આલિયાના પેટ ઉપર પડવા લાગી હતી લોકોની નજર, દરેક ફોટામાં દેખાશે અસર

આલિયા ભટ્ટ આ દિવસોમાં રણબીર કપૂર સાથે પોતાની ફિલ્મોને લઈને પણ ઘણી ચર્ચામાં છે. આલિયા દીપિકાના રીસેપ્શનમાં તો હાજર ન રહી શકી હતી.

આલિયાના એબ્સ ઉડાડી રહ્યા છે હોંશ :

ખાસ કરીને આલિયાના આ ડ્રેસમાં તેના એબ્સ જોવા મળી રહ્યા હતા, અને તેનું શરીર એથી પણ વધુ ફીટ દેખાઈ રહ્યું હતું. આલિયા પોતાના એબ્સ ઉપર ઘણું કામ કરી રહી છે, અને આલિયાની મહેનત સ્પષ્ટ રીતે જોવા મળી રહી હતી.

જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા આલિયાનું વજન ઘણું વધુ હતું, પરંતુ તેણે સારું એવું વજન ઘટાડી લીધું હતું. તેનું શરીર પહેલાથી ઘણું ટોન્ડ થઇ ગયું છે, અને તેના માટે તે જીમ અને એરોબીક્સમાં પોતે પરસેવો પણ વહાવી રહી છે. આમ તો આલિયા ઘણી નટખટ અને મસ્તીખોર માનવામાં આવે છે, પરંતુ શરીરને ટોન્ડ કરવા માટે તે પોતાના ખાવા પીવા ઉપર ઘણું કંટ્રોલ કરી રહી છે.

રણબીર સાથે જોવા મળી રહી છે આલિયા :

જણાવી દઈએ કે આલિયા પોતાના કેરિયરના ઘણા વિશેષ સ્થાન ઉપર છે. તેની ફિલ્મો ઘણો સારો બિઝનેસ કરી રહી છે. સાથે જ તેના રણબીર કપૂર સાથે અફેયરના સમાચાર પણ વધતા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રના સેટ ઉપર જ આલિયા અને રણબીરની મુલાકાત થઇ હતી, ત્યાર પછી ધીમે ધીમે તેમની મિત્રતા થવા લાગી અને પછી સોનમના લગ્નમાં બન્નેએ એક સાથે પોઝ આપીને લોકોને પોતાના સંબંધ તરફ આકર્ષિત કરી દીધા.

બીજી તરફ રણબીર પણ આ સંબંધને લઈને ઘણો ગંભીર જોવા મળી રહ્યો છે. એક વખત શુટિંગ દરમિયાન આલિયાને ઈજા થઇ ગઈ હતી, તો રણબીર તરત તેને ડોક્ટર પાસે લઇ ગયો. ત્યાર પછી પણ રણબીર અને આલિયા દરેક સ્થળે સાથે જ જોવા મળી રહ્યા છે. તે બન્ને પોતાના સંબંધને લઈને ખુલીને તો કાંઈ કહેતા નથી, પરંતુ મહેશ ભટ્ટએ તેના સંબંધ ઉપર હા કહી દીધી છે. તેમણે કહ્યું કે આ તેનું જીવન છે અને તેનું શું કરવું છે તે વાતનો નિર્ણય તે બન્ને ઉપર જ છોડી દેવો જોઈએ.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા રણબીરના જન્મ દિવસના સમયે સમાચાર આવ્યા હતા, કે બન્નેએ સગાઈ કરી લીધી છે અને જલ્દી લગ્ન કરવાના છે. આમ તો આલિયાએ થોડા દિવસો પછી સ્પષ્ટ કરી દીધું કે તે લગ્નના મુડમાં જરાપણ નથી અને હાલમાં તે પોતાના કેરિયર પર ધ્યાન આપવા માટે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.