બિઝનેસમાં સફળ થવા પાછળ ઘણો મોટો હાથ પોતાના જન્મના મહિનાનો પણ હોય છે. જ્યોતિષ અને અંક વિજ્ઞાનનું માનીએ તો જે લોકો આ મહિનામાં જન્મ લે છે, તે એક સફળ બિઝનેસમેન બને છે. આ મહિનામાં જન્મેલા લોકોમાં જોખમ અને નિર્ણય લેવાની અદ્દભુત ક્ષમતા હોય છે જે તેને એક સફળ ધંધાદારી બનાવે છે. આવો જાણીએ ક્યા મહિનામાં જન્મેલા લોકો ધંધામાં સફળ ધંધાદારી હોય છે.
ડીસેમ્બર :
જે ધંધાદારીઓનો જન્મ ડિસેમ્બરમાં થયો છે તેના વિચાર બીજાથી અલગ હોય છે, અને તેને જોખમ લેવાનું ગમે છે. જણાવી દઈએ કે ડીસેમ્બર મહિનામાં રતન ટાટા અને ધીરુભાઈ અંબાણી જેવા સફળ ધંધાદારીઓનો જન્મ થયો છે. રતન ટાટા અને ધીરુભાઈ અંબાણીનો જન્મ દિવસ એક જ દિવસે એટલે ૨૮ ડીસેમ્બરના રોજ આવે છે.
એપ્રિલ :
એપ્રિલમાં જન્મેલા લોકો પણ સફળ ધંધાદારી હોય છે. જે લોકો એપ્રિલમાં જન્મ લે છે, તેમની રાશી મેષ અને વૃષભ હોય છે. અંક નિષ્ણાંત સંજય જુમાનીના જણાવ્યા મુજબ જે લોકોના જન્મ એપ્રિલમાં થયા છે, તે ઘણી મહેનત કરીને પોતાનો ધંધો આગળ વધારે છે. તે લોકો ઘણા મહેનતુ હોય છે, અને મહેનતના બળ ઉપર સફળ બને છે. એપ્રિલ મહિનામાં બે ઘણા સફળ ધંધાદારીઓનો જન્મ દિવસ આવે છે. જણાવી આપીએ કે ૧૯ એપ્રિલના રોજ મુકેશ અંબાણી અને ૩ એપ્રિલના રોજ આડી ગોદરેજનો જન્મ દિવસ આવે છે.
જુન :
જુનમાં જન્મેલા લોકોમાં પણ સફળ ધંધાદારી બનવાના ગુણ હોય છે. જે લોકો જુનમાં જન્મે છે તેમના વિચાર એકદમ અલગ હોય છે. દરેક વાત ઉપર તેમની અલગ દ્રષ્ટિ હોય છે અને તે ધંધામાં જોખમ લેવાથી પણ નથી અચકાતા. જણાવી દઈએ જુનમાં ઘણા બધા ધંધાદારીઓએ જન્મ લીધો છે, જેમાંથી પ્રમુખ કુમાર મંગલમ બિરલા, લક્ષ્મી મિત્તલ, ગૌતમ અદાની, એલન મસ્ક છે. કુમાર મંગલમ બિરલાનો જન્મ ૧૪ જુન, લક્ષ્મી મિત્તલનો ૧૫ જુન, ગૌતમ અદાનીનો ૨૪ જુન અને એલન મસ્કનો ૨૮ જુનના રોજ બર્થડે આવે છે.
જુલાઈ :
જે લોકોનો જન્મ જુલાઈ મહિનામાં થાય છે, તે પણ ઘણા સફળ ધંધાદારી બને છે. તે લોકો જીવન ખુલીને જીવવામાં વિશ્વાસ ધરાવે છે. આ લોકોમાં વધુ મૌલીકતા હોય છે. તે લોકો દેખાડો કરવામાં વિશ્વાસ નથી રાખતા. તે જેવા છે તેવા જ દુનિયા સામે રહે છે. જુલાઈ મહિનામાં જન્મ લેવા વાળા સફળ ધંધાદારી છે. જેમ કે અજીમ પ્રેમજી અને શિવ નાડર. અજીમ પ્રેમજીનો જન્મ ૨૪ જુલાઈ અને શિવ નાડરનો ૧૪ જુલાઈના રોજ થયો હતો.
ઓક્ટોમ્બર :
છેલ્લે આવે છે ઓક્ટોમ્બર મહિનો. ઓક્ટોમ્બર મહિનામાં જન્મેલા લોકો પણ સફળ ધંધાદારી બને છે. ખાસ કરીને જે લોકોનો જન્મ ઓક્ટોમ્બરમાં થાય છે તે બીજા મહિનાઓમાં જન્મેલા લોકોની સરખામણીમાં વધુ સફળ હોય છે. ધંધાની દુનિયામાં આ લોકોની સંખ્યા વધુ છે. જણાવી દઈએ કે ઓક્ટોમ્બર મહિનામાં બીલ ગેટ્સ, દિલીપ સાંધવી અને સુનીલ ભારતી મિત્તલ જેવા ધંધાદારીઓનો જન્મ થયો છે. બીલ ગેટ્સનો જન્મદિવસ ૨૮ ઓક્ટોમ્બર, દિલીપ સાંઘવીનો ૧ ઓક્ટોમ્બર અને સુનીલ ભારતી મિત્તલનો ૨૩ ઓક્ટોમ્બરના રોજ આવે છે.