પેપ્સિકો ઇન્ડિયાએ બટાકા ઉગાડતા ત્રણ ખેડૂતો વિરુદ્ધ કોર્ટમાં કર્યો કેસ

અમેરિકી કંપની પેપ્સીકો એ કોર્ટમાં દાવો કર્યો છે કે ઉત્પાદન લેજ ચિપ્સ બનાવવા માટે બટેટાની આ જાત ઉગાડવાનો અધિકાર માત્ર તેમની પાસે છે. કોર્ટ એ ત્રણ ખેડૂતો ઉપર બટેટાની વિશેષ જાત ઉગાડવા માટે પ્રતિબંધ લગાવ્યો.

અમદાવાદ : ખાદ્ય અને પીવાના પદાર્થ બનાવતી અમેરિકી કંપની પેપ્સીકો ઇન્ડિયાએ ગુજરાતના ત્રણ ખેડૂતો વિરુદ્ધ બટેટાની એક ખાસ જાતીની ખેતી કરવાને લઇને ફરિયાદ નોંધાવી દીધી છે. આ કેસ ગયા અઠવાડિયાનો છે. કંપનીનો દાવો છે કે તે ખેડૂત ગેરકાયેસર બટેટાની આ જાત ઉગાડીને વેચી રહ્યા છે, જેને ઉગાડવા માટે કંપનીએ ખાસ અધિકાર પ્રાપ્ત કરી લીધા છે.

કંપનીનો દાવો છે કે તેનું ઉત્પાદન લેજ ચિપ્સ બનાવવા માટે આ ખાસ જાતના માત્ર તેમની પાસે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ મુજબ વ્યવસાયિક કોર્ટ પ્લાન્ટ વેરાયટી રજીસ્ટ્રીના છબીલભાઈ પટેલ, વિનોદ પટેલ અને હરી ભાઈ પટેલ નામના ખેડૂતોએ ૨૬ એપ્રિલ સુધી માટે બટેટાની આ જાતને ઉગાડવા અને વેચવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

કોર્ટે ત્રણ ખેડૂતો પાસેથી કંપનીના અધિકારોનું ઉલંઘન કરવાથી લઇને જવાબ પણ માંગ્યો છે. રીપોર્ટ મુજબ, કંપનીના આગ્રહને ધ્યાનમાં લઇને ન્યાયધીશ ત્યાગીએ અધિવક્તા પારસ સુખવાનીને કોર્ટ કમિશ્નર નિયુક્ત કરી વિવાદની તપાસ કરી રીપોર્ટ આપવાનું કહ્યું છે.

પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડીંગ્સ પ્રાઈવેટ લીમીટેડ એ કોર્ટને જણાવ્યું છે કે તેણે પોતાના લેજ બ્રાંડ માંથી ચિપ્સ બનાવવા માટે બટેટાની વિશેષ જાત એફએલ ૨૦૨૭ નું રજીસ્ટ્રેશન કરાવી રાખ્યું છે. આ જાત એફએલ ૧૮૬૭ અને વીસ્ચીપ જતીના બટેટાની સંકર જાતી છે.

કંપનીએ જણાવ્યું કે માન્ય અધિકાર અને ખેડૂત અધિકાર સંરક્ષણ અધિનિયમ હેઠળ આ બટેટાને એફએલ ૨૦૨૭ જાત ઉગાડવાનું કાયદેસર ઉત્પાદન છે.

રીપોર્ટ મુજબ ભારતમાં આ જાતના બટેટાનો ધંધાકીય ઉપયોગ ૨૦૦૯ માં શરુ થયો. આ જાતનો વેપાર ટ્રેડમાર્ક એફસી5 હેઠળ થાય છે. બાયબેક સીસ્ટમ હેઠળ આ જાતને ઉગાડવાનું લાયસન્સ પંજાબના અમુક ખેડૂતોને આપવામાં આવ્યું છે. ગુજરાતના થોડા ખેડૂતો દ્વારા લાયસન્સ વગર આ જાતના બટેટા ઉગાડવા વૈધાનિક અધિકારોનું ઉલંઘન છે.

પેપ્સીકો ઇન્ડિયાએ કોર્ટમાં એ પણ જણાવ્યું કે આ ખેડૂતો દ્વારા બટેટાની આ જાત ઉગાડવાની જાણ જાન્યુઆરીમાં થઇ. કંપનીએ કહ્યું કે તેમણે બટેટાના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર (આઈસીઆર) અને શિમલામાં આવેલા કેન્દ્રીય બટેટા અનુસંધાન સંસ્થાને મોકલ્યા હતા.

કંપનીના દાવા રીપોર્ટથી જાણવા મળ્યું છે કે તે ખેડૂત તેમના દ્વારા રજીસ્ટર કરાવવામાં આવેલા બટેટાની જાતની ખેતી કરી રહ્યા છે. કંપનીએ ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર અને કેન્દ્રીય બટેટા અનુસંધાન તરફથી આપવામાં આવેલા રીપોર્ટ પણ કોર્ટને સોંપી છે.

તેની ઉપર અનુસંધાને કહ્યું, જો ખેડૂતોને આ બટેટાની જાતને ઉગાડવાથી અટકાવવામાં નહિ આવે તો કંપનીને ભારે નુકશાન ઉપાડવું પડશે અને તે ન્યાયની હાર ગણાશે.

અહેવાલ મુજબ કોર્ટે, કોર્ટ કમિશ્નર નિયુક્ત કરી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા બટેટાના સેમ્પલને તપાસ માટે સરકારી પ્રયોગશાળા અને કેન્દ્રીય બટેટા અનુસંધાનને મોકલવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે જો કોર્ટ કમિશ્નર નીયુક્ર નહિ કરવામાં આવે તો પ્રતિવાદી બટેટાના જથ્થાનો નાશ કરી પુરાવાનો નાશ કરી શકે તેમ હતા.

કોર્ટે પોલીસ પાસે કોર્ટ કમિશ્નરની સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું છે, જો કે તપાસ પ્રક્રિયાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરાવાશે.

આ માહિતી ધ વાયર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.