99% લોકો જાણતા નથી AC થી થનારા આ નુકશાન, સાવચેત થઇ જજો નહીંતર પડશે મોંઘુ

કેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ દિવસોમાં ગરમીની શરૂઆત થઇ ગઈ છે, અને ઠંડીનો અંત થઇ ગયો છે. તેવામાં હવે ઠંડા ડ્રીન્કસ, જ્યુસ અને કેરીની સીઝન આવી ગઈ છે. ખાવા પીવામાં જોવામાં આવે તો ગરમી ઘણી ઉત્તમ માનવામાં આવે છે. પણ ગરમીનો પરસેવો અને ખંજવાળથી લગભગ દરેક દુ:ખી થઇ જાય છે. તેવામાં લોકો ઘરમાં પોતાની બેચેની દુર કરવા માટે કુલર, એયર કંડીશનરનો ઉપયોગ કરે છે.

આજના સમયમાં એસી લોકોની પહેલી પસંદ બની ગયું છે. તે ગરમીમાં પણ આપણા રૂમમાં આપણને ઠંડી જેવો અનુભવ પૂરો પાડે છે. પરંતુ શું તમે જાણો છો કે જે એસીને તમે ગરમીમાં ઘણું પસંદ કરો છો, તે તમારા માટે જીવલેણ સિદ્ધ થઇ શકે છે? જી હા, એયર કંડીશનર આપણા માટે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. ત્યાં સુધી કે ઘણી બધી બીમારીઓ એવી છે, જે એસી રૂમમાં રહેવાને કારણે જ થાય છે. આવો જાણીએ એયર કંડીશનર રૂમમાં રહેવાથી થતી બીમારીઓ વિષે.

સાંધાનો દુ:ખાવો :

જે લોકો આખો દિવસ ગરમીથી બચવા માટે ઘરમાં ઓછું તાપમાન જાળવી રાખવા માટે એસીનો ઉપયોગ કરે છે. તે સૌને ગોઠણની સમસ્યા રહેવી સામાન્ય વાત છે. ખાસ કરીને એયર કંડીશનર સાંધાના દુ:ખાવાની સાથે સાથે સાંધા જકડાઈ જવાની સમસ્યા પણ ઉભી કરે છે, અને શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી કરી દે છે. તેવામાં આપણે સમય પહેલા જ પોતાને ઘરડા અને નબળા અનુભવવા લાગીએ છીએ.

ઈમ્યુન સીસ્ટમ ખરાબ થવી :

એસી રૂમમાં રહેવાને કારણે શરીરની ઈમ્યુન સીસ્ટમ નબળી પડવા લાગે છે, અને તેમાં સ્થિતિ નબળી હોવાથી આપણી અંદર બીમારીઓ સામે લડવાની ક્ષમતા દુર થઇ જાય છે. તેવામાં એસીનો ઉપયોગ પોતાની રીતે મૃત્યુને આમંત્રણ આપે છે.

મોટાપો વધારે છે :

તમને એ જાણીને નવાઈ થશે કે તમારા રૂમમાં એયર કંડીશનરના ઉપયોગથી ન માત્ર તમે બીમારીઓને આમંત્રણ આપો છો, પણ તમારું વજન પણ વધવા લાગે છે. ખાસ કરીને ઠંડી જગ્યા ઉપર રહેવાથી આપણા શરીરની એનર્જી ઓછા પ્રમાણમાં વપરાય છે, જેને કારણે પેટમાં ચરબી વધવા લાગે છે. તે વધેલી ચરબી તમને પહેલા કરતા ઘણા જ વધુ વજનવાળા બનાવી શકે છે.

ઇન્ફેકશનનું જોખમ :

એયર કંડીશનર રૂમમાં રહેવાના ઘણા બધા નુકશાન છે. તે નુકશાનો માંથી એક નુકશાન ઇન્ફેકશનનું પણ છે. સાયન્સ દ્વારા કરવામાં આવેલા રીસર્ચ અનુસાર, જો કોઈ વ્યક્તિ ૪ કે તેનાથી વધુ કલાક સુધી એયર કંડીશન વાળા રૂમમાં રહે છે, તો તેમનામાં સાયનસ ઇન્ફેકશન થવાની શક્યતા બમણી થઇ જાય છે. અને ઘણા સમય સુધી ઠંડા રહેવાથી આપણા શરીરની માંસપેશીઓ કડક થઇ જાય છે, અને આપણને નબળા બનાવી દે છે.

થાકનો અનુભવ કરવો :

રૂમમાં સતત એસીનો ઉપયોગ કરવાથી તમને દિવસ આખો થાક જળવાઈ રહેવાની સમસ્યા થઇ શકે છે. કેમ કે વધુ સમય સુધી એસી રૂમમાં બેસવાથી ફ્રેશ એર સર્ક્યુલેત નથી થઇ શકતી, અને ક્યારે ક્યારે એયર કંડીશનરનું તાપમાન વધુ ઓછુ કરવાથી આપણને માથાનો દુ:ખાવો, ચીડિયાપણું વગેરેનો અનુભવ થવા લાગે છે. રૂમમાં એસીના વધુ ઉપયોગથી આપણા મગજ ઉપર પણ ઊંડી અસર પડે છે.

ખાસ કરીને આમ કરવાથી આપણા મગજની કોશિકાઓ સંકુચિત થવા લાગે છે, જેથી મગજની ક્ષમતા અને ક્રિયાશીલતા ધીમે ધીમે ઓછી થઇ જાય છે. તેવામાં પીડિત વ્યક્તિને સતત ચક્કર આવવાની સમસ્યા જળવાઈ રહે છે.