પેટની દરેક તકલીફોનો ઈલાજ છુપાયેલ છે આ પાંદડાઓ માં જાણો કેવી રીતે ક્લિક કરો

મિત્રો આજે અમે તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ વિષય લાવ્યા છીએ જે તમારા પેટને લગતી છે. આજકાલના ખાવા પીવાનું અને પ્રદુષણ ને કારણે દરેક ને પેટની કોઈને કોઈ તકલીફથી પીડાતા હોય છે. તેના માટે તે લોકો ન જાણે કઈ કઈ એલોપેથીક દવાઓ લે છે અને તેની ખરાબ અસર આપણા શરીર ઉપર પડે છે તેનાથી આપણા લીવર, હ્રદય અને કીડની ઉપર ખુબ જ ખરાબ અસર પડે છે. પહેલા આપણા દાદીમાં અને નાનીમા ઘરના જ નુસખા અપનાવીને પેટનો દુઃખાવો અને નાની નાની બીમારીઓનો ઈલાજ કરી લેતા હતા. અને કુદરતમાં પણ ઘણી બધી એવી વસ્તુ છુપાયેલ રહી છે.

જેનાથી મોટામાં મોટી બીમારીઓનો ઈલાજ કરી શકાય છે પણ તેના વિષે આપણેને એટલી જાણકારી નથી કે કઈ વસ્તુ ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. તો આજ અમે તમને કુદરત ની વચ્ચે લઇ જઈએ છીએ જેનાથી તમે ઘણી બીમારીઓનો ઈલાજ કરી શકશો અને પેટના દુઃખાવો તો મૂળમાંથી દુર કરી શકશો તેના માટે તમારે વધુ દવા ખાવાની જરૂર નથી. અમે તમને થોડા એવા ઝાડ ના પાંદડા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે પેટની દરેક તકલીફોનો ઈલાજ કરી શકશો.

તો આવો જાણીએ તે ક્યાં ઝાડના પાંદડા છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.

અજમાના પાંદડા :

અજમા ને તો પહેલાથી જ પેટ માટે અમૃત માનવામાં આવે છે. પેટના દુઃખાવો થાય તો હમેશા અજમા ના બીજ માં થોડું મીઠું નાખીને હુફાળા પાણી સાથે લઈએ છીએ અને પેટનો દુઃખાવો ઠીક પણ થઇ જાય છે. પણ આજ અમે તમને અજમાના પાંદડા થી પેટનો ઈલાજ જણાવીશું. અજમા ના પાંદડા માં થાઈમોલ નામનું તત્વ મળી આવે છે જે પેટમાં ગેસ્ટ્રીક જ્યુસ ને વધતો રોકે છે. અને તેના પાંદડા ના સેવનથી પાચન તંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. અને તેનાથી પેટમાં અપચો, ગેસ અને બળતરા જેવી તકલીફ પણ દુર થઇ જાય છે. તેના માટે તમે અજમા ના પાંદડાની આ રાબ બનાવીને પીવો કે પછી એમ જ ખાવ કોઈપણ રીતે તમે તેનો ઉપયોગ કરો ફાયદો જ થશે.

પાનના પાંદડા :

નાગરવેલ ના પાનના પાંદડા ખાવાથી લાળમાં એન્જાઈમ્સ નું પ્રમાણ વધે છે અને તેનાથી આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. તેથી ભોજન કર્યા પછી પાનના પાંદડાનું સેવન કરો તમારું ખાવાનું જલ્દી હજમ થઇ જશે અને પેટની તકલીફ પણ નહી રહે.

ફુદીનાના પાંદડા :

ફુદીનાના પાંદડા ને શરદીમાં પેટના દુખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, કેમ કે ફુદીના ની તાસીર ઠંડી હોય છે તેથી તેનો ઉનાળામાં વધુ સેવન કરવામાં આવે છે. પેટનો દુઃખાવો થાય તો ફુદીના ના પાંદડાનું જ્યુસ કાઢીને પીવો તેનાથી પેટની તકલીફ નહી રહે.

તુલસીના પાંદડા :

જો તમને પેટમાં વધુ એસીડીટી ની તકલીફ રહે છે તો તમે તુલસીના પાંદડાનું સેવન કરો. કેમ કે તુલસીના પાંદડામાં એન્ટી અલ્સર તત્વ મળી આવે છે જે પેટમાં બનતા એસીડ ને વધારવાનું કામ કરે છે. જેના લીધે ગેસ્ટ્રીક એસીડ ની અસર ઓછી થઇ જાય છે. સવારે ખાલી પેટ તમે ત્રણ થી ચાર તુલસીના પાંદડા નું સેવન કરો તેનાથી તમને પેટની તકલીફ નહી રહે.

મીઠો લીંબડો

મીઠો લીંબડો ખાવાથી પેટની તકલીફનું સમાધાન થઇ જાય છે, કેમ કે મીઠા લીંબડા માં એન્ટી ઇન્ફલેમેંટરી ગુણ રહેલા હોય છે જેનાથી આપણું પાચનતંત્ર મજબુત બને છે. તેથી રોજ સવારે ખાલી પેટ ત્રણ ચાર પાંદડાનું સેવન જરૂર કરવું જોઈએ.