માત્ર પાંચ મીનીટમાં પેટને સાફ કરે, નહી લગાવવું પડે જોર જો કરી લીધો આ સચોટ ઉપચાર

પેટ સાફ કરવાના નો આસન ઉપચાર :

જો શૌચ દરમિયાન પેટ સારી રીતે સાફ થતું નથી તો સમજી લેવું તમને કબજીયાતની બીમારી છે અને તૈલી પદાર્થોની ઉણપ તમારા શરીરમાં થઇ રહી છે. જો કબજિયાત થઇ જાય ત્યારે કોઈ પણ પોતાને ફ્રેશ ન હોય તેવો અનુભવ કરે છે. એક વાત ધ્યાનમાં હમેશા રાખશો જો કબજિયાત થાય ત્યારે તેને ધ્યાન બહાર કરવામાં આવશે તો તેનું પરિણામ ગંભીર હોય છે તે કોઈપણ ગંભીર બીમારીનું સ્વરૂપ લઇ શકે છે.

કબજિયાત થવાથી પેટમાં અસંખ્ય તકલીફો થવા લાગે છે દાખલા તરીકે કબજિયાતના રોગીને પેટના દુખાવાની તકલીફ રહે છે, સવારે સૌચ કરવામાં તકલીફ થાય છે, અને મળનું શરીરમાંથી સંપૂર્ણ ન નીકળવા જેવી તકલીફનો સામનો કરવો પડે છે. આમ તો કબજિયાત માટે ઘણા ઉપચાર છે પણ કબજીયાતને મૂળમાંથી દુર કરવા માટે આયુર્વેદિક ઉપચાર જ અસરકારક સાબિત થયા છે.

કબજીયાતને મૂળમાંથી દુર કરવા માટે થોડા ખાસ આયુર્વેદિક ઉપચારો

હરડે અને છાશ સચોટ ઉપચાર : એક કિલો નાની હરડે લઈને તેને છાશમાં પલાળી દો 24 કલાક પછી હરડેને છાશ માંથી કાઢીને સુકવી લો અને વાટીને પાવડર બનાવી લો રાત્રે સુતા સમયે 4 ગ્રામના પ્રમાણમાં માટલાના પાણી સાથે લો. તે અઘરા માં અઘરી અને જૂની કબજિયાત અને પેટ ના બધા રોગો માટે સૌથી ઉત્તમ ઔષધી છે.

અને થોડી મહેનત વધુ કરો તો હરડેનો પાવડર અને અરંડિયાના તેલમાં હળવું શેકી લો તો તે બમણો ગુણકારી પાવડર બની જશે. જેમને વધુ કબજીયાતની તકલીફ રહેતી હોય તે તળેલી વસ્તુ ગરિષ્ઠ ભોજન ન લેવું. વધુ ફાઈબર વાળી વસ્તુનો ઉપયોગ કરો લોટ દળાવતી વખતે તેમાં 2-4 કિલો ચણા ભેળવીને દળાવો. પેટની તકલીફમાંથી કાયમ માટે છુટકારો મેળવશો.

કેસર : અડધો ગ્રામ કેસરને ઘી માં વાટીને ખાવાથી 1 વર્ષ જૂની કબજિયાત દુર થાય છે.

ત્રિફળા રાત્રે લો : રાત્રે સુતા પહેલા 1 ચમચી મધમાં 3-5 ગ્રામ ત્રિફળા પાવડર 1 ગ્લાસ ગરમ પાણી માં ભેળવી ને તેનું સેવન કરવાનું છે આમ કરવાથી પહેલા દિવસ થી જ તમને આરામ જોવા મળશે અને તમારા પેટના બધા જ રોગ દુર થઇ જાય છે. એટલા માટે પેટની તકલીફ કે કબજિયાત ની તકલીફના રોગીએ આનું સેવન જરૂર કરવું જોઈએ. તમારું પેટ સવારે પાણી ની જેમ સાફ અને હળવું થઇ જાય છે.

દલીયા અને ખીચડી : કબજીયાતનું મુખ્ય કારણ એ છે કે શરીરમાં પાણી અને બીજાપ્રકારના તૈલી પદાર્થોની ઉણપ થઇ ગઈ હોય. આ તૈલી પદાર્થોની ઉણપ ને લીધે આતરડામાં મળ સુકાઈ જાય છે અને સવારે સૌચ ક્રિયા દરમિયાન બળ કરવું પડે છે. તેને લીધે કબજીયાતના રોગીને તકલીફનો સામનો કરવો પડે છે. દલીયા, ખીચડી જેવા હળવા ખોરાક લેવાની અને તૈલી પદાર્થો નાં લેવાની કબજિયાતના રોગીઓને હમેશા સલાહ આપવામાં આવે છે, તે ઉપરાંત ડોક્ટર કબજિયાતના દર્દીને ગરમ પાણી સાથે સેવન કરવા ઉપર ભાર આપે છે.

ગોળ અને ગળો : ગોળ સાથે ગળો નું ઝીણું ચૂર્ણ ભેળવીને સુતા વખતે 2 ચમચી લો અને ઘ્યાન રાખો ગોળ અને ગળો નું ચૂર્ણ સરખા ભાગે લઈને મિક્સ કરેલ હોવું જોઈએ, કબજિયાત એકદમ ઠીક થઇ જશે.

ત્રિફળા, સિંધવમીઠું અને અજમો : 10 ગ્રામ સિંધાલુ મીઠું, 10 ગ્રામ ત્રિફળા અને 10 ગ્રામ અજમા ને ભેળવીને વાટી લો અને એક ઝીણું ચૂર્ણ બનાવી લો. હવે રોજ હુફાળા પાણી સાથે 3 થી 5 ગ્રામ ચૂર્ણનું સેવન કરો, જૂનામાં જૂની કબજિયાત પણ દુર થઇ જશે.

જામફળ: પાકેલા જામફળ અને પપૈયા કબજિયાત માટે ખુબ ફાયદાકારક હોય છે. જામફળ અને પપૈયા ને કોઈપણ સમયે ખાઈ શકાય છે.

સુકી દ્રાક્ષ : સુકી દ્રાક્ષ ને પાણીમાં થોડો સમય સુધી મૂકી રાખો, ત્યાર પછી સુકી દ્રાક્ષ ને પાણીમાંથી કાઢીને ખાઈ લો. તેનાથી કબજીયાતની તકલીફ દૂર થાય છે.

પાલક : પલકનો રસ પીવાથી કબજિયાત ની તકલીફ દુર થાય છે, ખાવામાં પણ પલકનું શાકનો ઉપયોગ કરવો જોઈએ.

કબજીયાતથી દુર રહેવા માટે કેવું ભોજન કરવું :

દાળમાં મગ અને મસુરની દાળ, શાકમાં ઓછામાં ઓછા મરચું-મસાલા નાખીને પરવળ, તુરિયા, ટીંડોરા, દુધી, બટેટા, સરગવો, પાલક અને મેથી વગેરે ખાઈ શકો છો. અડધા થી વધુ ચોકર ભેળવીને ઘઉં અને જવ ની રોટલી ખાવ. ભૂખ કરતા એક રોટલી ઓછી ખાવ. જામફળ , કેરી, આંબળા, દ્રાક્ષ, અંજીર, આલુચા, સુકી દ્રાક્ષ, જરદાળુ અને આલુબુખારા, બીટ અને સંતરા, તરબૂચ, કાકડી, ટમેટા, લીંબુ, કોબી, ગાજર, પોપૈયું, જાંબુ, નાશપાતી, મોસંબી, સફરજન વગેરે ફાળો નું સેવન કરો.

દિવસ આખામાં 6-7 ગ્લાસ પાણી જરૂર પીવો. મગની દાળની ખીચડી ખાવ. ફાઈબર થી બનેલ ખાવાની વસ્તુ નો વધુમાં વધુ ઉપયોગ કરો, જેવા કે અનાજ (ઘઉં, ચોખા અને જઈ વગેરેના ફોતરા), પાંદડા વાળા શાકભાજી, અગાર, વાટેલી જઈ, ચાઈનાગ્રાસ અને ઇસબગુલ વગેરેનો કબજિયાત થી હેરાન થતા રોગીને ખાવામાં આપવું જોઈએ.

કબજિયાતમાં પરેજી :

તળેલા પદાર્થો, વધુ મરચું મસાલા, ચોખા, કડક પદાર્થ, ખાટું, રબડી, મલાઈ, પેંડા વગેરેનું સેવન ન કરો. કબજિયાત દુર કરવા માટે હળવી કસરત અને ચાલવાનું કામ પણ કરો. પેસ્ટ્રીયાં, કેક અને મીઠાઈઓ ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ.