ગાયની મદદ કર્યા પછી થયું કંઈક એવું કે લોકોનું હાસ્ય છૂટી ગયું, જુઓ મજેદાર વિડીયો

ગાયની મદદ કરી રહ્યા હતા આ બે વ્યક્તિ, પણ મદદ કર્યા પછી ગાયે કર્યું એવું કે તમે પણ જોઈને ચકિત થઈ જશો. જો કોઈ વ્યક્તિ અથવા પ્રાણી કોઈ મુશ્કેલીમાં છે, તો તેની મદદ જરૂર કરવી જોઈએ. કદાચ તમે પણ ક્યારેકને ક્યારેક એવું કર્યું હશે.

પણ જરા વિચારો કે આ મદદનું પરિણામ ઊંધું પડી જાય તો? જી હા, એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો શેયર થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો એક ગાયની મદદ કરવા માટે આગળ આવે છે, પણ પછી કઈંક એવું થાય છે કે તે ગાય તેની મદદ કરવાવાળા લોકો પર જ હુ મલો કરી દે છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ગાયનું ગળું ઝાડની વચ્ચે ફસાઈ ગયું હતું. આ જોઈને બે લોકોથી રહેવાયુ નહિ અને તે ઝાડની વચ્ચેથી ગાયનું ગળું કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા. છેવટે તેમને સફળતા મળી જ ગઈ, પણ જેવું જ ગાયનું ગળું બહાર નીકળ્યું, તેણે પોતાના સીંગડા વડે તે બંને વ્યક્તિ પર હુ મલો કરી દીધો અને ત્યાંથી ભાગી ગઈ.

આ વિડીયો આઈએએસ અધિકારી અવનીષ શરણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે અને લખ્યું છે કે, જણાવો! ભલાઈનો જમાનો જ નથી રહ્યો. 13 ફેબ્રુઆરીએ શેયર થયેલા આ વિડીયોને અત્યાર સુધી 22 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે, અને પોસ્ટને 300 થી વધારે લોકોએ રીટ્વીટ કરી છે.

વિડીયોને જોઈને લોકોએ જાત-જાતની કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે, આને કહેવાય કે ‘આવ બળદ મને માર’. તેમજ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘કર્મ કરો ફળની ચિંતા ના કરો’.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું Action = Reaction. તો એક યુઝરે કમેન્ટ કરી કે ભલાઈ કરીને દરિયામાં ના ખ. તો એક યુઝરે લખ્યું કે, સાવધાન રહો, સતર્ક રહો આ ડાયલોગ સાવધાન ઇંડિયાવાળા ઘણી વાર બોલે છે, પણ આજે તેનું ઉદાહરણ જોઈ લીધું. અન્ય એક યુઝરે લખ્યું કે, તેનો ઈરાદો ખોટો ન હતો, તે જણાવવા માંગતી હતી કે, કામ તો થઈ ગયું તો હજી પણ શું કામ ઝૂલી રહ્યા છો, આવો ગળે મળીએ.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.