તે જીવાત જેના કારણે હજારો લોકો એ કોબી ખાવાનું છોડી દીધું

કોબી માંથી નીકળતી જીવાતને ટેપવર્મ (tapeworm) એટલે ફીતાકૃમિ કહેવામાં આવે છે. તે આંતરડામાં ગયા પછી લોહીના પ્રવાહ સાથે શરીરના બીજા ભાગો અને મગજમાં પહોંચી શકે છે.તમે સાંભળ્યું હશે કે કોબીમાં જીવાત હોય છે, અને તે મગજમાં ઘુસી જાય છે. તે ડરથી હજારો કે તેથી પણ વધુ લોકો કોબી ખાવાનું છોડી ચુક્યા છે. તે જીવાત શું છે અને મગજમાં કેવી રીતે ઘુસી જાય છે. જાણો શરૂઆતથી.

કોબીને અંગ્રેજીમાં Cabbage અને ફુલાવરને cauliflower કહે છે. પરંતુ કોબી અને ફુલાવર એક જ જાતીના શાક માંથી બનેલા છે. કોબીમાં નીકળતી જીવાતને ટેપવર્મ (tapeworm) એટલે ફીતાકૃમિ કહેવામાં આવે છે.

આ જીવાત જેને ટેપવર્મ કહેવાય છે તે આંતરડામાં ગયા પછી લોહીના પ્રવાહ સાથે શરીરના બીજા ભાગો અને મગજમાં પહોચી શકે છે. તે ઘણા નાના હોય છે. આપણને નરી આંખોથી દેખાતા નથી. તે શાક ઉકાળવા અને સારી રીતે પકાવવાથી મરી શકે છે. તે જીવાત જાનવરના મળમાં મળી આવે છે.

ટેપવર્મ વરસાદના પાણી કે બીજા કોઈ કારણે જમીનમાં ઉતરે છે અને કાચા શાકભાજી દ્વારા ફરી આપણા સુધી પહોચે છે. પેટમાં ગયા પછી તે જીવાત સૌથી પહેલા આંતરડા, પછી લોહીના પ્રવાહ સાથે નસો દ્વારા મગજ સુધી પહોચે છે. તેના લાર્વા મગજને ગંભીર ઈજા કરે છે.

ટેપવર્મથી થતા ઇન્ફેકશન ટેનિએસીસ (taeniasis) કહેવાય છે. શરીરમાં ગયા પછી, આ જીવાત ઈંડા આપે છે. જેથી શરીરની અંદર ઈજા થવા લાગે છે. આ જીવાતની ત્રણ જાતીઓ (૧) ટીનીયા સેગીનાટા (૨) ટીનીયા સોલીઅમ અને (૩) ટીનીય એશિયાટિકા હોય છે. તે લીવરમાં પહોચીને તે શિસ્ટ બનાવે છે, જેથી પરું પડી જાય છે. તે આંખમાં પણ આવી શકે છે.

આ જીવાત આપણા પેટના ખોરાકને પોતાનું ભોજન બનાવે છે. જે વ્યક્તિના મગજમાં પહોંચે છે તેને હુમલા આવવા લાગે છે. શરુઆતમાં તેના કોઈ લક્ષણ નથી જોવા મળતા. પરંતુ માથાનો દુ:ખાવો, થાક, વિટામિન્સની કમી જેવા લક્ષણો જોવા મળે છે. મગજમાં ઈંડાનું પ્રેશર એટલી હદે વધે છે કે મગજ કામ કરવાનું બંધ કરી દે છે.

કહેવામાં આવે છે કે મગજમાં કોઈ બહારની વસ્તુ આવી જાય તો તેનાથી મગજનું અંદરનું સંતુલન બગડી જાય છે. એક ટેપવર્મની લંબાઈ ૩.૫ થી ૨૫ મીટર સુધી હોઈ શકે છે. તેનું આયુષ્ય ૩૦ વર્ષ સુધી હોય છે. આ જીવાતના ઈલાજ માટે તે દવાઓ આપવામાં આવે છે, જેનાથી તે મરી જાય. કે પછી સર્જરી પણ કરવામાં આવી શકે છે.

જીવાતથી બચવા માટે ડોક્ટર્સનું કહેવું છે કે જે વસ્તુમાં આ જીવાત મળી આવે છે, તે અધૂરું પાકેલું ખાવાથી ટેપવર્મ પેટમાં પહોંચે છે. ભારતમાં ટેપવર્મનો ફેલાવો સામાન્ય છે. અહિયાં લગભગ ૧૨ લાખ લોકો ન્યુરોસેસ્ટીસેરસોસીસથી પીડિત છે, તે મીર્ગી (એપીલેપ્સી) ના હુમલાના વિશેષ કારણો માંથી એક છે.

આ જીવાતની ૫ હજારથી વધુ પ્રજાતિઓ ગણાવવામાં આવે છે. ભારતમાં ટેપવર્મથી થતી તકલીફો ૨૦-૨૫ વર્ષ પહેલા સામે આવી. ત્યારે દેશના અલગ અલગ ભાગમાં લોકો માથામાં સખત દુ:ખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યા અને તેમને મીર્ગી જેવા હુમલા થઈ રહ્યા હતા.

હવે ઘણી બધી જગ્યાએ કોબીને બદલે લેટયુસ લીવ્સ ઉપયોગમાં લેવામાં આવે છે. આ જીવાતનો લાર્વા પાલક, માછલી, પોર્ક (ડુક્કરનું માંસ) કે બીફ (ઢોરનું માંસ) માં પણ મળી આવે છે. તે વસ્તુને પણ સારી રીતે પકવીને ખાવી જોઈએ. એશિયાઈ દેશોની સરખામણીમાં યુરોપીય દેશોમાં તેનો ભય ઘણો ઓછો જોવા મળે છે.