લોકો થઇ રહ્યા છે ઓફિસથી ફરાર, બાયોમેટ્રિક માટે નકલી ‘અંગુઠો’ અહીં છે તૈયાર

ભાગી જવા વાળાઓએ હવે ઓફીસમાં બાયોમેટ્રિક હાજરીનો તોડ પણ શોધી કાઢ્યો છે. જીલ્લા પ્રશાસન અને પોલીસની નજર હેઠળ નગર જ નહિ આસપાસના જીલ્લામાં પણ રબરના નકલી અંગુઠા બનાવવાનો ધંધો ખુબ ચાલે છે. સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓએ આ સોનેરી તકને ફટાફટ હાથમાં ઝડપી પણ લીધી છે.

તેનો ઉપયોગ લેટ લતીફો નિયમિત કરવા વાળા કામચોર કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાથે જ આધારકાર્ડ સાથે જોડાયેલા કાર્યોમાં પણ એનો ઘણો ઉપયોગ વઘી રહ્યો છે. કિંમતની વાત કરીએ તો બજારમાં માત્ર ત્રણસો થી પાંચસો રૂપિયામાં સરળતાથી મળી રહે છે. ધંધા વાળા સ્વીકારી રહ્યા છે કે લોકો તેની પાસે છાના માના સંપર્ક કરી આ નકલી અંગુઠા બનાવરાવી રહ્યા છે, અને પણ લાંબા સમયથી તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

કામચોરોની પેટીમાં નકલી અંગુઠા :

સરકારી કચેરીઓમાં બાયોમેટ્રિક હાજરી વ્યવસ્થા શરુ કરવામાં આવી, તો કામચોર અને બેદરકાર કર્મચારી દુ:ખી થઇ ગયા હતા. પણ તેઓ સમયસર ઓફિસે પહોચવા અને છાનામાંના નીકળી જવામાં હોંશિયાર સાબિત થવા લાગ્યા. આમ તો જાલસાજોએ સરકારની આ સચોટ વ્યવસ્થામાં પણ હવે અડચણ ઉભી કરી દીધી છે. ઠગોની પેટીમાં ફરજના સિક્કા સાથે નકલી અંગુઠા પણ જોડાઈ ગયા છે.

તેને બનાવવાની રીત કાંઈક આવી છે. જાલસાલ પહેલા સંબંધિત વ્યક્તિના અંગુઠાનું નિશાન સાદા કાગળ ઉપર લે છે. સ્કેનર દ્વારા તેને સ્કેન કરવામાં આવે છે. ફોટોશોપથી નિશાનને ચોખ્ખા કરી પોલીમર કેમિકલ નિશાન મશીનની મદદથી રબરના અંગુઠા આબેહુબ નિશાન વાળા તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સરકારી અને ખાનગી કર્મચારી બાયોમેટ્રિક હાજરીથી બચવા માટે પોતાના અંગુઠાનું નિશાન બનાવરાવી રહ્યા છે. નગરના ઘણા સ્થળો ઉપર ઢગલાબંધ લોકો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. એવું નથી કે પોલીસને તેની જાણ નથી. પણ એવા લોકો વિરુદ્ધ અભિયાન ન ચલાવવું તે પણ જરૂર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

આધારમાં પણ થઇ રહી છે રમત :

નકલી અંગુઠાનો ઉપયોગ આધારકાર્ડમાં પણ ઘણો કરવામાં આવે છે. આધાર કાર્ડ બનાવવા વાળા લોકો પણ ચાલાકીથી તેનો ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહિ આધાર કાર્ડના ઓપરેટર અને સુપરવાઈઝર પોતાનો નકલી અંગુઠો બનાવરાવી એક જ સાથે ઘણા સ્થળો ઉપર કેંપ પણ લગાવી રહ્યા છે. ખાસ કરીને આધાર કાર્ડ બનાવવા માટે એજન્ટ અને સુપરવાઈઝરના અંગુઠાની મદદથી સંચાલક એક સાથે ઘણા ફોમ ચલાવી રહ્યા છે, અને ઢગલા બંધ કમાણી કરી રહ્યા છે.

તપાસ કરાવવામાં આવશે :

મુગલસરાયના એસડીએમ આનંદ વર્ધને જણાવ્યું કે, બાબત સુરક્ષાની ગણતરીએ ઘણી ગંભીર જ નહિ સંવેદનશીલ પણ છે. તેની તપાસ હવે કરાવવામાં આવશે. નકલી અંગુઠા બનાવવા વાળાની ધરપકડ કરવામાં આવશે. ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી તો થશે જ, અને જે લોકો અંગુઠા બનાવરાવી રહ્યા છે તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેના માટે ગુનેગારોને શોધવાની તૈયારી ચાલી રહી છે.