પેટની અંદર હતા 64 લાખના હીરા, એયરપોર્ટ પર આ રીતે ખુલ્યું રહસ્ય.

ક્યારે-ક્યારે તસ્કરીની રીતોના એવા એવા સમાચાર આવે છે કે લોકો ચકિત થઇ જાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક આફ્રિકી વ્યક્તિ પોતાના પેટમાં 297 ગ્રામ હીરા લઈને જઈ રહ્યો હોય છે પણ પકડાઈ જાય છે.

ઘટના સંયુક્ત અરબ અમીરાતની છે, ગલ્ફ ન્યુઝ અનુસાર, ફેડરમ કસ્ટમ્સ અર્થોરિટી (FCA)એ જાણકારી આપી કે કેટલાક દિવસ પહેલા સૂચના મળી કે એક આફ્રિકી વ્યક્તિ કેટલાક કાચા હીરા લઇ જઈ શકે છે.

જયારે તે વ્યક્તિ શારજાહ ઍરપોર્ટ પર પહુચ્યો, તો તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને તેના બેગની તપાસ કરવામાં આવી અને પછી એક્સ-રે થયો. તેના પછી જે એક્સ-રે માં આવ્યું તે જોઈ અધિકારીઓના હોશ ઉડી ગયા.

એક્સ રે કાર્ય પછી અધિકારીઓનો જોયું કે યાત્રીએ 297 ગ્રામ કાચા હીરા ગળી લીધા હતા, જેની કિંમત લગભગ 90,000 ડોલર (64 લાખ રૂપિયા) હતી

રિપોર્ટ મુજબ તે માણસે હીરાઓ માટે યુએઈમાં સંબંધિત ખરીદારોની તપાસ પણ કરી હતી. હમણાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.