મધ સાથે જોડાયેલી આ બાબતો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે લોકો, આજે જાણો તેનું સત્ય.

જો તમે મધ સાથે જોડાયેલી આ વાતો પર વિશ્વાસ રાખો છો તો પહેલા તમારે તેના સત્ય વિષે જાણી લેવું જોઈએ.

મધને આરોગ્ય માટે વધુ ગુણકારી માનવામાં આવે છે. ખાસ કરીને સ્વિટ લવર્સ માટે તે ખાંડને બદલે એક ઘણો જ સારો આરોગ્ય વિકલ્પ છે, જેનું સેવન કરવાથી તમને ઘણા પોષક તત્વ પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ, ઘણા પ્રકારના આરોગ્યથી લઈને સ્કીન પ્રોબ્લેમને દુર કરવામાં મધ ફાયદાકારક છે. એટલા માટે લોકો તેનું સેવન કરવાનું પસંદ કરે છે. મધમાં પણ ઘણા પ્રકારની વેરાયટીઝ મળે છે, પણ કાચું મધ અને મનુકા મધનો ઉપયોગ કરવાની સલાહ વધુ આપવામાં આવે છે.

મધ એક હેલ્ધી પ્રોડક્ટ છે, તેમ છતાં પણ ઘણા લોકો મધ સાથે જોડાયેલા કેટલાક માન્યતા ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે, જેના લીધે ક્યારેક તે જરૂર કરતા વધુ મધનું સેવન કરી લે છે, તો ક્યારેક તેનું સેવન કરવાથી દુર રહે છે. મધનો ખોટી રીતે ઉપયોગ કરવાથી તેનાથી ફાયદાને બદલે નુકશાન થાય છે. બની શકે છે કે, તમે પણ કેટલાક એવા જ માન્યતાઓ ઉપર વિશ્વાસ કરતા હશો, પણ આજે આ લેખમાં અમે તમને એ માન્યતા અને તેના સત્ય વિષે જણાવવાના છીએ.

માન્યતા (1) – ધાતુની ચમચી વડે ન લેવું જોઈએ મધ.

સત્ય – તે મધના સેવન સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ માન્યતા છે. એવું માનવામાં આવે છે કે, ક્યારે પણ ધાતુની ચમચીથી મધનું સેવન ન કરવું જોઈએ, કેમ કે તે ધાતુ સાથે પ્રતિક્રિયા કરે છે. તે સાચું છે કે મધ એસીડીક હોય છે, પણ જો તમે ધાતુની ચમચીથી તેનું સેવન કરી રહ્યા છો તો તે તરત પ્રતિક્રિયા નથી કરતું. જોકે તમારે લાંબા સમય માટે મધની બોટલમાં ધાતુની ચમચી ન રાખવી જોઈએ.

માન્યતા (2) – બધી મધમાખીઓ મધ પેદા કરે છે :

સત્ય – એ સાચું છે કે મધ મધમાખીઓથી મળે છે, પણ બધી મધમાખીઓ મધ પેદા કરે છે તે સાચું નથી. ખાસ કરીને દુનિયામાં મધમાખીની લગભગ 20,000 જાણીતી પ્રજાતિઓ છે. આ સંખ્યામાંથી માત્ર 5 ટકા જ ખાવા યોગ્ય મધ બનાવે છે. માત્ર મધમાખીઓ અને ડંખ ન મારતી મધમાખીઓ જ આટલું મધ પેદા કરે છે કે જેનો સામાન્ય માણસ ઉપયોગ કરી શકે. તો ભમરા માત્ર થોડા પ્રમાણમાં મધનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ તે પોતે જ કરી લે છે.

માન્યતા (3) – ક્રિસ્ટલાઈઝડ હની હકીકતમાં ખરાબ થઇ ગયેલું મધ છે.

સત્ય – ઘણી વખત લોકો એવું સમજે છે કે, જો મધ ક્રિસ્ટલાઈઝડ થઇ જાય છે તો તેનો અર્થ છે કે તે ખરાબ થઇ ગયું છે. પણ એવું નથી. લાંબા સમય પછી મધની બનાવટ બદલાઈ શકે છે, પણ તેનું કોમ્પોઝીશન તે જ રહે છે. હકીકતમાં તેના કોમ્પોઝીશનને કારણે જ તેના ટેક્સચરમાં ફેરફાર થાય છે, પણ ક્રિસ્ટલીકરણ પછી પણ, મધ તે જ રહે છે. તે જ સ્વાદ અને તે જ પોષક તત્વ.

માન્યતા (4) – મધને ફ્રીઝમાં ના રાખવામાં આવે તો તે ખરાબ થઈ જાય છે.

સત્ય – મધ વિશેની આ એક ખૂબ જ સામાન્ય માન્યતા છે. સામાન્ય રીતે લોકો બજારમાંથી મધ લાવે છે અને તેનો ફ્રિઝમાં સંગ્રહ કરે છે. તેમને લાગે છે કે તે મધને ઝડપથી બગડતા અટકાવશે. પરંતુ અહીં તમારે જાણવું જોઇએ કે, મધ ક્યારેય બગડતું નથી કે તેને ક્યારેય રેફ્રિજરેશનની જરૂર પડતી નથી.

આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, પુરાતત્વવિદોને રાજાઓની કબરોમાંથી મધ, વાઇન અને ઓલિવ ઓઇલથી ભરેલા માટીના વાસણો મળ્યા હતા જે 3,000 વર્ષથી વધુ જૂના હતા. જેમાં વાઇન અને ઓલિવ ઓઇલ બગડી ગયા હતા પણ મધ બગડ્યું ન હતું અને ખાવા યોગ્ય હતું. તમારું મધ ક્યારેય ખરાબ નહીં થાય, પણ તે અસલી હોવું જરૂરી છે.

આ માહિતી હર જીંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.