જે લોકો કહે છે કે પાલી ભાષા(ધમમ) માંથી સંસ્કૃત ભાષાનો ઉદ્દભવ થયો છે, તેમનું અધૂરું જ્ઞાન અહીં પૂરું થશે.

સ્વયં ઘોષિત બુદ્ધિજીવીઓ માટેની પોસ્ટ…

તો વાત એવી છે કે અમુક વર્ગ એમ કહે છે કે પાલી ભાષા એટલે કે તેઓની ધમમ ભાષામાંથી સંસ્કૃત ભાષાનો ઉદ્દભવ થયો છે.

તો એજ કથાકથીત વર્ગ એમ કહે છે કે… સમ્રાટ અશોકના શીલા લેખોમાં પાલી ભાષાનું વર્ણન છે. એટલે શિલાલેખો ધમમ ભાષામાં લખેલા છે.

તેઓની પાલી ભાષાના શિલાલેખોમાં માત્ર બુદ્ધના ઉપદેશોનું જ લેખિતમાં વર્ણન થયેલું છે.

તેમાં ક્યાંય સંસ્કૃત ભાષા લેખિત સ્વરૂપે નથી. અને બુદ્ધના સમયમાં બ્રાહ્મણો હતા જ નહિ.

અશોકના શીલા લેખોમાં ક્યાંય સનાતન દેવી દેવતાનું વર્ણન નથી, કોઈ ઋષિમુની અથવા બ્રાહ્મણનું નામ નથી.

તો તેઓનું એવું માનવું છે કે સંસ્કૃત ભાષા સાતમી સદી પછી અસ્તિત્વમાં છે. અને પાલી ભાષામાંથી સંસ્કૃત ઉદ્દભવી છે.

એમ એવું તો મેં થોડીક તપાસ કરી છે.

બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલા પુસ્તક “બુદ્ધ ઔર ઉનકા ધમમ” ભારતવર્ષના ઋષિ-મુનિ, વેદ, ઉપનિષદની વાત આવે છે. તો ચાલો સંક્ષિપ્તમાં સમજીએ.

1) મહામાયા જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે તેઓને સ્વપ્નમાં દેવી દેવતા દેખાય છે. અને તે દેવી દેવતાઓ તેને માનસરોવર લઈ જાય છે. ત્યાં એક સુમેધ નામના બોધિસ્તવ પ્રકટ થાય છે. અને કહે છે કે.. “મેને અપના જન્મ પૃથ્વી પર અંતિમ બાર ધારણ કરને કા નિશ્ચય કિયા હે, ક્યાં આપ મેરી માતા બન્ને કા સ્વીકાર કરોગી?”

મહામાયાએ કહ્યું, હા બડી પ્રસન્નતાસે…

આ સ્વપ્નના રહસ્યને સમજવા માટે શુદ્રોદને આઠ જેટલા બ્રાહ્મણોને બોલાવ્યા. તે બ્રાહ્મણો નામ છે. રામ, ધજ, લક્ખન, મંતી, કોણઞ્ઞ, સૂયામ, સુભોગ અને સૂદત.

પછી બ્રાહ્મણે કહ્યું, મહારાજ આપ ચિંતા મત કરો આપકે યહાં જો પુત્ર હોગા. યદી વહ જો ગૃહસ્થી મેં રહેગા તો ચક્રવર્તી રાજા હોગા ઔર યદી ગૃહ ત્યાગ કર સંન્યાસી હોગા તો વહ સંસાર કી ભ્રાન્તિ તથા અંધકાર કા નાશ કરને વાલા બુદ્ધ હોગા.

2) બુદ્ધ બાળપણમાં ગ્રામદેવી અભયા ના મંદિરે જતા. અને આઠ વરહની ઉંમર થતા તેઓને શિક્ષા આપવાનું કામ બ્રાહ્મણોએ કરીયું હતું.

3) બુદ્ધ 16 વર્ષના થયા. દણ્ડપાની નામના શાકય રાજાની પુત્રી યશોધરાનું સ્વયંવર હતું. તે સ્વયંમવરમાં સિદ્ધાર્થ અને યશોધરના લગ્ન થયા. (તો બુદ્ધના લગ્ન 16 વરહની ઉંમરમાં થયા હતા. તો બાળવીવાહ જેવું સમજી શકાય..

4) સ્વર્ગ અને મોક્ષના વિષયને સમજવા માટે સિદ્ધાર્થ ભૃગુ ઋષિના આશ્રમમાં ગયા હતા. (ભારતવર્ષના ઋષિ મુનિ પાસે જતા હતા બુદ્ધ.)

5) બુદ્ધ કપિલ મુનિ થી ઘણા બધા પ્રભાવિત હતા. (ભૃગુ ઋષિ અને કપિલ મુનિ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા.)

6) મગધ રાજા બિંબિસાર ને ધમમ દીક્ષા આપવી. (તો રાજા બિંબિસાર પેલા કયા ધર્મમાં માનતા હતા?)

7) બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું. ત્યારબાદ ગૌતમ બુદ્ધના શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યું. પછી બુદ્ધના શરીરની રાખ અને હાડકા માટે એટલે કે સાદી ભાષામાં અસ્થિઓ માટે બુદ્ધના શાન્તિ પ્રિય અને સહનશીલ શિષ્યો વચ્ચે અંદરો-અંદર એક મીઠો મધુર ઝઘડો ચાલુ થયો.

તેઓ કેતા કે મારે જોય છે… બુદ્ધની રાખ બુદ્ધના હાડકાં.

બીજા અન્ય દેશ પ્રદેશના શિષ્યો પણ કહેવા લાગ્યા કે ગૌતમ બુદ્ધની અસ્થિઓ પર માત્ર અમારો જ હક છે.

ત્યારે એક દ્રોણ નામના વિદ્વાન સમજાદર બ્રાહ્મણ આવે છે. અને જે શિષ્યો વચ્ચે બુદ્ધની અસ્થિ માટે લ ડાઈ કરી રહ્યા હતા તે લોકોને સમજાવે છે અને માંડ માંડ સમાધાન કરાવે છે.

8) દ્રોણે કહ્યું, ગૌતમ બુદ્ધની અસ્થિઓને આઠ ભાગમાં વહેંચી લ્યો, અને પછી દરેક જનપદ પર વિશાળ સ્તૂપ બનાવો કારણ કે દરેક જનપદમાં તે અસ્થિઓની પૂજા થઈ શકે. (તો એક બ્રાહ્મણના કહેવા થકી સ્તૂપ બનાવવાનું ચાલુ કરીયું એમ અને પછી બુદ્ધના અસ્થિઓની પૂજા ચાલુ થઈ. વાહ.)

તો હવે પ્રશ્નનો જવાબ ગોતી લ્યો જેમકે..

બુદ્ધના સમયમાં બ્રાહ્મણ હતા જ . તો એ વાત સાબિત કરે છે ત્યારે સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ હતું.

ભારતવર્ષમાં હાલમાં 122 જેટલી ભાષા બોલાય છે અને લખાય છે. તો શું? બુદ્ધના સમયમાં અખંડ ભારતવર્ષમાં માત્ર પાલી-ધમમ, પાકૃત, ભાષા બોલાતી હતી. ના ભઈ ના.

આ વાત અર્ધ અસત્ય છે. ત્યારે પણ ઘણી બધી ભાષા બોલતી અને લખતી હશે.

ઉદાહરણ તરીકે જો તમે ગૂગલ કરો કે “દુનિયાની સૌથી જૂની ભાષા” તો જવાબ આવશે. તમિલ ભાષા એ દુનિયાની સૌથી જૂની ભાષા છે. અને દ્રવિડ લોકોને તમિલ ભાષા શીખવનાર કોણ હતું.

તો એ હતા મહાદેવ શિવ. તેઓએ દ્રવિડ લોકોને તમિલ ભાષા શીખવી હતી. તેવું હું નથી કહેતો. એક વાર તમિલનાડુ જઇ આવો અને ત્યાંના લોકોને કહો તમારા પૂર્વજોને તમિલ ભાષા કોને શીખવી પછી સરસ જવાબ મળી જશે.

મને લાગે છે તમારે હજી એમ જ સમજવું હોય કે અશોકના શિલાલેખોમા માત્ર ધમમ ભાષા જ હતી અને સાતમી સદી પછી સંસ્કૃત ભાષા અસ્તિવમાં આવી. તો તો તમારે બાબા સાહેબનું આ પુસ્તક “બુદ્ધ ઓર ઉનકા ધમમ” વાંચવું જોઈએ ઘણું બધું જાણવા મળશે.

અને હા ભારત દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઈએ. તેવું કહેનાર બાબા સાહેબ આંબેડકર હતા. અને સંસ્કૃત ભાષા રાષ્ટ્રભાષા બંને તે માટે તેઓ ઘણા ભગીરથ પ્રયાસ કરેલા હતા.

આવજો. ભગવાન સવનું ભલું કરે.

સંકલન કર્તા… ભગીરથ બેડવા. વાંકાનેર.

નોંધ :- મારા લખાણમાં કંઈક ભૂલ હોય તો કેજો વ્યાકરણની કે જોડણીની.

– સાભાર ભગીરથ બેડવા.