ઘરની આ દિશામાં મુકો મોરનું એક પીંછું, માં લક્ષ્મીની વરસશે અસીમ કૃપા

ભગવાન શ્રીકૃષ્ણને તો આમ તો ઘણી બધી વસ્તુઓ પ્રિય છે. પરંતુ મોરપીંછ તેમની સૌથી નજીક હોય છે. ઘરમાં મોરપીંછ રાખવાથી જીવજંતુ પણ દુર થાય છે. પરંતુ તમને તેના વિષે જાણકારી નહિ હોય કે મોરપીંછ એથી પણ વધુ કામમાં આવે છે. ખાસ કરીને મોરપીંછના ઉપયોગથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. આજે અમે તમને જણાવવાના છીએ, કે એ ક્યા ક્યા ઉપાય છે જેનાથી તમને મળી શકે છે ધનલાભ.

સુખ સમૃદ્ધી :

ઘરમાં સુખ સમૃદ્ધી જાળવી રાખવા માટે મોરના પીંછાને દક્ષીણ પૂર્વ દિશામાં મૂકી દો. એક બે નહિ પરંતુ મોરપીંછનો આખો જથ્થો રાખી દો. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને સાથે જ ઘરનું વાતાવરણ ઘણું સારું રહે છે.

ધન લાભ :

જો મહેનતની કમાણી કરવા છતાંપણ તમારા ઘરમાં પૈસા નથી ટકતા, તો પૂજાના સ્થાન ઉપર મોરપીંછ મૂકી દો. તેનાથી ઘરમાં પૈસા પણ આવશે અને ટકશે પણ. એનાથી ઘરમાં બરકત આવે છે, સાથે જ દોસ્તો અને પરિવારના સભ્યો વચ્ચે સંબંધ પણ સારા જળવાઈ રહે છે.

વાસ્તુ દોષ :

ઘણી વખત પરિવારમાં ઘણા પ્રકારની સમસ્યા હોય છે, અને આપણને સમજાતું નથી કે ક્યા કારણથી સમસ્યાઓ આવી રહી છે. તેના માટે ઘરનું વાસ્તુ દોષ પણ ઘણું મહત્વ ધરાવે છે. જો ઘરમાં દરરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ધરમાં મુખ્ય દરવાજા ઉપર ગણેશજીની મૂર્તિ મૂકી દો. તેની સાથે જ બે મોરપીંછ પણ મૂકી દો. એમ કરવાથી વાસ્તુ દોષ દુર થઇ જશે અને સમસ્યા દુર થઇ જશે.

રાહુ દોષ :

રાહુથી ઘર પરિવાર, સંબંધ, શરીરની કોઈપણ પ્રકારની સમસ્યા થઇ શકે છે. જો કુંડળીમાં રાહુ દોષ હોય તો એક તાવીજમાં મોરપીંછ બાંધીને પોતાના જમણા હાથમાં પહેરી લો. તેનાથી દોષ દુર થઇ જશે. સાથે જ કોઈ શારીરિક બીમારીથી દુ:ખી હોવ કે કોઈ સમસ્યામાં અડચણ આવી રહી હોય તો તે પણ દુર થાય છે.

એકાગ્રતા :

જો બાળક અભ્યાસ ન કરવા માગતું હોય, કે પછી તેનું ધ્યાન અભ્યાસ માંથી ભટકતું હોય, તો તેના પુસ્તકમાં મોરપીંછ મૂકી દો. તેનાથી સરસ્વતી માં ની કૃપા મળે છે અને બાળકોનું અભ્યાસમાં મન લાગે છે. સાથે જ યાદશક્તિ પણ તેજ બની જાય છે.

બિઝનેસ :

જો તમે કોઈ પ્રકારનો બિઝનેસ કરો છો, અને તેમાં તમને નુકશાન થઇ રહ્યું છે, તો દુકાનની પૂર્વ દિશામાં મોરપીંછ મૂકી દો. તેની સાથે જ ચાંદી કે સ્ટીલના લોટામાં પાણી ભરીને મુકો. તેનાથી બિઝનેસ સારો ચાલશે અને માં લક્ષ્મીની કૃપા મળશે.

તણાવ દુર કરે :

જો પરિવારના સભ્યોમાં હંમેશા ઝગડા થાય છે, કે પતિ પત્ની દરેક બાબતમાં લડતા રહે છે, તો તેમના બેડરૂમની પૂર્વ કે દક્ષીણ પૂર્વ દિશામાં મોરપીંછ મુકો. એમ કરવાથી સંબંધ સારા બની જાય છે.

ઘરમાં ખુશાલી લાવે :

જો ઘરમાં બરકતની સાથે સાથે ખુશાલી વાળું વાતાવરણ જોઈએ તો તમારા ઘરમાં કૃષ્ણ ભગવાનને મોરપીંછનું મુગટ પહેરાવો. તેને રોજ ધૂપ આપો. તેનાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. ઘરમાં જો અશાંતિનું વાતાવરણ રહેતું હોય તો પૂજાની જગ્યા ઉપર ધર્મ ગ્રંથો વચ્ચે મોરપીંછ મૂકી દો તેનાથી તમામ દેવી દેવતાઓની કૃપા તમને મળશે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)