ક્યારેક કાળા રંગના કારણે લોકો ઉડાવતા હતા મજાક, હવે “સિમ્બા”માં રણવીર સિંહની સાથે દેખાયો આ એક્ટર

હાલના દિવસોમાં ફિલ્મ ‘સીંબા’ ની ધૂમ છે. ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન મુખ્ય પાત્રમાં છે અને તેમના કામની દરેક તરફથી પ્રશંસા થઇ રહી છે. ફિલ્મમાં સપોર્ટીંગ કાસ્ટમાં એક બીજા કલાકાર છે જેનું નામ સિદ્ધાર્થ જાધવ છે. અને તે હાલના દિવસોમાં પોતાના અભિનયને લઇને સમાચારોમાં રહેલા છે. સૌથી ખાસ વાત એ છે કે ફિલ્મમાં સિદ્ધાર્થ જાધવ એક પોલીસ ઓફિસરના રોલમાં છે, અને તેમનું હંમેશાથી જ એ સપનું હતું કે તે પોલીસમાં ભરતી થાય. તે વાતનો ખુલાસો સિદ્ધાર્થએ પોતાના એક ઈન્ટરવ્યુંમાં કર્યો હતો.

સિધાર્થએ ઘણા કોમેડી શો માં પણ ભાગ લીધો અને તે ઉપરાંત ઘણા ડાંસ રીયાલીટી શો નો પણ ભાગ રહ્યા છે. પરંતુ એક સમય હતો જયારે એક સમયમાં કાળા રંગને કારણે લોકો ઉડાવતા હતા એમની મજાક. આજે તે ફિલ્મોમાં પોતાના ખાસ અભિનયથી ઓળખવામાં આવે છે.

એક સમયમાં કાળા રંગને કારણે લોકો ઉડાવતા હતા મજાક :

સિદ્ધાર્થએ પોતાના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું, કે તે પોતાના ભાઈના સમજાવવાથી વર્ષ ૧૯૮૮ માં મુંબઈ પોલીસમાં ભરતી થવા આવ્યા હતા. પરંતુ થોડી એવી સ્થિતિ ઉભી થઇ કે એક કલાકાર બની ગયા. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સિદ્ધાર્થએ પોતાની કેરિયરની શરુઆતના સમયમાં કાળા રંગને લઇને ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. તેની અસર તેના અંગત જીવન ઉપર પણ પડી.

સિદ્ધાર્થએ પોતાના સ્ટ્રગલિંગ દિવસોની વાત જણાવતા થોડી વાતો શેર કરી. સિદ્ધાર્થએ તૃપ્તિ નામની એક છોકરીને રેલ્વે પ્લેટફોર્મ ઉપર પ્રપોઝ કર્યુ. પરંતુ તે સમયે તૃપ્તિએ તેને કાંઈ જ ન કહ્યું અને પોતાનો જવાબ પાંચ વર્ષ પછી હા માં આપ્યો. તૃપ્તિ ધંધાથી જર્નલીસ્ટ છે અને એની મુલાકાત એક પ્લેના ઓડીશન દરમિયાન થઇ હતી. તૃપ્તિને તે પ્રપોઝલ વિષે વિચારવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ જયારે હા કહ્યું તો બન્ને એ લગ્ન કરી લીધા અને હવે તેમની બે દીકરીઓ પણ છે.

૨૩ ઓક્ટોમ્બર, ૧૯૮૧ ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં જન્મેલા સિદ્ધાર્થ જાધવ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા પોતાના લુક્સને કારણે ઘણી વખત રીજેક્ટ થયા. ડાર્ક કોમ્પલેક્સ અને દાંત વચ્ચેના ગેપને કારણે જ સિદ્ધાર્થની ઘણી મજાક ઉડાવવામાં આવતી હતી. સિદ્ધાર્થએ જણાવ્યું, વર્ષ ૧૯૯૯ માં હું પહેલી વખત હિન્દી સીરીયલનું ઓડીશન આપવા ગયો, તો મને સ્પોટબોયની જેમ ટ્રીટ કરવામાં આવ્યો અને મને ત્યાં બેઠેલા લોકોને પાણી વહેચવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

એટલું જ નહિ તે લોકોએ કહ્યું કે જાવ અને ઓડીશનમાં બેઠેલા તમામ લોકોને જણાવો કે તમે એકટર બનવા માંગો છો. મને લાગ્યું આ મારા ઓડીશનનો ભાગ હશે, પરંતુ એવું ન હતું. તે લોકો મને જોઈને હસી રહ્યા હતા. તે મારા લુક્સ અને અવાજની મજાક ઉડાવતા હતા. મારું ઘણું અપમાન થયું અને આ ઘટના પછી હું આખી રાત રડતો રહ્યો.

સિદ્ધાર્થએ જણાવ્યું કે બાળપણથી જ લોકો તેના દાંત, અવાજ અને વાળની મજાક ઉડાવતા હતા. તેના માટે તે પોતાના માતા-પિતાને દોષ આપતા હતા. પરંતુ તે સમયે તેમના ભાઈએ તેને પ્રોત્સાહન આપ્યું અને ત્યારે તેમણે મરાઠી થીએથરમાં કામ કરવાનું શરુ કર્યુ, જ્યાં સિદ્ધાર્થનો આત્મવિશ્વાસ વધ્યો. ત્યાર પછી સિદ્ધાર્થને ઘણી મરાઠી સીરીયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. સિદ્ધાર્થ જાધવએ સોની ચેલનના કોમેડી સર્કસમાં પણ કામ કર્યુ અને ‘ગોલમાલ’ પછી ‘ગોલમાલ રીટર્નસ’ અને હવે ‘સીંબા’ માં સિદ્ધાર્થ જાધવએ પોતાનો જાદુ પાથર્યો છે.