પેપર વેચવા વાળો બની ગયો છે 8 રેસ્ટોરેન્ટનો માલિક, જાણો શું છે? કરોડપતિ બનવાનું રહસ્ય.

સપના દરેક માણસ જુવે છે. પરંતુ દરેક માણસ પોતાના સપના ને પુરા નથી કરી શકતા. તમે આજ સુધી ઘણા લોકો ને જોયા હશે. જો કે એક સામાન્ય નાગરિક માંથી આજે દેશ વિદેશમાં પ્રસિદ્ધ થઇ રહ્યા છે. ઉદાહરણ તરીકે આપના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની વાત કરી લઈએ. એક સામાન્ય ચા વેચી ઘરનું ગુજરાન ચલાવવા વાળા નરેન્દ્ર મોદીજી આજે આખા દેશનું શાસન ચલાવી રહ્યા છે.

એટલા માટે કોઈએ સાચું જ કહ્યું છે કે, પ્રયાસ કરવા વાળાની ક્યારે પણ હાર થતી નથી. જે કોઈ વ્યક્તિ સાચા મન અને ધગશથી મહેનત કરે છે, તે ક્યારે પણ જીવનમાં અસફળ નથી થતા. એવા જ એક વ્યક્તિ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જેણે બે બે રૂપિયામાં છાપું વેચવાનું શરુ કર્યું હતું, પરંતુ આજે તે કરોડોની સંપત્તિના માલિક છે.

આમ તો તમને આ સમાચાર ખોટા લાગી રહ્યા હશે પરંતુ આ ઘટના એકદમ સાચી ઘટના છે. આ કહાની ચેન્નઈના પલ્લવરમના એક ઘણા જ ગરીબ પરિવારમાં જન્મેલા આસિફ અહમદની છે. એક સમયમાં છાપું વેચી ને પોતાના ગરીબ પરિવાર નું પેટ ભરતા હતા. તેની પાસે તે સમયે એટલા પૈસા ન હતા કે ઘણી વખત તેને ભૂખ્યા જ સુવું પડતું હતું. પરંતુ આસિફ અહમદ એ ક્યારે પણ હાર ન માની અને હંમેશા આગળ વધવાનો વિચાર રાખ્યો. પૈસા કમાવા માટે છાપું વેચવાનું કામ છોડી ને આસિફ એ સેન્ડલ અને ચપ્પલ વગેરે વેચવાનું કામ શરુ કર્યું. શરૂઆત માં તેનો એ ધંધો ઘણો સારો ચાલતો રહ્યો.

પરંતુ પાછી નુકશાનીમાં જતો ગયો અને આવક ઓછી થતી ગઈ. એમ કરતા કરતા સમય પસાર થયો અને આસિફ એ એ કામ ને બંધ કરી દીધું અને પરિવાર નું પેટ ભરવા માટે લગ્ન સમારંભોમાં જઈને બિરીયાની બનાવવાનું કામ શરુ કરી દીધું. આ કામમાં તેને થોડી વધુ કમાણી થવા લાગી ગઈ ત્યાર પછી તે સપના પુરા કરવા માટે મુંબઈ તરફ નીકળી પડ્યો. મુંબઈ ને સપના ની નગરી કહેવામાં આવે છે. અહિયાં દરરોજ લોકો પોતાના નવા નવા સપના લઇ ને આવે છે પરંતુ ઘણા ઓછા લોકો જ પોતાના સપના ને પુરા કરવાની હિંમત ધરાવે છે.

આસિફ જયારે મુંબઈ આવ્યો હતો તો તેના ખિસ્સા માં માત્ર ૪ હજાર રૂપિયા જ હતા. પરંતુ તેણે પાછું વાળી ને જોવાનું ક્યારે પણ વિચાર્યું ન હતું અને તે રૂપિયા થી રોડ ઉપર ઠેલા લગાવીને બિરીયાની વેચવાનું શરુ કરી દીધું, તેની બિરીયાનીનો સ્વાદ મુંબઈના લોકોને પસંદ આવી ગયો અને ધીમે ધીમે તેની બિરિયાનીના ધંધામાં કમાણી વધવા લાગી ગઈ. જયારે આસિફને ધંધામાં ફાયદો દેખાયો તો તેણે એક બેંક માંથી લોન લઇ લીધી અને પોતાનો જ બિરીયાની નો આઉટલેટ ખોલી લીધો. ત્યાર પછી સતત તે સફળતા ના શિખરો સર કરવા લાગ્યો અને નસીબે પણ તેને સાથ આપ્યો કે આજે તેનો આ બિરીયાની ના ધંધા ને કારણે પોતાના ૮ રેસ્ટોરન્ટ છે અને કરોડો રૂપિયા ની સંપત્તિ છે. આસિફ અહમદ આજ ની યુવા પેઢી માટે એક ઉદાહરણ બની ને સામે આવ્યો છે. જે આપણેને સતત મહેનત કરી ને આગળ વધવા અને હિંમત ન હારવાની શીખ આપે છે.

ગમે તેવી પરિસ્થિતિમાં આપણે હાર માનવી ના જોઈએ. શું ખબર આપણને કોઈ બીજા પ્રયાસમાં અપણે ધારી હોય એના કરતા વધુ સફળતા મળી જાય. લાઇક અને શેયર કરજો. જય હિન્દ…