આજકાલ લોકોનું જીવન એટલું વ્યસ્ત થઇ ગયું છે, તેઓ પોતાની ઉપર પણ ધ્યાન નથી આપી શકતા અને તે સૌથી મોટું કારણ છે શારીરિક તકલીફો નું. આપણે જોયું છે કે લોકો વ્યસ્ત હોવાને લીધે કે પછી જાણી જોઇને યુરીન (પેશાબ) રોકી રાખે છે. યુરીન રોકવું હેલ્થ માટે સૌથી ખતરનાક વસ્તુ છે. યુરીન રોકવાથી તમારામાં બ્લેન્ડર બેક્ટેરિયા વધુ વિકસિત થાય છે જેનાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સબંધી તકલીફો ઉભી થાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે યુરીન વધુ સમય સુધી રોકી રાખવાથી શું નુકશાન થાય છે.
થઇ શકે છે સંક્રમણ : યુરીન શરીરની સામાન્ય પ્રક્રિયા છે, જેને જેનો અહેસાસ થાય તેની એક થી બે મીનીટમાં જ નિકાલ કરી નાખવો જોઈએ. બ્લેન્ડરના ભરાવાથી નર્વસ સીસ્ટમ જાતે જ મગજને પેશાબ કરવાના સંકેત આપી દે છે. પરસેવાની જેમ યુરીનના માધ્યમથી શરીરના વધારાના તત્વ બહાર નીકળે છે. જો તે થોડી સમય પણ વધુ શરીરમાં રહે તો સંક્રમણ શરુ થઇ જાય છે.
યુરીન રોકવું છે ખતરનાક : ઘણા લોકો યુરીનને મીનીટો સુધી રોકીને રાખે છે. તમે યુરીન કેટલો સમય સુધી રોકીને રાખો છો તે યુરીનની બનવામાં પ્રમાણ ઉપર આધાર રાખે છે. તે સિવાય તે હાઈડ્રેશનની સ્થિતિ, તળેલા ખાદ્ય પદાર્થો અને બ્લેન્ડરની કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે. પણ યુરીનને હમેશા રોકીને રાખવા વાળા લોકો તે જાણવાની શક્તિને ગુમાવી દે છે. જેટલો વધુ સમય સુધી તમે યુરીનને રોકીને રાખશો, તમારું બ્લેન્ડર બેક્ટેરિયાને વધુ વિકસિત કરશે, જેનાથી ઘણી બધી સ્વાસ્થ્યની તકલીફ ઉભી થઇ શકે છે.
તેના કારણે થઇ શકે છે પથરી : યુરીનને એક કે બે કલાક રોકવાને કારણે મહિલાઓ અને કામકાજ વાળા યુવાનોમાં યુરીન સબંધી તકલીફો આવે છે. જેમાં શરૂઆતમાં બ્લેન્ડરમાં દુઃખાવો થાય છે. સાથે જ 8 થી 10 કલાક બેસીને કામ કરવાવાળા યુવાનોને યુરીન ત્યાગની જરૂર ત્યારે અનુભૂતિ થાય છે, જયારે તે કાર્ય કરવાની સ્થિતિ બદલે છે. જયારે તે દરમિયાન કીડનીથી યુરીનરી બ્લેન્ડરના પેશાબ એકઠો થતો રહે છે.
દર એક મીનીટમાં બે એમએલ યુરીન બ્લેન્ડરમાં પહોચે છે, જેને દર એક કે બે કલાક વચ્ચે ખાલી કરી દેવું જોઈએ. બ્લેન્ડર ખાલી કરવામાં ત્રણ થી ચાર મિનીટ ના અંતરે પેશાબ ફરી વાર કિડનીમાં પાછો જવા લાગે છે, આ સ્થિતિ વારંવાર થવાથી પથરીની શરૂઆત થઇ જાય છે. કેમ કે યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન પેશાબમાં યુરીયા અને એમીનો એસીડ જેવા ટોક્સિક તત્વ હોય છે.
મહિલાઓમાં થઇ જાય છે સંક્રમણ : ક્યારેય ફાસ્ટ આવેલ યુરીનને રોકવું ન જોઈએ, જયારે પણ યુરીન અનુભૂતિ થાય તો તરત ત્યાગ કરો નહી તો યુટીઆઈ થવાનો ભય વધી જાય છે. યુરીન રોકવાને લીધે સંક્રમણ ફેલાય છે. યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન એટલે કે મૂત્ર માર્ગમાં સંક્રમણ મહિલાઓને થનારી બીમારી છે, તેને યુટીઆઈ કહે છે. મૂત્ર માર્ગ સંક્રમણ જીવાણું જન્ય સંક્રમણ છે જેમાં મૂત્રમાર્ગના કોઈપણ ભાગ પ્રભાવિત થઇ શકે છે.
ખાસ કરીને મૂત્રમાં જાત જાતના દ્રવ્યો હોય છે પણ તેમાં જીવાણું નથી હોતા. યુટીઆઈ થી પીડિત થાય ત્યારે મૂત્રમાં જીવાણું પણ રહેલા હોય છે. જયારે મૂત્રાશય કે ગુદામાં જીવાણું પ્રવેશ કરી જાય છે અને વધવા લાગે છે તો તે સ્થિતિ ઉભી થાય છે.
બ્લેન્ડરમાં સોજો આવી જાય છે : ઇન્ટર્સીટશલ શિસ્ટાઈટીસ એક દર્દનાક બ્લેન્ડર સીડ્રોમ છે, જેના કારણે યુરીન ભંડાર એટલે કે બ્લેન્ડરમાં સોજો અને દુઃખાવો થઇ શકે છે. ઇન્ટર્સીટશલ શિસ્ટાઈટીસથી પીડિત લોકોમાં બીજા લોકોની સરખામણીમાં યુરીન વારંવાર પણ ઓછા પ્રમાણમાં આવે છે. અત્યાર સુધી તેની સાચી જાણકારી મળી શકી નથી પણ ડોકટરો નું માનવું છે કે આ જીવાણું સંક્રમણ ને લીધે થાય છે. ઇન્ટર્સીટશલ શિસ્ટાઈટીસના સામાન્ય લક્ષણોમાં દર્દનાક શ્રોણી, વારંવાર યુરીન અનુભૂતિ થવું અને અમુક કિસ્સામાં પીડિત વ્યક્તિ એક દિવસમાં 60 વાર યુરીન જાય છે. તે તકલીફનો કોઈ ઈલાજ નથી, પણ ઉપચારથી લક્ષણોને ઓછા કરી શકાય છે.
કીડની ફેઇલર થવું : કીડની ફેઇલર એક મેડીકલ સમસ્યા છે જે કીડનીના અચાનક લોહીથી ઝેરીલા પદાર્થો અને અવશેષોને ફિલ્ટર કરવામાં અસમર્થ હોવાને લીધે થાય છે. યુરીન સાથે જોડાયેલ દરેક જાતના ઇન્ફેકશન કીડની ઉપર ખરાબ અસર કરે છે.
શરુ થઇ જાય છે આ તકલીફો : શરીરમાં યુરીયા અને ક્રીયટીનીટ બન્ને તત્વ ખુબ વધવાને કારણે યુરીન સાથે શરીરમાંથી બહાર નીકળી શકે છે, જેના કારણે લોહીનું પ્રમાણ વધવા લાગે છે. ભૂખ ઓછી લાગે છે, ઉબકા અને ઉલટી થવું, નબળાઈ લાગવી, થાક લાગવો સામન્ય કરતા ઓછો પેશાબ આવવો, ઉત્તકોમાં તૈલી પદાર્થ રોકવાથી સોજો આવવો વગેરે લક્ષણ છે.
યુરિનનો રંગ બદલાઈ જાય છે : ખુબ વધુ સમય સુધી યુરીનને રોકી રાખવાથી યુરિનનો રંગ બદલવા લાગે છે. ખાસ કરીને આવું થવા પાછળનું કારણ સૌથી વધુ શક્યતા સંક્રમણની થાય છે. તે ઉપરાંત બીટ, બેરીજ, જાંબુ, શતાવરી જેવા થોડા ખાદ્ય પદાર્થોને લીધે પણ યુરિનના રંગ ઉપર અસર થાય છે. વિટામીન ‘બી’ યુરિનના રંગને લીલો અને આછો લાલ રંગમાં બદલી દે છે.
નબળી થઇ જાય છે બ્લેન્ડરની માંસપેશીઓ : દબાણ પછી પણ જો ત્રણ થી ચાર મિનીટ પણ પેશાબને રોકી રાખ્યો તો યુરીનમાં ટોકસીસ તત્વ કિડનીમાં પાછા જતા રહે છે, જેને રિટેશન ઓફ યુરીન કહે છે. જેનાથી યુરીન વારંવાર રોકવાથી બ્લેન્ડરની માંસપેશીઓ નબળી થઇ જાય છે અને આ યુરીન કરવાની ક્ષમતાને પણ ઓછી કરે છે.