પેટ ફૂલવા ની સમસ્યા ને વધતી જ અટકાવા પ્રયાસ કરી દો તો રહેશે તંદુરસ્તી

પેટ ફૂલવાની સમસ્યા હોય કે પછી કોલેસ્ટ્રોલ વધવાની, પેટને સાફ કરવું હોય કે પછી એસીડીટી મટાડવાની, સવારે ઉઠીને પીવો ફક્ત એક ગ્લાસ

જીરા માં ઘણી જાતના ગુણો છુપાયેલા છે જેનાથી તમારી સ્વાસ્થ્યને લગતી તકલીફો દુર થઇ શકે છે. કાળું જીરું, સફેદ અને ભૂરા રંગમાં મળી આવે છે. જીરાના સ્વાસ્થ્ય ને લગતા ગુણો તેને માત્ર ભારતીય ભોજનનો એક ખાસ ભાગ બનાવે છે. પણ જીરાનું પાણી પણ એટલો જ ફાયદો કરે છે જેટલું જીરું,

આવો જાણીએ કેવી રીતે..

બનાવવાની રીત :

એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરું રાત્રે પલાળી દો. સવારે તે પાણીના જીરુંને ઉકાળીને ગાળી લો. હવે તેને ઠંડુ થાય ત્યારે પી લો. તેમાં રહેલા આયરન, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ગુણો તમને ઘણી તકલીફોમાંથી બચાવે છે.

આ પાણીના ફાયદા

(1) એસીડીટી અને બ્લડ સર્ક્યુલેશન : ખાલી પેટ તેના સેવન થી પેટ ફૂલવું અને એસીડીટી ની તકલીફ ઓછી થાય છે. તે સાથે જ તે પીવાથી આખું શરીર ડીટોક્સ થાય છે. જેનાથી તમે ઘણી બીમારીઓથી દુર રહો છો. જીરાનું પાણી બ્લડ સર્ક્યુલેશન ઠીક કરે છે શરીરના દુખાવાની તકલીફ દુર કરે છે.

(2) ડાઈજેશન, હિમોગ્લોબીન, માથાનો દુઃખાવો : રોજ તેના સેવનથી ડાઈજેશન પણ ઠીક રહે છે. તેમાં રહેલા આયરન લોહીમાં હિમોગ્લોબીન લેવલને વધારે છે. જેનાથી લોહીની ઉણપ પૂરી થઈ શકે છે. તે સિવાય માથાના દુખાવામાં તે પીવાથી દુઃખાવો દુર થાય છે. પેટના દુખાવામાં તેના પાણીનું સેવન કરવું. તેનાથી પેટની અંદર ઠંડક મળે છે અને દુઃખાવો ઠીક થઇ જાય છે.

(3) વજન અને કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ : નિયમિત રીતે આ પાણીનું સેવન કરવાથી તમારું વજન ઓછું થશે અને સાથે જ તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહેશે. તેનાથી તમને હ્રદય ખરાબ થવાનો ભય નહી રહે.
ઘણી વખત ખાધા પછી કે ત્યાર પછી ગેસના લીધે પેટ ફૂલી જાય છે જેનાથી આપણેને ખુબ તકલીફ થાય છે. ખોટા ખાદ્ય પદાર્થોને કારણે પણ પેટ ફૂલી શકે છે. જો તમે પેટ ફૂલવાને લીધે પરેશાન છો તો જણાવેલ આ ઘરેલું ઉપાયોને અપનાવો અને પેટ ફૂલવાની તકલીફમાંથી છુટકારો મેળવો. અને ખાસ ધ્યાન રાખો જમ્યા પછી પાણી ના પીવું એનાથી મોટાપો વધે છે.

પેટ ફૂલવાની તકલીફમાંથી મળવો છુટકારો, અપનાવો આ ઉપાય

(1) તુલસી : જો ખાધા પછી કે ત્યાર પછી ગેસના લીધે પેટ ફૂલી જાય છે તો તુલસી તમારા માટે ખુબ ફાયદાકારક છે. તુલસીનો પ્રયોગ કરીને તમે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો. રોજ ખાલી પેટ સવારે તાજા તુલસીના પાંદડા ચાવવાથી આ તકલીફમાંથી ઘણી રાહત મળે છે.

(2) ફુદીનો : ફુદીનો પેટમાં પચવામાં ખૂબ મદદગાર થાય છે. ફુદીનાના પાંદડાને વાટીને તેને ખાંડ સાથે ભેળવીને ઘટ્ટ બનાવી લો અને તેને પી લો. થોડા જ સમયમાં પેટનું ફૂલવું બરોબર થઇ જશે.

(૩) હુંફાળું પાણી : હુંફાળું પાણી પણ આ તકલીફમાં ખુબ ફાયદાકારક છે. જો તમારું પેટ રોજ ફૂલી જાય છે તો હળવું હુંફાળું પાણી તમારા માટે ફાયદાકારક છે. તે પેટનો અપચો દુર કરીને પેટ ફૂલવાની તકલીફમાં રાહત અપાવે છે,

(4) વરિયાળી : વરિયાળી પણ પેટ ફૂલવામાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વરિયાળી માં એન્ટીમાઈક્રોબીયલ ગુણ હોય છે જે પેટ ફૂલવું કે ગેસમાં ખુબ ફાયદો કરે છે.

નીચે વિડીયો માં બતાવ્યા પ્રમાણે પણ જીરા પાણી બનાવી શકો

વિડીયો