ખુલ્લામાં પેશાબ કરવા વાળા હવે થશે જાહેરમાં શર્મસાર, આ શહેરની દીવાલો પર પણ લાગ્યા 2 લાખના મોટા અરીસા

જ્યાં એક તરફ આખા દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ઉપર ભાર આપવામાં આવી રહ્યું છે, તો તે બીજી તરફ થોડા અણસમજુ લોકો એવા પણ છે જે સાફ સફાઈનું જરાપણ ધ્યાન નથી રાખતા. ખાસ કરીને તે લોકો જે પેશાબ આવે તો કોઈ પણ દીવાલ કે ખૂણા શોધવાનું શરુ કરી દે છે. દીવાલ ઉપર પેશાબ કરવાની આખા ભારતમાં એક ઘણી મોટી સમસ્યા છે. વર્તમાનમાં ઠેક ઠેકાણે પબ્લિક શૌચાલય બન્યા છે, પરંતુ તેમ છતાં પણ લોકો તેની અદંર જવાનું પસંદ નથી કરતા.

આળસ કે કોઈ કારણવશ તેવા લોકો દીવાલ ઉપર જ પેશાબ કરવાનું પસંદ કરે છે. આ સમસ્યા લગભગ દરેક શહેર અને ગામમાં છે. આ વસ્તુને પહોંચી વળવા માટે ઘણા પ્રયાસ પણ કરવામાં આવે છે. એટલે કે ક્યારેય દીવાલ ઉપર એવું ન કરવાની ચેતવણી લખવામાં આવે છે, તો ક્યારેક દેવી દેવતાઓની તસ્વીરો બનાવી દેવામાં આવે છે. દંડની વાત પણ કરવામાં આવે છે. આમ તો આ તમામ પ્રયાસ હજી સુધી નિષ્ફળ જ ગયા છે.

તેવામાં બેંગ્લોરમાં લોકોને દીવાલ ઉપર પેશાબ કરવાથી રોકવા માટે એક મોટો અને અનોખો પ્રયોગ અપનાવવામાં આવ્યો છે. અહીયાની BBMP (બૃહત બેંગલુરુ મહાનગર પાલિકા) એ દીવાલ ઉપર લોકોને પેશાબ કરવાથી રોકવા માટે ઘણો જ જોરદાર આઈડિયા અમલમાં મુક્યો છે.

ખાસ કરીને તેમણે દીવાલ ઉપર અરીસા લગાવી દીધા છે. આવી રીતે જો જોઈ વ્યક્તિ દીવાલ ઉપર પેશાબ કરવા આવે છે, તો તે પોતાને અરીસામાં ગંદુ કામ કરતા જોઈ શરમ અનુભવશે અને પેશાબ નહિ કરે. હાલમાં આ અરીસા શહેરના ઘણા બધા ભાગોની દીવાલો ઉપર લગાવવામાં આવી ચુક્યા છે.

તેમાં ઇન્દિરા નગરમાં ESI હોસ્પિટલ પાસેનો દુર્ગંધ મારતો વિસ્તાર પણ સામેલ છે. આ અરીસા ઉપર એક QR કોડ પણ રહેલો છે. તેથી QR કોડને સ્કેન કરી તમે તમારા નજીકના પબ્લિક ટોયલેટ વિષે જાણી શકો છો. બેંગલુરુ અરીસાની વાત કરતા BBMP કમિશ્નર બી.એચ. અનીલ કુમારે જણાવ્યું કે, અમે આ નિર્ણય લીધો છે કે અમે ખુલ્લામાં પેશાબ કરવા વાળા લોકોને સાર્વજનિક રીતે શરમાવીશું. મને લાગે છે કે આ અરીસો લગાવવો એક સારો આઈડિયા છે.

એક બીજા BBMP અધિકારી જણાવે છે કે, બેંગલુરુની IT હબ પાટનગરની ઈમેજ ઉપર ખુલ્લામાં પેશાબ કરવાને કારણે જ કલંક લાગે છે. ફૂટપાથ ઉપર પેશાબની એટલી દુર્ગંધ આવે છે કે, લોકો ફૂટપાથ છોડી રોડ ઉપર ચાલવા મજબુર બની જાય છે. અમે તેને અટકાવવા માટે ઘણા પ્રકારના પ્રયાસ કર્યા પરંતુ બધા નિષ્ફળ રહ્યા.

પહેલા અહિયાં દેવી દેવતાઓના ફોટા અને સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આમ તો તેની પણ ખુલ્લામાં પેશાબ કેવા વાળા ઉપર કોઈ અસર ન થઇ. ત્યાં સુધી કે તે વાતને લઈને દંડની જાહેરાત કર્યા પછી પણ આ લોકો પોતાની હરકતો સુધારી નહિ. તેવામાં અમને લાગે છે કે અરીસો લગાવવાથી ફેર પડી શકે છે. જયારે કોઈ દીવાલ ઉપર પેશાબ કરશે તો આરીસામાં બધા લોકો તેને જોઈ શકશે. તેનાથી તે વ્યક્તિ શરમને લીધે એ કામ નહિ કરે.

જાણકારી મુજબ આ દરેક અરીસાની કિંમત ૨ લાખ રૂપિયા છે. તેને દીવાલ ઉપર ફિક્સ પણ કરી શકાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર શિફ્ટ પણ કરી શકાય છે. આ આઈડિયા કેવી રીતે આવ્યો તેના વિષે અનીલ કુમાર જણાવે છે કે, અમે સર્વેક્ષણ મીટીંગમાં બધાને એક યુનિક આઈડિયા આપવાનું કહ્યું હતું. તેવામાં એક વ્યક્તિએ આ અરીસા લગાવવાનો આઈડિયા આપ્યો જે બધાને પસંદ આવ્યો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.