મહિલાઓ ને Periods માં થતી સમસ્યાઓ નો ઘરેલું આયુર્વેદિક ઉપચાર, માતાઓ અને બહેનો જરૂર વાંચજો

મિત્રો માતાઓ – બહેનો ને માસિક ધર્મ (Periods) ને લગતી સમસ્યાઓ હોવું સામાન્ય વાત છે હમેશા માહવારીની અનિયમિતતા થઇ જાય છે, એટલે કે ઘણી વાર રક્તસ્ત્રાવ ખુબ વધુ થઈ જાય છે અને ઘણી વાર શું થાય છે બિલકુલ થતું જ નથી. અને ક્યારે ક્યારે તો એવું થાય છે 2-૩ દિવસ થવું જોઈએ પણ એક દિવસ જ થાય છે, અને ઘણીવાર 15 દિવસમાં ફરી વાર આવે છે. અને ઘણી વાર બે મહિના સુધી નથી આવતું.

તો મિત્રો માસિક ધર્મ ચક્રની અનિયમિતતા ની જેટલી બધી સમસ્યાઓ છે તેની આપડા આયુર્વેદમાં ખુબ જ સારી અને લાભદાયક ઔષધી છે તે આસોપાલવ ના ઝાડ ના પાંદડાની ચટણી. હા એક વાત યાદ રાખો આસોપાલવ નું ઝાડ બે જાતના છે એક તો સીધું છે બિલકુલ લાંબુ મોટા ભાગે લોકો તેને જ આસોપાલવ સમજે છે, પણ તે નથી એક બીજું હોય છે પૂરું ગોળ હોય છે અને ફેલાયેલું હોય છે તે સાચું આસોપાલવ નું ઝાડ છે જેના છાયામાં માતા સીતા રહ્યા હતા.

તો આ સાચા આસોપાલવ ના 5-6 પાંદડા તોડીને તેને વાટીને ચટણી બનાવો હવે તેને એકથી બે ગ્લાસ પાણીમાં થોડીવાર સુધી ઉકાળો. એટલું ઉકાળો કે પાણી અડધાથી પોણો ગ્લાસ રહે. પછી તેને બિલકુલ ઠંડો થવા માટે મૂકી દો અને પછી તેને ગાળ્યા વગર પીવો. સૌથી સારું છે સવારે ખાલી પેટ પીવું. કેટલા દિવસ પીવું?? 30 દિવસ સતત પીવું તેનાથી માસિક ધર્મ (Periods) ને લગતી બધી બીમારીઓ ઠીક થઇ જાય છે. તે સૌથી વધુ એકલી ખુબ જ લાભદાયક દવા છે. જેનાથી નુકશાન કોઈ જ નથી. અને જો કોઈ માતા બહેનો ને ૩૦ દિવસ લેવાથી થોડો આરામ જ મળે છે વધુ ન મળે તો તે અને આગળના ૩૦ દિવસ સુધી લઇ શકો છો આમ તો માત્રા ૩૦ દિવસ લેવાથી જ સમસ્યા દુર થઇ જાય છે.

તો મિત્રો આ તો થઇ માહવારીમાં અનિયમિતતા ની વાત. હવે વાત કરીએ પીરીયડ દરમિયાન થનાર દુઃખાવાની. ઘણી વાર માતાઓ બહેનોને આવા સમયમાં ખુબ વધારે શરીરમાં જુદી જુદી જગ્યાએ દુઃખાવો થાય છે ઘણીવાર કમરનો દુઃખાવો થવો, માથું દુખવું, પેટનો દુઃખાવો, પીઠમાં દુઃખાવો થવો, જાંઘમાં દુઃખાવો થવો, સ્તનમાં દુઃખાવો, ચક્કર આવવા, ઊંઘ ન આવવી, બેચેની રહેવી વગેરે તો એવામાં તેજ પેઇન કીલર લેવાથી બચીએ કેમ કે તેનાથી ખુબ વધુ સાઈડ ઇફેકટ થાય છે, એક બીમારી ઠીક કરશે 10 સાથે ઉભી થશે અને ઘણી પેઇન કીલર તો વિદેશોમાં 20 વર્ષથી દુખાવો છે જે ભારતમાં વેચાય છે.

તો આયુર્વેદમાં પણ આવી જાતના દર્દોની તાત્કાલિક દવાઓ છે જેની કોઈ સાઈડ ઇફેકટ નથી. તો પીરીયડ દરમિયાન થતા દુખાવાની સૌથી સારી દવા છે ગાયનું ઘી, એટલે કે દેશી ગાયનું ઘી એક ચમચી દેશી ગાયનું ઘી ને એક ગ્લાસ ગરમ પાણીમાં નાખીને પીવો. પહેલા એક ગ્લાસ પાણી ખુબ ગરમ કરવું જેવી રીતે ચા ગરમ કરીએ છીએ બિલકુલ ઉકળતું. પછી તેમાં એક ચમચી દેશી ગાયનું ઘી નાખીને પછી ઠંડુ કરીને પીવું, ચા ની જેમ જ બિલકુલ સીપ સીપ કરીને પીવું. મમળાવી મમળાવી ને પીવાનું છે. તાત્કાલિક એકદમ તમને આરામ મળશે અને સતત 4-5 દિવસ જેટલા દિવસ પીરીયડ રહે છે પીવાનું છે તેનાથી વધુ દિવસો નથી પીવાનું. તે પીરીયડ દરમિયાન થતા દરેક પ્રકારના દર્દો માટે instant relief આપે છે સામાન્ય રીતે થતા દર્દો માટે જુદી દવા છે.

એક વાત જરૂર યાદ રાખો કે ઘી દેશી ગાયનું જ હોવું જોઈએ, વિદેશી જર્સી, હોલેસ્ટીયન, ફિરીજિયન ભેસનું નહિ. દેશી ગાયની ઓળખ છે કે તેની પીઠ ઉપર ગોળ જેવું મોટું એવું ઉપસેલો ભાગ હોય છે. પ્રયત્ન કરો કે આસ પાસ તપાસ કરો દેશી ગાયની. તેનું દૂધ લઈને જાતે જ ઘી બનાવવું. બજારમાં મળતા કંપનીઓના ઘી ઉપર વિશ્વાસ ન કરો. કે ભારતની સૌથી મોટી ગૌશાળા જેનું નામ પથમેડા ગૌશાળા છે જે રાજસ્થાનમાં છે અહિયાં બે લાખથી વધુ દેશી ગાય છે તેનું ઘી ખરીદી લો તે સંપૂર્ણ દેશી ગાયના દૂધમાંથી બનેલું છે. ઘણા મોટા શહેરોમાં મળી રહે છે.

અને છેલ્લે જ્યાં સુધી તમને જીવનમાં તમને માસિક ધર્મ રહે છે તમે નિયમિત રીતે ચૂનો ખાવાનું રાખો. ચૂનો કેવો? ભીનો ચૂનો, જે પાન વાળાની પાસે મળે છે કેટલો લેવાનો છે? ઘઉંના દાણા જેટલો. કેવી રીતે લેવો ? સારું છે કે સવારે સવારે ખાલી પેટે લઈને કામ પૂરું કરો અડધા થી અડધો ગ્લાસ પાણી હળવું ગરમ કરો ઘઉંના દાણા બરોબર ચૂનો નાખો ચમચીથી હલાવીને પી જાવ. તે ઉપરાંત દહીંમાં, જ્યુસમાં પણ લઇ શકો છો બસ એક વાત ધ્યાનમાં રાખો ક્યારેય તમને પથરી ની તકલીફ થઇ હોય તો ચૂનાનું સેવન ન કરવો. ચૂનો ખુબ જ સારો છે ખુબ જ વધુ લાભદાયક છે. તે ઉપરાંત તમે જંક ફૂડ ખાવાથી બચો, નિયમિત કસરત કરો, યોગ કરો.

વિડીયો