પ્રાણીઓ પણ માણસોની જેમ લડે છે, કાંગારુંઓની લડાઈ જોવા લોકો ઓસ્ટ્રેલિયા જાય છે, જુઓ વિડીયો.

કાંગારું જે પોતાની પૂછડી પર ઉભો રહીને લડાઈ કરે છે, તેને જોવા માટે લોકોએ જવું પડે છે ઓસ્ટ્રેલિયા.

કહેવાય છે કે માણસો એકબીજા સાથે વધારે લડાઈ કરતા રહે છે, અને બીજી તરફ પ્રાણીઓ એક-બીજા સાથે હળીમળીને રહે છે. પણ એવું નથી. પ્રાણીઓ પણ એકબીજા સાથે લડાઈ કરે છે. જેવી રીતે પ્રાણીઓના મસ્તી ભર્યા વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જોવામાં આવે છે, તેવી જ રીતે તેમની લડાઈના વિડીયો પણ લોકો ખુબ પસંદ કરે છે.

સોશિયલ મીડિયા પર મોટાભાગે હાથીના ક્યૂટ વિડીયો ખૂબ જોવામાં આવે છે, અને લડાઈની વાત કરીએ તો સિંહ, વાઘ વગેરે પ્રાણીઓના વિડીયો લોકો ખૂબ જોવે છે. પણ આજે અમે તમને બે કંગારુઓનો વિડીયો દેખાડવા જઈ રહ્યા છીએ.

એવો જ એક વિડીયો હમણાં સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે, જેમાં બે કાંગારું એક બીજા સાથે લડાઈ કરતાં દેખાઈ રહ્યા છે. પરતું આ વિડિયોમાં ખાસ વાત એ છે કે, કાંગારું પોતાની પુંછડી પર ઊભા થઈને લડાઈ કરતાં રહે છે. વિડિયોમાં જોઈએ તો બંને કાંગારું પોતાના હાથ કરતાં વધારે પગ અને પૂંછનો ઉપયોગ કરતાં દેખાઈ રહ્યા છે. લોકો દ્વારા આ વિડીયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો ન ફક્ત વિડીયોને શેયર કરી રહ્યા છે પણ પોતાની પ્રતિક્રિયા આપતા કમેન્ટ પણ કરી રહ્યા છે.

કહેવામાં આવે છે કે, કાંગારુંઓની આ સ્પેશિયલ ફાઇટ જોવા માટે લોકો ઓસ્ટ્રેલિયા જાય છે. પરંતુ તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા હમણાં જ જોઈ શકો છો કાંગારુંઓનો પૂંછડી પર ઉભા રહીને લડાઈ કરવાનો આ વિડીયો.

જુઓ વિડીયો :