ઇલેક્ટ્રિક કારો વિષે હજુ પણ ઘણું ખોટું વિચારે છે લોકો, જે બિલકુલ સાચું નથી જાણી લો તમારી ગલતફેમીઓ દૂર કરો

આ અઠવાડિયે પુરા થયેલા ઓટો એક્સ્પો ૨૦૨૦ માં એકથી એક ચડીયાતી ઇલેક્ટ્રિક કારો દેખાડવામાં આવી. આ શરૂઆત છે, અને ભારતમાં દસ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં ઇલેક્ટ્રિક કારોને ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ કંપનીઓ કરી રહી છે. કાર મેકર્સ તો પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે, પરંતુ ભારતીય ડ્રાઈવર્સના મનમાં જે માન્યતાઓ છે તે ખોટી છે. આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

૧. ચાર્જ કરવું મુશ્કેલ હોય છે :

કંપનીઓ તેના ચાર્જરની વ્યવસ્થા કરવામાં લાગેલી છે. જેમ જેમ આ કારો વેચાશે, તેમ તેમ ચાર્જીંગ સ્ટેશન વધશે, થોડા જ વર્ષોમાં પેટ્રોલ પંપ જેવી સ્થિતિને પણ દુર કરી શકાશે. ઘર ઉપર પણ ચાર્જીંગ સ્ટેશન સરળતાથી તૈયાર કરી શકાય છે.

૨. વધુ ઝડપી નથી :

તે કારોને શૂન્યથી ૧૦૦ ની ઝડપ સુધી પહોંચવામાં હજુ થોડો સમય જરૂર લાગી રહ્યો છે, પરંતુ દુનિયાની સૌથી ઝડપી કાર, એક ઇલેક્ટ્રિક કાર જ છે જેનું નામ ‘પીનીનફરીના બતીસ્તા’ છે. આ બે સેકન્ડથી પણ ઓછા સમયમાં ૧૦૦ કી.મી.ની ઝડપ પકડી લે છે. ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે અને આ ઇલેક્ટ્રિક કારોની ઝડપને પણ વધારી રહી છે.

૩. એક ચાર્જ ઉપર ઓછી ચાલે છે :

સરેરાશ આ કારો એક ચાર્જ ઉપર ૨૫૦ થી ૪૦૦ કી.મી. સુધીની સફર સરળતાથી કરી રહી છે. અચાનક નક્કી થયેલી યાત્રાઓ અને શોર્ટ રેંજ ચાર્જીંગની સમસ્યા વધુ દિવસોની નથી, કેમ કે મેકર્સ આ રેંજને વધારવામાં લાગેલા છે. ટેસ્લાના થોડા મોડલ્સ તો ૫૦૦ કી.મી. સુધી સફર કરી રહ્યા છે.

૪. ઘણી મોંઘી છે :

ઇલેક્ટ્રિક કારોની કિંમત ઝડપથી ઓછી થઇ રહી છે. ભારતમાં તો તે ઘણી ઓછી કિંમત ઉપર પૂરી પાડવાના પ્રયાસ ઓટો એકસોમાં જ જોવા મળ્યા. દુનિયાભરમાં મોટાભાગે ઇલેક્ટ્રિક કારો ૨૨ લાખ રૂપિયાથી ઓછી કિંમતની છે. થોડા સમય પછી જ દાવો કરવામાં આવી શકે છે, કે ભારતમાં દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારોની વિશાળ રેંજ છે.

૫. વધુ સમયની મહેમાન નથી :

આ કારોથી કાર્બન ઉત્સર્જન ઘણું ઓછુ થઇ જશે. દરેક રીતે જ તેને પર્યાવરણનું ધ્યાન રાખવા વાળી બનાવવાના પ્રયાસ કંપનીઓ કરી રહી છે. હવે તો ‘ફિસ્કર ઓશન’ જેવી કાર પણ આવી ગઈ છે જે દરિયામાંથી પ્રાપ્ત થયેલ રીસાઈકલ્ડ પ્લાસ્ટિકમાંથી બનેલી છે, અને તેમાં કુલ લેંથ સોલર છાપરું પણ છે. બેટરી લાઈફને વધારવામાં પણ કંપનીઓ ઘણી આગળ નીકળી ગઈ છે.

આ પણ જાણો :

ધ ઈંટરનેશનલ એનર્જી એજેન્સીનું અનુમાન છે કે, ૨૦૩૦ સુધી દુનિયાભરમાં લગભગ ૧૨.૫ કરોડ ઇલેક્ટ્રિક કારો રોડ ઉપર હશે.

પોર્શ, લેક્સસ, બીએમડબ્લ્યુ જેવા મેકર્સ તેને સુંદર બનાવવામાં સૌથી આગળ છે.

ફોર્ડ અને જીએમ પાસે આશા રાખવામાં આવી રહી છે કે તે ટ્રક્સને પણ ઇલેક્ટ્રિક કરશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.