ફોટોગ્રાફરના આ 30 ફોટામાં તમને યોગ્ય ટાઈમિંગ અને અદભુત વિચારનો નજારો જોવા મળશે.

આ જમાનો સોશિયલ મીડિયાનો છે. એવામાં આપણને રોજ કાંઈને કાંઈ એવું જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરી શકવો થોડું મુશ્કેલ થઇ જાય છે. કોઈ સાચા અથવા કોઈ ખોટા ફોટા આપણને ભ્રમિત કરી દે છે. અમુક ફોટા સાચા નહિ હોય પણ એને ફોટોશોપની મદદથી સાચા દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમારા માટે થોડા એવા ફોટા લઈને આવ્યા છીએ, જે સાચા છે અને એમાં કોઈ પણ પ્રકારનું ફોટોશોપ એડિટિંગ નથી કરવામાં આવ્યું. તો ચાલો તમને દેખાડીએ દુનિયાભરના એવા 30 ફોટા જેને જોઈને તમે ચકિત રહી જશો.

(1) સેંટ માર્ટિન (Sint Maarten) એયરપોર્ટનો રનવે જે સમુદ્ર કિનારાથી એકદમ નજીક છે. ત્યાં જઈએ તો બે ઘડી માટે તો જીવ અધ્ધર થઇ જાય.

(2) જાપાનના માઉંટ ફુજી પર વાદળોની ગોઠવણી. આ નજારો એકદમ રમણીય છે.

(3) પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનું ગુલાબી તળાવ. એકદમ ઓરિજિનલ ફોટો છે આ.

(4) ફ્રાંસમાં લવેન્ડરની ખેતીનો અદભુત નજારો. ત્યાં જાવ તો તમે ચારેય તરફ બસ ફૂલ જ ફૂલ દેખાય.

(5) તંજાનિયાનું એલ્કેલાઇન તળાવ, જ્યાં મર્યા પછી જાનવર પથ્થર જેવા બની ગયા.

(6) પોલેંડના પોમેરાનિયામાં આવેલું એક અત્યંત સુંદર તળાવ. ત્યાંથી પાછા આવવાનું મન જ નહિ થાય.

(7) મિત્રો આ કોઈ પેઇન્ટિંગ નથી પણ નામીબિયાના રણપ્રદેશનો ફોટો છે. ખરેખર અદભુત નજારો છે.

(8) વાદળોની વચ્ચે દુબઇ શહેરનો દિલ જીતવા વાળો નજારો. એક વાર તો દુબઇ ફરવા જવું જ પડશે.

(9) મોરક્કોમાં એક ઝાડ પર બકરીઓ ચડી ગઈ હતી. જેને ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરી લીધી.

(10) અમેરિકાના કોલોરાડોમાં વાવાઝોડાનું એક દ્રશ્ય. કુદરતનું એક રૌદ્ર સ્વરૂપ જોઈ લો.

(11) ચીનના ગાંસુ પ્રેદેશમાં ઇંદ્રધનુષના પહાડ. આ પણ કોઈ પેઇન્ટિંગ નહિ પણ સાચો ફોટો છે.

(12) નોર્વેમાં બનેલો શાનદાર પુલ જે વાદળોથી ઘેરાયેલો રહે છે. એની પરથી પસાર થવા પર હૃદયના ધબકારા ફૂલ સ્પીડ પકડી લે છે.

(13) ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચની ‘રેડ ટાઇડ’ ઘટનાનો નજારો.

(14) ગ્વાટેમાલામાં સિંકહોલ(ભુવો), આ ઘટનામાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા.

(15) ચીનના શંઘાઇ શહેરમાં ‘સ્કાઈબોકિંગ’ નો નજારો. કાચા હૃદય વાળા માટે આ વસ્તુ કામની નથી.

(16) ક્રિસ્ટલ ક્લિયર પાણીમાં ઘોડાને તરતા જોવાનો અંડરવોટર નજારો.

(17) મિત્રો આ ફોટોમાં તમારે તમારા મગજના ઘોડા દોડાવવા પડશે. કારણ કે આમાં ચાર ફોટાને ભેગા નથી કર્યા, પણ આ એક જ ફોટો છે. આ દ્રશ્ય કુશળ મગજની કમાલ છે. હજુ પણ સમજ ન પડી હોય તો હિંટ આપીએ છીએ. તમે સોફા જેવી ખુરશીને ધ્યાનથી જુઓ, અને નીચે જે ટેબલ મૂક્યું છે એને કેસરી અને વાદળી એમ બે રંગથી રંગવામાં આવ્યું છે. હવે તમને સમજાઈ જશે કે આ બધી વસ્તુને એવી રીતે ગોઠવી છે કે, સામેથી જોવા પર તે 4 અલગ ફોટા દેખાય, પણ હકીકતમાં તે એક જ છે.

(18) કાચબો જે જેલી ફીસ પર મુસાફરીની મજા લઇ રહ્યો છે.

(19) આ પણ કોઈ પેઇન્ટિંગ નહિ પણ એક કુશળ મેકઅપ આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલો મેકઅપ છે.

(20) ઓઆસીસ જે લીબિયામાં આવેલું છે. વિશાળ રણ પ્રદેશમાં આવેલો નાનકડો પાણીનો સ્ત્રોત. (Oasis in Libya)

(21) આ દુનિયાનું સૌથી વિશાળ વૃક્ષ છે.

(22) આ કેનોહેનું ‘બોટનિકલ ગાર્ડન’ છે. આની સરખામણી આપણે ત્યાંના બોટનિકલ ગાર્ડન સાથે કરવી નહિ.

(23) આ જવાળામુખીનો ઠંડો લાવા છે, જે એક નજરે શબના ઢગલા જેવો દેખાય છે.

(24) આ ફોટો નેધરલેંડના એક હોટલનો છે. હોટલનું આર્કિટેક્ચર ઘણું જ લોભામણું છે.

(25) દુનિયાની સૌથી મોટી પ્રજાતિનું ચામાચીડિયા.

(26) આખા રણ પ્રદેશમાં રહેલા માત્ર એક ઝાડનો ફોટો. જેને હટાવવાની જગ્યાએ ત્યાંની સરકારે એની બાજુ માંથી રોડ બનાવી દીધો. ખુબ સરસ કામ કર્યુ.

(27) સ્વિત્ઝરલેન્ડના હિલ સ્ટેશન અડેલબોડેનનો સંધ્યા સમયનો સુંદર નજારો.

(28) મેક્સિકોના ટુલમમાં આવેલું એક ડાઇવિંગ પ્લેસ. અહીં મરજીવિયાઓ ડૂબકી લગાવે છે.

(29) અબ્રાહમ તળાવમાં મિથેનના પરપોટા. ખરેખર અદભુત નજારો છે.

(30) સમુદ્રમાં આવતી લહેરનો એક અદભુત નજારો. ફોટો ગ્રાફરનું પરફેક્ટ ટાઈમિંગ.