શાસ્ત્રોમાં જણાવ્યું છે, કયા કારણોસર વ્યક્તિના ધનનો થાય છે નાશ, દેવી લક્ષ્મી પણ છોડે છે તેનો સાથ.

તમારી આ આદતોને કારણે દેવી લક્ષ્મી છોડે છે તમારો સાથ, ધનનો પણ થઈ જાય છે નાશ, શાસ્ત્રોમાં જણાવી છે આ વાત. જો તમને કોઈ એ પ્રશ્ન પૂછે કે તમને તમારા જીવનમાં કઈ વસ્તુ મેળવવાની ઈચ્છા છે? તો મોટાભાગના લોકોનો એક જ જવાબ હશે કે તેને તેના જીવનમાં આનંદ, ધન, દોલત, સુખ-શાંતિની તમામ સુખ-સુવિધાઓ જોઈએ. આમ તો જોવામાં આવે, તો તે તમામ વસ્તુ માણસની પહેલી પ્રાથમિકતા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારે પણ પૈસાની ઉણપ ના રહે. કુટુંબના બધા લોકો પોતાનું જીવન સારી રીતે આરામથી પસાર કરે. શાસ્ત્રો મુજબ આ પ્રકારના સુખ અને વૈભવ આપવા વાળા માતા લક્ષ્મીજી છે.

જો તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો કાયમી રીતે વાસ હોય છે, તો તમારે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની ઉણપ નહિ રહે. હંમેશા લક્ષ્મીજી તે ઘર પસંદ કરે છે, જ્યાં હંમેશા પવિત્રતા, ધર્મના રસ્તે ચાલવા વાળા લોકો અને સારી ટેવ વાળા લોકો હોય છે. આજે અમે તમને થોડી એવી ખરાબ ટેવો વિષે માહિતી આપવાના છીએ. જેનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. તે ખરાબ ટેવો ધરાવતા વ્યક્તિના ધનનો નાશ કરે છે. શાસ્ત્રો મુજબ તે ખરાબ ટેવોને કારણે જ વ્યક્તિનું પતન થઇ જાય છે.

daan apvu

શાસ્ત્રો મુજબ માણસની આ ટેવોને માનવામાં આવે છે ખરાબ :-

1) હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો દાન, ભોગ અને નાશના મહત્વ વિષે વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ પાસે તમામ પ્રકારની સુખ-સુવિધાઓ છે. વ્યક્તિ સુવિધાથી સંપન્ન છે પરંતુ તે જરૂરીયાત વાળા લોકોને મદદ માટે દાન નથી કરતા, તો તેવા લોકોનો થોડા સમય પછી ધનનો નાશ થઇ જાય છે.

2) શાસ્ત્રો મુજબ જે વ્યક્તિને પોતાના ધન ઉપર અભિમાન કરે છે, તેનુ ધન નાશ થઇ જાય છે. એટલા માટે તમે તમારા ધન ઉપર ભૂલથી પણ અભિમાન ન કરો.

3) શાસ્ત્રોમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુસ્સો માણસના ધનનો નાશ કરે છે. જો વ્યક્તિ વિપરીત પરિસ્થિતિઓમાં પોતાના ઉપરનો કંટ્રોલ ગુમાવી બેસે છે અને વધુ ગુસ્સો કરે છે, તો તેનાથી ધનનો નાશ થઇ જાય છે. ગુસ્સાને રાક્ષસોનો ગુણ માનવામાં આવે છે. ગુસ્સાને કારણે જ રાક્ષસો દેવો સામે હાર્યા છે. એટલા માટે તમે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખો.

krodh gusso

4) શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો દરેક માણસનો સૌથી મોટો દુશ્મન તેની આળસ હોય છે. જો વ્યક્તિ આળસુ છે, તો તેની પાસે ક્યારે પણ લક્ષ્મીજી નથી રહેતા. આળસુ સ્વભાવના વ્યક્તિ હંમેશા પોતાના કામ કરવાથી દુર ભાગે છે. આળસુ વ્યક્તિ દરેક કામ કાલ ઉપર ટાળતા રહે છે. આળસુ વ્યક્તિ પાસે જે ધન રહે છે. તેનો પણ નાશ થઇ જાય છે. માતા લક્ષ્મીજી હંમેશા કર્મ અને કર્તવ્યનિષ્ઠ લોકો ઉપર જ મહેરબાન રહે છે.

5) શાસ્ત્રોમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો વ્યક્તિને ધનની ઈચ્છા છે, તો તેણે ક્યારે પણ દિવસે સુવું ન જોઈએ, કેમ કે જે વ્યક્તિ દિવસના સમયે સુવે છે, તેની પાસે ક્યારે પણ લક્ષ્મીજી નથી આવતા. એવા લોકોનું ધન ઘણું જલ્દી નાશ થઇ જાય છે.

6) કામ ભાવ રાખવા વાળા વ્યક્તિ પાસે ક્યારે પણ લક્ષ્મીજી નથી રહેતા. જો તમે પૌરાણીક કથાઓ મુજબ જુવો તો દેવરાજ ઇન્દ્રએ ઘણી વખત કામ ભાવને કારણે જ સત્તા ગુમાવી હતી. રાવણનો પણ નાશ તે કારણે જ થયો હતો. તે કારણે જ કામી વ્યક્તિનો હંમેશા નાશ જ થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.