આ સરળ રેસિપીથી 10 મિનિટમાં બનાવો ટેસ્ટી વટાણા અને સ્વીટ કોર્ન ચાટ.

ઘરમાં બાળકોથી લઈને મોટા દરેકને પસંદ આવશે વટાણા અને સ્વીટ કોર્ન ચાટ, જાણો તેની સરળ રેસિપી. શિયાળાની ઋતુમાં ટેસ્ટી ખાવાનો સ્વાદ લેવો કોને નથી ગમતું. ઠંડી હવાઓ વચ્ચે ટેસ્ટી અને ચટપટી ચાટ મળી જાય તો વાત જ કાંઈક અલગ હોય છે. કહેવામાં આવે છે કે, શિયાળાની ઋતુમાં ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. ખાસ કરીને જો ખાવાનું સરળ રીતે ઘણા ઓછા સમયમાં તૈયાર થઇ જાય તો મજા આવી જાય. ખાવાનું ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ હોય ત્યારે તો શિયાળાની મજા બમણી થઇ જાય છે.

શિયાળાની ઋતુમાં વટાણા ખુબ જ વધારે પ્રમાણમાં અને સરળતાથી બજારમાં મળી રહે છે, અને સ્વીટ કોર્ન પણ બજારમાં કોઈ પણ સ્ટોરમાં સરળતાથી મળી જાય છે. તો આજે અમે તમને જણાવીશું વટાણા અને સ્વીટ કોર્નમાંથી મીનીટોમાં તૈયાર થતા ચાટની સરળ રેસિપી, જે તમે સરળતાથી બનાવી શકો છો અને તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તમારા આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.

વટાણા અને સ્વીટ કોર્નની ચાટ :

વટાણા અને સ્વીટ કોર્નની ચાટની સરળ રેસિપી :

જરૂરી સામગ્રી :

સ્વીટ કોર્ન – 1 વાટકી

લીલા વટાણા – 1 વાટકી

ડુંગળી – 1 સમારેલી

જીરું – 1 ચમચી

તેલ – જરૂરિયાત મુજબ

મીઠું – સ્વાદ મુજબ

લાલ મરચુ પાવડર – ¼ નાની ચમચી

ચાટ મસાલો – ¼ નાની ચમચી

લીંબુ – 1

લીલા મરચા – 1

બનાવવાની રીત : વટાણા અને સ્વીટ કોર્નની ચાટ બનાવવા માટે સૌથી પહેલા મટર અને સ્વીટ કોર્નને વરાળ પર થોડા બાફી લો. ધ્યાન રહે કે તેને એટલા બધા બાફશો તે વધુ પાકી જાય. ત્યાર બાદ કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો. જીરુંને લગભગ 30 સેકંડ માટે શેકાવા દો. ગેસની ફ્લેમને ધીમી રાખો અને જીરુ શેકાયા પછી કડાઈમાં સમારેલી ડુંગળી નાખો.

ડુંગળીને પારદર્શી થવા સુધી સાંતળો અને હળવેથી ડુંગળીને કડાઈમાં હલાવતા રહો. જયારે તે વધુ આછી ગોલ્ડન થઇ જાય ત્યારે તેમાં થોડા બાફેલા વટાણા નાખીને તેને સારી રીતે મિક્સ કરો. લગભગ 1 મિનીટ પછી કડાઈમાં બાફેલા સ્વીટ કોર્ન નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. તેમાં ઉપરથી મીઠું. લાલ મરચું પાવડર અને ચાટ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરો.

જયારે મસાલા, વટાણા અને સ્વીટ કોર્ન સારી રીતે મિક્સ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને ચાટને કોઈ બાઉલમાં શિફ્ટ કરી લો. તેમાં ઉપરથી લીંબુ, ચાટ મસાલા નાખો અને લીલી કોથમીર ગાર્નિશ કરો. તો હવે તમારી ગરમા ગરમ ચાટ તૈયાર છે તેને પીરસો અને તેનો સ્વાદના આનંદ લો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.