પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, તમારા રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ.

તમારા રસોડામાં રહેતી આ સફેદ વસ્તુ તમારા પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, જાણો તેના વિષે

વજન વધારવું ખૂબ જ સરળ છે, પરંતુ આ વધારાના સ્તરને ઘટાડવા માટે ઘણું બધું વર્કઆઉટ્સ કરવાની જરૂર પડે છે. પરંતુ તમે ચિંતિત ન થશો, કારણ કે તમારા રસોડામાં રહેલા બેકિંગ સોડા વજન ઘટાડવામાં તમને મદદ કરે છે. હા, લગભગ દરેક ઘરમાં રહેલા સામાન્ય સફેદ પાવડરથી તમારા શરીરની ચરબીને સરળતાથી ઘટાડી શકો છે. ચરબી પછી ભલે તે હાથ ઉપર હોય કે પછી પેટ ઉપર હોય કે પછી પીઠની આજુ બાજુ, બેકિંગ સોડા તમામ પ્રકારની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

બેકિંગ સોડા ચરબી ઘટાડવા સાથે સાથે, હાર્ટ બર્ન, પેટમાં ગડબડ અને પેટના એસિડને યોગ્ય રાખવામાં મદદ કરે છે. અને સૌથી સારી વાત બેકિંગ સોડા સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે અને અને ઘણી રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો આવો જાણીએ ચરબી ઘટાડવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

લીંબુનો રસ અને બેકિંગ સોડા

લીંબુનો રસ તમારા ચયાપચયને સુધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે. બેકિંગ સોડા, લીંબુનો રસ અને પાણી ત્રણે ભેળવીને વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે.

લીંબુનો રસ અને બેકિંગ સોડા પીણું બનાવવા માટેના ઘટકો

1 લીંબુ

1 ગ્લાસ પાણી

1 ચમચી બેકિંગ સોડા

લીંબુનો રસ કાઢો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉમેરો. પછી તેમાં બેકિંગ સોડા પણ ઉમેરો. દરરોજ સવારે આ મિશ્રણ પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

બેકિંગ સોડા સ્પોર્ટ્સ ડ્રિંક્સ

તમારા હાલના સ્પોર્ટસ ડ્રિંક્સ ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. આ પીણું સતત પીવાથી ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે. બેકિંગ સોડા ઉપર સ્વિચ કરવું એ એક સારો વિકલ્પ હોઈ શકે છે. બેકિંગ સોડા તમારા સુગર સ્પોર્ટ્સ પીણાને સરળતાથી બદલી શકે છે અને તે તમારુ વર્કઆઉટ સુધારવામાં મદદ કરે છે. તમે હાઈ ઈંટેંસીટી વર્કઆઉટ્સ કરો છો, તો બેકિંગ સોડા સ્પોર્ટ્સ પીણું તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

બેકિંગ સોડા સ્પોર્ટ્સ ડ્રિંક્સ બનાવવા માટેના ઘટકો

5 કપ નાળિયેરનું પાણી

1/4 કપ મધ

1/2 કપ લીંબુનો રસ

1/2 ચમચી અનપ્રોસેસ્ડ દરિયાઈ મીઠું

1/4 મોટી ચમચી બેકિંગ પાવડર

નાળિયેર પાણી ધીમા તાપે ગરમ કરો અને તેમાં બેકિંગ સોડા નાંખો, તેને સંપૂર્ણપણે ભળી જાય ત્યાં સુધી રાહ જુઓ. બાકીના ઘટકોને નાળિયેર પાણીમાં મિક્સ કરો અને પછી આ મિશ્રણને એક બોટલમાં ભરી લો. તમારુ ઘરમાં બનેલું સ્પોર્ટ્સ ડ્રિંક તૈયાર છે.

એપલ સાઈડર વિનેગર અને બેકિંગ સોડા પીણું

સફરજન સાઈડર વિનેગર અને બેકિંગ સોડાનું સંયોજન શરીર માટે ખૂબ સારું રહે છે. આ ઉત્તમ સંયોજનમાં કેલરી ઓછી કરે છે અને તે તમારી ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ તે તમારા ચયાપચયને બુસ્ટ અને ડાઈઝેશનને ધીમું કરવામાં મદદ કરે છે, જેથી એક્સેટ્રા કેલરી ઘટાડવામાં મદદ મળે છે.

સફરજન સાઈડર વિનેગર અને બેકિંગ સોડા પીણું બનાવવા માટેના ઘટકો

2 ચમચી સફરજન સાઈડર વિનેગર

1 ગ્લાસ પાણી

1/2 ચમચી બેકિંગ સોડા

બધી વસ્તુઓને એક સાથે ભેળવીને આ પીણું દરરોજ સવારે પીવો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે તેને નાસ્તાથી ઓછામાં ઓછામાં ઓછી 20-30 મિનિટ પહેલાં પીવું જોઈએ.

ટિપ્સ

જો તમને ક્રોનિક રોગ છે, તો બેકિંગ સોડાનો ઉપયોગ કરશો નહીં.

વજન ઓછું કરવા માટે બેકિંગ સોડા ઉપયોગ કરતા પહેલા હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો.

સ્ટ્રોબેરી અને બેકિંગ સોડા સ્મૂદી

સ્વસ્થ પીણાં સ્વાદિષ્ટ પણ હોઈ શકે છે. હા, બેકિંગ સોડા સાથે સ્ટ્રોબેરીને મિક્સ કરીને તમે સ્મુદી બનાવી શકો છો અને આ હેલ્ધી પીણું પીવાથી તમે તમારી ફેટ બર્ન કરી શકો છો. સ્ટ્રોબેરી તમારા શરીરની ચયાપચય વધારીને તમારી ભૂખ ઘટાડે છે. એક સૌથી મહત્વની વાત એક કપ સ્ટ્રોબેરી (144 ગ્રામ) માં ફક્ત 46 કેલરી હોય છે.

સ્ટ્રોબેરી અને બેકિંગ સોડા સ્મુદી બનાવવા માટેના ઘટકો

1 કપ સ્ટ્રોબેરી

2 કપ પાણી

1-2 લીંબુ

તાજા ફુદીનાના પાન

1 મોટી ચમચી બેકિંગ સોડા

એક બ્લેન્ડરમાં બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરી લો. પછી તેને દિવસમાં ઓછામાં ઓછું એક વખત જરૂર પીવો.

ગ્રીન ટી અને બેકિંગ સોડા પીણું

એ ચાના ઘણા બધા ફાયદા હોય છે. હા, ગ્રીન ટીના ઘણા બધા ફાયદાઓને દરેકે સ્વીકાર કર્યો છે, તે તમારા મગજ, ટાઇપ -2 ડાયાબિટીઝ, ડેન્ટલ હેલ્થ અને સૌથી જરૂરી શરીરની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી અને બેકિંગ સોડાના સંયોજનથી મળીને બનેલો આ મેટાબોલ્ઝીમ પાવડર, ચરબી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ગ્રીન ટી અને બેકિંગ સોડા પીણાના ઘટકો

1 ગ્લાસ પાણી

ઓર્ગેનિક ગ્રીન ટી

1/4 ચમચી બેકિંગ સોડા

પાણી ઉમેરીને ગ્રેટ ટી તૈયાર કરી લો. એક વખત તે તૈયાર થઈ જાય એટલે તેમાં બેકિંગ સોડા ઉમેરો. થોડી વાર માટે એમ જ છોડી દો પછી તેને પીવો.

ચરબી બર્ન કરવા માટે તમે આમાંથી કોઈપણ પીણું પસંદ કરી શકો છો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.