હિલ્સ પહેરતા પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન, ચાલવામાં નહીં આવે કોઈ તકલીફ.

હાઈ હિલ્સ પહેરવા પર થાય છે પગના તળિયામાં દુઃખાવો તો અપનાવો આ સરળ ટિપ્સ.

પગરખાં પહેરવાનું ચલણ સદીઓ જૂનું છે. તે આપણા પગની રક્ષા કરે છે અને અલગ અલગ પ્રકારની સપાટીઓ પર ચાલવામાં કોઈ મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખે છે. અત્યાર સુધીમાં તેમાં ઘણા ફેરફાર આવ્યા છે. સમયની સાથે સાથે તેની ફેશન પણ બદલાય છે. અને લોકો ઘણા ઉત્સાહથી નવી ફેશનના પગરખાં પહેરે છે. પુરુષો કરતા મહિલાઓના પગરખાંમાં વધારે વેરાયટી અને ફેશન જોવા મળે છે. અને આજકાલ હાઈ હિલ્સની ફેશન ટ્રેન્ડમાં છે.

પણ હિલ્સ પહેરીને ચાલતી વખતે શરુઆતમાં મહિલાઓને જાત જાતના પ્રોબ્લેમ આવે છે. પહેલી અને મોટી પ્રોબ્લેમ હોય છે તેના વોકને કંફર્ટેબલ બનાવવાની. આમાં ઘણી મહિલાઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ હિલ પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે તમારી વોક ફૂલઓન કંફર્ટેબલ બનાવી શકો છો, આવો તેના વિષે જાણીએ.

ચાલવું પડશે કાંઈક આવી રીતે :

હિલ પહેરીને ચાલતી વખતે કમર સીધી રાખવી પડશે. તે દરમિયાન આંગળીઓ કરતા પહેલા એડીને જમીન ઉપર રાખીને ચાલો તો તમારી ચાલ પણ નોર્મલ રહેશે અને તમને ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નહિ થાય.

મોડલ જેવી હોવી જોઈએ ચાલ :

પ્રયત્ન એ વાતનો કરો કે હિલ્સ પહેર્યા પછી પગને ફેંક-ફેંક કરીને ન ચાલો. ચાલતા સમયે બંને પગ વચ્ચેનું અંતર પણ ઓછું હોવું જોઈએ. અમુક અમુક મોડલ્સના કૈટ વોકની જેમ.

આવી રીતે કરવી પડશે શરુઆત :

ઉંચી હિલના સેન્ડલ પહેરતા પહેલા નાની હિલ્સના બુટ પહેરીને પ્રેક્ટીસ કરી લો. ધીમે ધીમે પ્રેક્ટીસથી તમને હિલ્સ પહેરીને ચાલવાની ટેવ પડી જશે અને તમે તેમાં કંફર્ટેબલ થઇ જશો.

સીલીકોન હિલ પેડનો કરો ઉપયોગ :

હિલ્સ પહેરીને ચાલવામાં ઘણા લોકોના તળિયાની નીચે દુઃખાવો થવા લાગે છે. તેથી ઉંચી એડીના સેન્ડલ પહેરતા પહેલા તળિયાની નીચે સીલીકોનના હિલ પેડનો ઉપયોગ કરો.

તો આ વાતોનું ધ્યાન રાખીને તમે પણ હાઈ હિલ્સ પહેરીને સરળતાથી અને કોઈ પણ જાતની મુશ્કેલી વગર ચાલી શકશો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.