પેટ સાફ કરવાના જોરદાર ઘરગથ્થું ઉપાય, ૨-૩ દિવસમાં તમારા પેટને મખમલ જેવું હળવું અનુભવશો

આજના આ સમયમાં વ્યસ્ત જીવનધોરણ અને ખાવા પીવાની ખોટી ટેવો ને લીધે ઘણા લોકો પેટ સાથે સંકળાયેલ કોઈ ને કોઈ રોગથી પીડિત છે. જેમ કે પેટમાં ગેસ બનવો, એસીડીટી, પેટમાં દુખાવો અને બળતરા થવી. આ બધા ઉપરાંત એક બીજી તકલીફ છે જેના લીધે ઘણા લોકો પરેશાન રહે છે, તે છે પેટ યોગ્ય રીતે સાફ ન થવું જે કબજીયાતનો રોગ કહેવાય છે. સવાર સવારમાં સારી રીતે પેટ સાફ થવું, હેલ્દી હોવાની સૌથી મોટી નિશાની છે, પણ સમય સાથે માણસ ની દરેક બાબત બદલાતી જતી રહે છે. પછી ભલે સુવું, ઉઠવું-બેસવા ની વાત ત્યાં સુધી કે ખાવા પીવાનું પણ ઘણું બદલાઈ ગયું છે. સમય ની ઉણપ કહો કે વ્યસ્તતા, આપણે આપણા ખાવા પીવાનું ધ્યાન નથી રાખી શકતા જેને લીધે જ અપચા ની તકલીફ થવા લાગે છે.

આપણું પેટ સારી રીતે સાફ નથી થઇ શકતું જે શરીર માટે ખુબ જ નુકશાનકારક રહે છે. તેને લીધે જ બળતરા કે ઓડકાર જેવી તકલીફ થાય છે. ખાસ કરીને આજે આપણે પેટ સાફ કરવાના ઘરગથ્થું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી આપીએ કે થોડા એવા ઘરગથ્થું નુસખા જણાવી રહ્યા છીએ જેના ઉપયોગથી તમે અપચા જેવી તકલીફ થી છુટકારો મેળવી શકો છો.

પાચન તંત્રનો ભાગ બ્રૂહદાન્ત્ર શરીર માંથી પચ્યા વગરનો ખાદ્ય પદાર્થ ને કાઢવાનું કામ કરે છે, અમ તો જયારે તે સારી રીતે કામ નથી કરતું, તો તે તેને નાશ કરવા ને બદલે ઝેરીલા પદાર્થોને અવશોષિત કરવાનું શરુ કરી દે છે, જેનાથી માથાનો દુખાવો, કબજિયાત, ગેસ, વજન, ઓછી શક્તિ, થાક અને જૂની બીમારીઓ જેવી તકલીફ ઉત્પન થાય છે. આમ તો બ્રૂહદાન્ત્ર ની સફાઈ કરીને નુકશાનકારક ઝેરીલા પદાર્થો થી છુટકારો મેળવી શકાય છે. લોકો માટે સૌથી સારો વિકલ્પ કુદરતી ઘરગથ્થું ઉપચાર છે.

ઘરગથ્થુ ઉપચારથી પેટની સફાઈ :

ઇસબગુલ : ઇસબગુલ નું પ્રમાણ ૬ ગ્રામ, ને ૨૫૦ મી.લી. હુફાળા દૂધ સાથે સુતા પહેલા પીવું. ક્યારેક ઇસબગુલની ભૂસી લેવાથી પેટ ફૂલી જાય છે. આવું મોટા આંતરડા માં ઇસબગુલ ઉપર બેક્ટેરિયા ની અસર થી ઉત્પન થતા ગેસ સાથે હોય છે. તેથી ધ્યાન રાખવું કે ઇસબગુલ નું પ્રમાણ ઓછામાં ઓછું જ લેવું. ઇસબગુલ ના ઉપયોગ થી આંતરડા ની કાર્યશક્તિ વધે છે. ઇસબગુલ લીધા પછી બે ત્રણ વખત પાણી પીવું જોઈએ. તેનાથી ઇસબગુલ સારી રીતે ફૂલી જાય છે.

ત્રિફળા : ત્રિફળા (હરડે, બહેડા અને આંબળા) ની બે ચમચી ચૂર્ણ રોજ રાત્રે સુતા પહેલા ગરમ દૂધ કે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દુર થઇ જાય છે.

પાણી : બ્રૂહદાન્ત્ર ની સફાઈ માટે એક દિવસ માં ઓછામાં ઓછું ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પાણીની નિયમિત જરૂરિયાત શરીરને તૈલી પણું બનાવે છે. જેથી કુદરતી રીતે જ નુકશાનકારક ઝેરીલા પદાર્થ તમારા શરીરમાંથી બહાર નીકળી જશે. પાણી પીવાથી કુદરતી ઈમલીસ્ટીક ક્રિયાઓ ને પ્રોત્સાહન કરી શકાય છે. શરીરને સારી રીતે જ હાઈડ્રેટેડ રાખવા માટે પાણી જરૂરી છે. પાણી સાથે, તમે તાજા ફળ અને શાકભાજી નો રસ પણ પી શકો છો.

લીંબુનો રસ : લીંબુમાં એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે અને તેમાં રહેલ ઉચ્ચ વિટામીન ‘સી’ તત્વ તમારા પાચન તંત્ર માટે ખુબ સારું રહે છે. તેથી પેટની સફાઈ માટે લીંબુનો રસ ઉપયોગમાં લઇ શકાય છે. એક ગ્લાસ પાણીમાં મધ, લીંબુનો રસ અને દરિયાઈ મીઠું સારી રીતે ભેળવો.

પેટની સફાઈ, પેટમાં ગેસ બનવો, એસીડીટી, પેટનો દુખાવો અને બળતરાનો રામબાણ ઉપાય :

મધ : રાત્રે સુતા પહેલા એક ચમચી મધ હુફાળા પાણીમાં ભેળવીને પીવાથી સવારે પેટ સાફ થઇ જાય છે.
પેટ સાફ કરવામાં એરંડિયા નું તેલ રામબાણ છે. રાત્રે સુતા પહેલા થોડું એરંડિયા નું તેલ એક ગ્લાસ હુફાળા દુધમાં ભેળવીને પીવાથી આગળની સવારે પેટ સરળતાથી સાફ થઇ જાય છે.

લીંબુનો રસ, મધ અને કાળું મીઠું (સિંધવ) : સવારે ખાલી પેટ લીંબુનો રસ, એક ચમચી મધ અને થોડું કાળું મીઠું ૧ ગ્લાસ હુફાળા પાણીમાં ભેળવીને સેવન કરવાથી પણ પેટ સાફ થઇ જાય છે.

નારિયલ પાણી : નારિયલ પાણી પણ પેટ સાફ કરવામાં રામબાણ છે. રોજ નારિયલ પાણી સવારે ખાલી પેટ પીવાથી પેટ સાફ થાય છે.

અળસી ના બીજ અને દૂધ : અળસી ના બીજ એક ગ્લાસ હુફાળા દૂધ સાથે રાત્રે સેવન કરવાથી સવારે પેટ ખુબ સરળતાથી સાફ થઇ જાય છે.

આંબળા પાવડર : આંબળા પાવડર ના સેવન થી અપચા ની તકલીફ ને દુર કરી શકાય છે. રોજ રાત્રે સુતાપહેલા એક ચમચી આંબળા પાવડરનું સેવન તમારા માટે ખુબ જ વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

વરીયાળી : ઘણી વખત એવું થાય છે કે આપણે ન ઈચ્છતા હોવા છતાં પણ ખાઈ લઈએ છીએ. તો જયારે ક્યારે પણ ખાવ, ખાધા પછી વરીયાળી જરૂર ખાવ.

ઈલાયચી : ઘણી વખત એવું બને છે કે આપણે ન ઈચ્છતા હોવા છતાંપણ વધુ ખાઈ લેતા હોઈએ છીએ, તો જયારે પણ આવું બને તો નાની ઈલાયચી ચાવી લો. ઈલાયચીમાં પાચન ક્ષમતા ખુબ વધુ પ્રમાણમાં હોય છે. તે વાષ્પશીલ તેલ અને પાચન વિકાર ને દુર કરવામાં સક્ષમ છે. તેમાં તમે થોડી જ વારમાં પોતાને હળવા અનુભવવા લાગશો.

મહેરબાની કરીને ધાન રાખશો :

ઈલાયચીનું સેવન થી હજમ ન થવા જેવી તકલીફોમાંથી પણ છુટકારો મળે છે. પણ ધ્યાન રાખશો કે ગર્ભવતી મહિલાઓએ ઈલાયચીનું વધુ સેવન ન કરવું. કેમ કે તેનાથી ગર્ભપાત થવાનો ભય રહે છે.