કિડનીના રોગીઓને પેશાબ ખોલવા એટલે કે પેશાબ ઉતારવાના ઘરગથ્થું અને આયુર્વેદિક નુસખા

પેશાબ ઉતારવા માટે આયુર્વેદિક નુસખા

કિડનીના રોગીઓને સમયસર પેશાબ આવવો ખુબ જરૂરી છે, જો પેશાબ ન ઉતરી રહ્યો હોય તો શરીરમાં નકામાં પદાર્થો જમા થવા લાગે છે, જે કિડનીમાં ગંભીર પરિસ્થિતિ ઉભી કરે છે, તેવા સમયે રોગીએ આ પાણી કઢાવવા માટે ડાયાલીસીસ ની મદદ લેવી પડે છે. જુના આયુર્વેદમાં આ કોઈ મોટો રોગ ન હતો, આયુર્વેદાચાર્ય રોગીને મૂત્રની દવાઓ આપીને કીડનીને સ્વસ્થ રાખવા માટે થોડી દવાઓ બનાવીને આપતા હતા. અને બધું સહેલાઇથી ચાલતું હતું. પણ આજકાલ ન તો આયુર્વેદના વિશેષ જાણકાર રહ્યા છે, અને ન તો આજની પદ્ધતિમાં કોઈ એવી શક્તિ છે કે રોગીને સરળતાથી છુટકારો અપાવી શકે.

એક સારા વૈદ કે ડોક્ટર ને જરૂરી છે કે તે કિડનીની આ પરિસ્થિતિઓ સારી કરવાની સાથે તે પરિસ્થિતિઓ ઉપર પણ કામ કરે જેને લીધે રોગીની કીડની ખરાબ થયેલ છે, નહી તો આજકાલ કીડની ટ્રાન્સપ્લાંટ નું કામ ઝડપથી ચાલે છે, તમેં ધારો તો કીડની ટ્રાન્સપ્લાંટ કરાવી લો, પણ અટકાવવાનું મૂળ જ સારું ન થયું તો તે નવી કીડની પણ જલ્દી ખરાબ થઇ જશે.

તેવામાં આપણે તે રોગી જેમને પેશાબ ખુબ ઓછો ઉતરી રહેલ છે, કે ન ઉતરતો હોય, શરીરમાં સોજા આવી ગયા હોય, ફેફસામાં પાણી ભરાઈ ગયું હોય તેમના માટે આ પેશાબ લાવવાના થોડા નુસખા જણાવી રહ્યા છીએ. તેનો ઉપયોગ તમેં કોઈ વૈદ ની દેખરેખમાં કરી શકો છો.

પેશાબ કેવી રીતે વધારવો

જો પેશાબ ન આવી રહ્યો હોય તો રાઈને વાટીને કમર ઉપર લગાવો, તેનાથી પેશાબ થઇ જશે. જો તે લગાવવાથી ઝાળા થઇ જાય તો પછી તેને ન લગાવવી.

જો દસ્ત કે ઉલટી બંધ થઇ જાય, પણ પેશાબ ન આવે, તો પેશાબ કરાવવા માટે રોગીને પેડુ ઉપર કલમી શોરોનું પાણીમાં પલાળેલ કપડું મુકો. કલમી શોરો ૨ તોલા લઈને પાણીમાં થોડું પીસી લો. પછી આ પાણીમાં ચોખ્ખા કપડાનો પાટો પલાળીને નીતારી લો. તેને નાભિની નીચે પેડુ ઉપર મૂકી દો. પેશાબ થઇ જશે. જો એક કલાકની અંદર પેશાબ ન થાય તો પછી ફરી વખત આ પાટાને પલાળીને મૂકી દો. (આ નુસખો પરીક્ષિત છે)

કેસુડાંના ફૂલ, ૨ તોલા, કલમી શોરા ૨ તોલા બન્નેને પથરા ઉપર રાખીને પાણી સાથે પીસીને લુગદી જેવું બનાવી લો, અને તેને રોગીના પેડુ ઉપર મૂકી દો. જો અડધો કલાકમાં પેશાબ ન આવે તો પછી ફરી વખત આ લેપ લગાવો. (આ નુસખો પરીક્ષિત છે)

ગરમ પાણીમાં ફ્લાલેન નો ટુકડો ડુબાડીને તેની ઉપર ચાર ટીપા તારપીન નું તેલને ટપકાવી દો અને તે ફ્લાલેન થી કમરને બન્ને તરફ સેક કરો, તરત પેશાબ થઇ જશે.

ગોખરૂના બીજ, કાકડીના બીજ અને જવાસા આ ત્રણે વસ્તુને અઢી તોલા કે બે તોલા લઈને રાબ બનાવી લો, આ રાબમાં દોઢ માશ શોર ભેળવીને રોગીને પીવરાવી દો. તેનાથી પેશાબ થઇ જાય છે.

ઉંદરની મીંગનીમા થોડો કલમી શોરા ભેળવીને, લુગદી જેવું બનાવી લો અને નાભી ની નીચે, પેડુ ઉપર ઘાટો ઘાટો લેપ કરી દો, આ ઉપાયથી ચોક્કસ પેશાબ થઇ જાય છે.

નોંધ – ઉંદર ની મીગનીમાં થોડી હિંગ ભેળવીને, પાણીમાં વાટીને લેપ કરવાથી પેટનો આફરો મટી જાય છે.
ઉપરના પ્રયોગમાં સાવચેતી એ રાખવાની કે પ્રયોગ માં તેને પીવાનું છે માત્ર કોઈ જાણકારની દેખરેખ માં જ કરો.
અમારી આ પોસ્ટ કેવી લાગી, તમે તમારા વિચાર જરૂર જણાવશો.