બનારસની ગલીઓમાં લાગી રહ્યા છે વિચિત્ર પોસ્ટર, પોપટની શોધખોળ માં લાગી પોલીસ

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે, ઘણા લોકોને પશુ પંખી સાથે ઘણો પ્રેમ હોય છે, અને તેને પાળતા પણ હોય છે. તેઓ એમને ઘરમાં પોતાના ઘરના સભ્યની જેમ જ રાખતા હોય છે, અને તેને કોઈ તકલીફ પડે તો આખું કુટુંબ દુઃખી થઇ જતું હોય છે. આવી જ એક ઘટના હાલમાં સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ રહી છે.

પાળેલા પોપટ માટે એક કુટુંબ એટલું બેચેન થઇ ગયું કે, તેને ગુમાવવા ઉપર કુટુંબ પોલીસ સ્ટેશન પહોંચી ગયું અને પોલીસને પોપટ શોધવાની માંગણી કરવા લાગ્યા. એટલું જ નહિ, પોતાના પાળેલા પોપટને શોધવા માટે તેમણે ગલી ગલીમાં પોસ્ટર લગાવી દીધા છે, જેમાં તેમના પોપટને શોધવા વાળાને ૫૧૦૦ રૂપિયા આપવાનું જણાવવામાં આવ્યું છે. નવાઈ પમાડે તેવી આ ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીની છે.

વારાણસીનું એક કુટુંબ એવું પણ છે જે પોતાના પાળેલા પોપટ માટે દુઃખી છે. શહેરના જેતપુરા વિસ્તારના દારાનગરમાં રહેતા એક શિક્ષક અરવિંદ કુમારનું કુટુંબ વારાણસીની ગલીઓમાં ફરીને લોકોને પોતાના પોપટ મીટુ વિષે પૂછી રહ્યા છે.

ખાસ કરીને, શુક્રવારના રોજ તેમનો દોઢ વર્ષનો પોપટ મીટુ ઘરેથી ક્યાંક ઉડીને જતો રહ્યો. ત્યારથી પાંચ સભ્યોનું આ કુટુંબ પોતાના પોપટના ગુમથવાથી દુઃખી થઇ ગયા છે. ત્યાં સુધી કે ખાવા પીવાનું પણ ગળે ઉતરી રહ્યું નથી. તેમણે પોપટને શોધવા માટે પોલીસ પાસે પણ મદદ માગી છે. એટલું જ નહિ પરિવારના બાળકોએ સોશિયલ મીડિયા ઉપર મીટુનો ફોટો નાખીને પણ તેને શોધવામાં લાગી ગયા છે.

આ પરિવાર ઘરમાં અને બહાર પોતાના પોપટ મીટુની યાદમાં અને તેને શોધવામાં જ મોટા ભાગનો સમય પસાર કરી રહ્યા છે. આ પરિવારના લોકો જણાવે છે કે, તેમનો મીટુ ઘરના સભ્યની જેમ જ તેમની સાથે રહેતો હતો. સાથે જ સુવું, ઉઠવું, ખાવું અને પીવું, મીટુ આખો દિવસ કુટુંબ સાથે જ રહેતો હતો. પોપટ પીંજરામાં ન રહીને ખુલ્લો જ ફરતો રહેતો હતો. મીટુના ગુમ થયા પછી આખા ઘરમાં શોકનું વાતાવરણ ઉભું થયું છે. આખું ઘર શોકમાં ડૂબેલું છે.

પાળેલા પશુ પક્ષી પ્રત્યે આટલો બધો પ્રેમ જોઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ પરિવારની પ્રશંસા કરી રહ્યા છે. અને પ્રાર્થના કરી રહ્યા છે કે તેમને તેમનો પાળેલો પોપટ મળી જાય.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.