પેકેટનું દૂધ હોય છે ખતરનાક, જાણો કેવી રીતે બને છે પેકેટનું દૂધ, પુરી પ્રક્રિયા જાણીને તમે ચકિત રહી જશો.

લગભગ બધા લોકો દૂધનું સેવન કરે છે. પહેલા આપણી પાસે સમય હતો, તો આપણે ગોવાળની પાસે જઈએ, દૂધ લેતા હતા, પરંતુ હવે સમયની કમીને કારણે આપણે પકેટ વાળા દૂધને પ્રાધાન્ય આપીએ છીએ. હાલમાં પેકેટવાળા દૂધના વેચાણમાં વધારો જોવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પેકેટવાળું દૂધ કેવી રીતે બને છે? ના, તો આવો જાણીએ.

સામાન્ય રીતે ડેરી ઉત્પાદનની પ્રક્રિયામાં ખેડૂતો ગામમાં અથવા બીજા દૂધ ઉત્પાદક દૂધ ગાય અથવા ભેસ માંથી દોહવે છે, તેના માટે મોટાભાગે હાથનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ઘણા મોટા ડેરી ફાર્મમાં તેના માટે મશીનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પ્રાણીઓ પાસેથી દિવસમાં બે વખત દૂધ દોહવામાં આવે છે.

દૂધને મોટા કેનમાં ભેગું કરી પાસેની ગામડાની ડેરી કોપરેટિવ સોસાયટીમાં લાવવામાં આવે છે. જ્યાં દૂધની ગુણવત્તા ટેસ્ટિંગ થાય છે. આ તપાસમાં દૂધમાં રહેલી ચરબી, સોલિડ નોટ ફેટીનું પ્રમાણ, દૂધની ડેન્સિટી, દૂધમાં કોઈ પ્રકારની મિલાવટ, પાણીનું પ્રમાણ વગેરે જાણી શકાય છે. તપાસ પછી માન્યતા મુજબ પરિણામને લખવામાં આવે છે અને પછી તેના આધારે દૂધની કિંમત ખેડૂતને આપવામાં આવે છે.

ત્યાર પછી એક મોટી સંગ્રહ ટેંકમાં દૂધને રાખવામાં આવે છે. આ ટેંકની ક્ષમતા બે, પાંચ અને દસ ટન સુધી હોઈ શકે છે. ટાંકીમાં દૂધને સતત ફેરવવાના મશીન પણ લાગેલા હોય છે, જેમાં દૂધને જામવાથી રોકી શકાય છે. કાચુ દૂધ, સ્ટેનલેસ સ્ટીલ અથવા ગ્લાસ પાઇપ દ્વારા ટાંકીમાં વહે છે, જ્યાં તે લગભગ 40 ડિગ્રી ફોરેનહાઈટ એટલે 4.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડું રહે છે.

પછી ઠંડુ કાચુ દૂધ એક વિભાજકના માધ્યમથી પસાર થાય છે અને દૂધ માંથી ચરબીને અલગ કરે છે. જેથી ક્રીમ અને સ્કિમ દૂધ બંનેનું ઉત્પાદન કરી શકે. ત્યાર પછી વિટામીન એ અને ડી એક પેરીસ્ટાલિક પમ્પ દ્વારા દૂધમાં પહોંચાડવામાં આવે છે અને દૂધને પેસ્ટ્યુરાઇઝ કરવામાં આવે છે.

આ પ્રક્રિયામાં દૂધને ગરમ કરવામાં આવે છે. પછી પાઇપ દ્વારા આ દૂધને બીજી ટેન્કમાં મોકલવામાં આવે છે. જ્યાં તેના સ્વાદને નુકસાનથી બનાવવા માટે દૂધને ઝડપથી 40 ડિગ્રી ફોરેનહાઈટ અથવા 4.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ કરવામાં આવે છે. ત્યાર પછી દૂધના પેકેટ વગેરેમાં પેક કરીને શીપમેંટ માટે મોકલવામાં આવે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.