* સુકું આદુ મોઢામાં રાખીને ચૂસવાથી રાહત મળે છે.
* પેટના દુખાવાથી છુટકારો મેળવવા માટે દુધ વિનાની ચા પીવો.
* આદુનો રસ નાભી ઉપર લગાવીને હળવું માલીશ કરો.
* એસીડીટી ને લીધે દુખાવો હોય તો પાણીમાં મીઠા સોડા નાખીને પીવો.
સારા જીવન માટે જરૂરી છે સારૂ આરોગ્ય. આ બાબતમાં કહેવત જાણીતી છે કે પહેલું સુખ તે જાતે નર્યા. મોટાભાગની બીમારીઓ નું કારણ હોય છે અનિયમિત ખાવા પીવાનું. ખોટું ખાવાને લીધે ક્યારેક ક્યારેક પેટમાં દુખાવો થવા લાગે છે. આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે પેટના ઈલાજ માટે ઘરગથ્થું ઉપચાર.
આમ તો પેટમાં દુખાવા માટે જુદા જુદા કારણો હોઈ શકે છે, પણ સામન્ય રીતે પેટના દુખાવાનું મૂળ કારણ અપચો, મળ સુકાઈ જવું, ગેસ બનવો એટલે કે પ્રકોપ હોવો અને સતત કબજિયાત રહેવી પણ છે. પેટનો દુખાવો દુર કરવા માટે થોડા ઘરગથ્થું ઉપાય છે, જે દુખાવો દુર કરે છે, સાથે જ પેટની ક્રિયાઓને પણ ઠીક કરે છે. આવો જાણીએ આ ઉપાયો વિષે.
પેટના દુખાવાના ઘરગથ્થું ઉપચાર
પેટના દુખાવામાં હિંગનો ઉપયોગ ફાયદાકારક હોય છે. ૨ ગ્રામ હિંગ થોડા પાણી સાથે વાટીને પેસ્ટ બનાવો. નાભી ઉપર અને તેની આજુ બાજુ આ પેસ્ટ લગાવો.
અજમાને તાવડીમાં શેકો અને કાળા મીઠા સાથે વાટીને પાવડર બનાવો. ૨-૩ ગ્રામ ગરમ પાણી સાથે દિવસમાં ૩ વખત લેવાથી પેટનો દુખાવો દુર થાય છે.
જીરૂને તાવડી ઉપર શેકો અને ૨-૩ ગ્રામ મુજબ ગરમ પાણી સાથે દિવસમાં ૩ વખત લો. તેને ચાવીને ખાવાથી પણ ફાયદો થાય છે.
ફુદીનો અને લીંબુનો રસ એક એક ચમચી લો. હવે તેમાં અડધી ચમચી આદુનો રસ અને થોડા કાળા મરી ભેળવીને ઉપયોગમાં લો. દિવસમાં ૩ વખત ઉપયોગ કરો, પેટના દુખાવામાં આરામ મળશે.
સુકુ આદુ મોઢામાં રાખીને ચૂસવાથી પણ પેટના દુખાવામાં રાહત મળે છે.
વગર દુધની ચા પીવાથી પણ ઘણા લોકો પેટના દુખાવામાંથી રાહત મેળવે છે.
આદુનો રસ નાભિની જગ્યાએ લગાવી અને હળવું માલીશ કરવાથી પણ પેટના દુખાવામાંથી રાહત મળે છે.
જો પેટનો દુખાવો એસીડીટી (અમ્લતા) થી થઇ રહેલ છે તો પાણીમાં થોડા મીઠા સોડા નાખીને પીવાથી ફાયદો થાય છે.
પેટના દુખાવા દુર કરવા માટે ચૂર્ણ બનાવો. તેના માટે શેકેલું જીરું, કાળા મરી, સુંઠ, લસણ, ધાણા, હિંગ, સુકા ફુદીનાના પાંદડા બધાંને સરખા ભાગે લઈને ઝીણું ચૂર્ણ બનાવો. તેમાં થોડું કાળું મીઠું પણ ભેળવો. ખાધા પછી એક ચમચી થોડા ગરમ પાણી સાથે લો. પેટના દુખાવામાં આશાતીત ફાયદાકારક છે.
એક ચમચી સુદ્ધ ઘી માં લીલી કોથમીરનો રસ ભેળવીને લેવાથી પેટની તકલીફ દુર થાય છે.
આદુનો રસ અને એરંડિયાનું તેલ દરેકની એક એક ચમચી ભેળવીને દિવસમાં ૩ વખત લેવાથી પેટનો દુખાવો દુર થાય છે.
આદુનો રસ એક ચમચી, લીંબુનો રસ ૨ ચમચી લઈને થોડી સાકર ભેળવીને ઉપયોગ કરો. પેટના દુખાવામાં રાહત મળશે. દિવસમાં ૨-૩ વખત લઇ શકો છો.
દાડમ પેટના દુખાવામાં ફાયદાકારક છે. દાડમના બીજ કાઢો. થોડા પ્રમાણમાં મીઠું અને કાળા મરી નો પાવડર નાખો. અને દિવસમાં બે વખત લેતા રહો.
મેથીના દાણાને પાણીમાં પલાળો. વાટીને પેસ્ટ બનાવો. અને આ પેસ્ટને ૨૦૦ ગ્રામ દહીંમાં ભેળવીને દિવસમાં બે વખત લેવાથી પેટનો વિકાર દુર થાય છે.
ઇસબગુલના બીજ દુધમાં ૪ કલાક પલાળો. રાત્રે સુતી વખતે લેવાથી પેટમાં મરડા દુખાવો અને પેચીશ ઠીક થાય છે.
વરીયાળીમાં પેટનો દુખાવો દુર કરવાના ગુણ હોય છે. ૧૫ ગ્રામ વરીયાળી આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળો. ગાળીને સવારે ખાલી પેટ પીવો. ખુબ ગુણકારી ઉપચાર છે.
આયુર્વેદ મુજબ હિંગ દુખાવો દુર કરનાર અને પિત્તવર્ધક હોય છે. છાતી અને પેટના દુખાવામાં હિંગનું સેવન ખુબ ફાયદાકારક હોય છે. નાના બાળકોને પેટમાં દુખાવો થાય તો તરત થોડી હિંગને એક ચમચી પાણીમાં ઘોળીને પકાવી લો. પછી બાળકની નાભીની ચારે બાજુ લગાવી દો. થોડી વારમાં દુખાવો દુર થઇ જાય છે.
લીંબુના રસમાં કાળું મીઠું, જીરું, અજમાનું ચૂર્ણ ભેળવીને દિવસમાં ત્રણ વખત પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.
ધ્યાન રાખશો ક્યારે ક્યારે પેટનો દુખાવો કોઈ બીમારી કે ગંભીર તકલીફને લીધે પણ થઇ શકે છે. તેથી સતત કે ખુબ વધુ પેટના દુખાવાની તકલીફ હોય તો ડોક્ટરને માળો અને તમામ જરૂરી તપાસ વગેરે કરાવો.