1 ઓક્ટોબરથી બદલાઇ જશે પેંશન સાથે જોડાયેલા નિયમ, તમે પણ જાણી લો

નવી દિલ્હી. સાત વર્ષથી ઓછી નોકરીમાં સરકારી કર્મચારીનું મૃત્યુ થવા ઉપર તેના પરિવારના સભ્ય હવે વધેલુ પેન્શન મેળવવાના હક્કદાર રહેશે. સરકારે તેના વિષે પેન્શન નિયમોમાં સંશોધનનો અમલ કરી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફેરફારનો લાભ કેન્દ્રીય સશકત પોલીસ દળના જવાનોની વિધવાઓએ મળી શકશે.

અત્યાર સુધી છેલ્લા પગારના ૫૦ ટકાના હિસાબે જ મળતું હતું પેન્શન :

તે પહેલા જો કોઈ કર્મચારીનું મૃત્યુ સાત વર્ષથી ઓછા સમયમાં ફરજ દરમિયાન થઇ જતું હતું, તો તેના કુટુંબીજનોને છેલ્લા પગારના ૫૦ ટકાના હિસાબ સાથે વધેલું પેન્શન મળતું હતું. હવે સાત વર્ષથી ઓછી ફરજ દરમિયાન મૃત્યુ થવા ઉપર કર્મચારીના કુટુંબીજનો વધેલું પેન્શન મેળવવા પાત્ર રહેશે.

સરકારી જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, ૧૯૭૨માં સંશોધનને મંજુરી આપી દીધી છે. આ નિયમ કેન્દ્રીય સિવિલ સેવા (પેશન) બીજા સંશોધન નિયમ, ૨૦૧૯ અંતર્ગત ઓક્ટોમ્બર ૨૦૧૯થી લાગુ પડશે.

પેટાનિયમ-૩ હેઠળ મળશે વહેલી પેન્શન રકમ :

સુધારામાં કહેવામાં આવ્યું છે કે, એવા સરકારી કર્મચારી જેનું મૃત્યુ ૧ ઓક્ટોમ્બર, ૨૦૧૯ સુધી દસ વર્ષનો સમયગાળો પૂરો કરતા પહેલા થઇ જાય છે અને તેમણે સતત સાત વર્ષ સુધીની સેવા પૂર્ણ નથી કરી, તેના કુટુંબીજનોને ૧ ઓક્ટોમ્બર, ૨૦૧૯થી પેટા નિયમ (૩) હેઠળ વધેલા પેન્શન દર મુજબ પેન્શન મળશે. તેના માટે ફેમીલી પેન્શન મેળવવાની બીજી શરતો પૂરી પાડવાની રહેશે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે, મૃત્યુ ઉપર ગ્રેચ્યુટીના સંદર્ભમાં ગ્રેચ્યુટીની રકમ કચેરીના વડા દ્વારા તેની સંપૂર્ણ ફરજના સમય વિષેની જાણકારી અને ખરાઈ કર્યા પછી નક્કી કરવામાં આવશે. કચેરીના વડા આકસ્મિક મૃત્યુ ગ્રેચ્યુટીની ચુકવણીની તારીખથી છ મહિનાની અંદર આ રકમ નક્કી કરશે.

કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, ૧૯૭૨ના નિયમ ૫૪માં કર્યું સંશોધન :

કાર્મિક અને લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, સરકારનું માનવું છે કે ફેમીલી પેન્શનના વધેલા દર કોઈ સરકારી કર્મચારીને પોતાની કારકિર્દીની શરુઆતમાં મૃત્યુ થવાની સ્થિતિ ઘણી જરૂરી છે, કેમ કે શરૂઆતમાં તેનો પગાર પણ ઓછો રહેતો. તેને ધ્યાનમાં રાખીને સરકારે ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ જાહેર કરવામાં આવેલ જોગવાઈ દ્વારા કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, ૧૯૭૨ના નિયમ ૫૪માં સંશોધન કર્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.