જમા કરાવવા માટે આધાર નંબર, મોબાઈલ નંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર અને પેન્શન એકાઉન્ટ નંબર જરૂરી રહેશે. ફીજીકલ ફોર્મમાં લાઈફ સર્ટીફીકેટ જમા કરાવવા માટે બેંકોની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી ભરીને જમા કરાવી શકાય છે.

ઉમંગ એપથી આવી રીતે જનરેટ કરો જીવન પ્રમાણપત્ર : આ કામ ઉમંગ એપ દ્વારા પણ કરી શકાય છે. તેના માટે તમારે મોબાઈલમાં ઉમંગ એપ ડાઉનલોડ કરો. તેની ઉપર જીવન પ્રમાણપત્ર સર્ચ કરો. અહિયાં ‘જનરેટ લાઈફ સર્ટીફીકેટ’ વિકલ્પ જોવા મળશે, તેની ઉપર ક્લિક કરો. ત્યાર પછી પેન્શનર ઓથેંટીકેશન પેજ ખુલી જશે. તેમાં જરૂરી માહિતી નોંધીને ડીઝીટલ લાઈફ સર્ટીફીકેટ જનરેટ કરી શકાય છે.

મોબાઈલ અને ઈમેલ ઉપર મળે છે પેન્શનની માહિતી : કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક પાયલટ પ્રણાલી શરુ કરી છે, જે કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શનની માહિતી એસએમએસ અને ઈમેલ દ્વારા આપવામાં આવી રહી છે. પેન્શન સ્વીકૃતિ અને ચુકવણીની સ્થિતિની માહિતીની આ વેબ આધારિત પ્રણાલી શરુ કરવામાં આવી હતી.

આ તંત્રમાં પેન્શનધારક કર્મચારીઓની અંગત અને નિવૃત્તિની માહિતી મોબાઈલ નંબર અને ઈમેલ જેવા સંપર્ક માધ્યમો સાથે રાખવામાં આવે છે. આ જાણકારી પેન્શન સ્વીકૃતિ કરવા વાળા પ્રાધીનીકરણના ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં પણ આપવામાં આવે છે. તેનાથી નિવૃત્ત થવા જઈ રહેલા કર્મચારીઓને પેન્શન સ્વીકૃતિની પ્રક્રિયામાં પ્રગતીની માહિતી એસએમએસ કે ઈમેલ દ્વારા મળી રહી છે.

માત્ર આધાર કાર્ડથી ખુલી જશે પેન્શન ખાતુ, જાણો સંપૂર્ણ પ્રોસેસ : પોતાના નિવૃત્ત થવાની ચિંતા દરેકને હોય છે. તેવામાં પેન્શન ખાતું ઘણું ઉપયોગી બને છે. મોટાભાગના લોકો પેન્શન એકાઉન્ટનું મહત્વ સમજે છે, પરંતુ ખાતું ખોલાવવાનો પ્રયત્ન નથી કરતા, કેમ કે તેને લાગે છે કે તેના માટે ઘણા દસ્તાવેજો આપવાની માથાકૂટ કરવી પડશે. સારા સમાચાર એ છે કે હવે સરકારે આ માથાકૂટ માંથી મુક્તિ આપી દીધી છે. હવે માત્ર આધાર કાર્ડ બતાવીને પેન્શન ખાતું ખોલાવી શકાય છે. આ માહિતી ભારત સરકારના પેન્શન નિયામકે આપી છે, જે નેશનલ પેન્શન સ્કીમ (NPS) ચલાવે છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.