પેટની ચરબી ઘટાડવા માટેના નં. 1 આયુર્વેદિક ફોર્મ્યુલા ઘરમાં જ બનાવો સરળતાથી

પેટની ચરબી શરીરમાં એકવાર ચરબી જમા થઇ ગઈ પછી આસાનીથી દુર કરવી સરળ નથી હોતું. શરીરમાં જમા વધારાની ચરબીને લીધે તમારું લુક તો બગડે જ છે સાથે જ ઘણા આરોગ્યના પ્રશ્ન પણ ઉભા થઇ શકે છે. હેલ્થકેર અને આયુર્વેદિક જાણકાર પ્રમાણે નિયમિત ફેટ બર્નિંગ એકસરસાઈઝ ની સાથે સાથે જો કોઈ આયુર્વેદિક પદ્ધતિનો પણ ઉપયોગ કરવો જોઈએ.

પેટની ચરબીને ઘટાડવા માટે આયુર્વેદિક નુસખા :

તેનાથી શરીરની ચરબી ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે અને થોડા જ દિવસોમાં ફરક જોવા મળે છે. તેને ઘરમાં જ સરળતાથી બનાવી શકાય છે અને તેનાથી ઘણા આરોગ્યને ફાયદા પણ છે. તો આવો જાણીએ હેલ્થકેર અને આયુર્વેદિક જાણકાર મુજબ ઝડપથી ચરબી ઘટાડવા માટે એક આયુર્વેદિક નુસખા વિષે.

પેટની ચરબી ઘટાડવા માટે જરૂરી સામગ્રી :

તેને બનાવવા માટે 100 ગ્રામ હળદર, 100 ગ્રામ તજ, 200 ગ્રામ મેથી દાણા, 100 ગ્રામ કાળી જીરી, 50 ગ્રામ સુંઠ, 100 ગ્રામ કલોંજી, અને 20 ગ્રામ કળા મરી જોઈએ. આ બધી વસ્તુને મિક્ષરમાં વાટીને પાવડર બનાવી લો. આ પાવડરને એક કાંચની બાટલીમાં ભરીને રાખી દો. હવે હુફાળા પાણીમાં એક ચમચી સફરજન સાઈડર વિગેનર(બજાર માંથી તૈયાર મળશે) ભેળવો. તેની સાથે એક ચમચી આ પાવડરને સવાર સાંજ જમતા પહેલા લો.

પેટની ચરબી ઘટાડવામાં તેનાથી થતો ફાયદો :

મોટાપો ઓછો થશે આ પાવડરને નિયમિત લેવાથી શરીરમાં જમા ચરબી ધીમે ધીમે નીકળી જાય છે અને મોટાપો ઘટે છે. ડાયાબીટીસ થી બચવા આ ફોર્મુલા શરીરમાં શુગર લેવલ બેલેન્સમાં રાખે છે અને વધેલી શુગરને સામાન્ય કરીને ડાયાબીટીસ થી બચાય છે. ગ્લોઇન્ગ સ્કીન તેનાથી શરીરમાં રહેલા ટોક્સીન્સ નીકળી જાય છે. સ્કીન સારી થઇ જાય છે. સારું હાઈજેશન આ પદ્ધતિ થી પાચનશક્તિ સારી થઇ જાય છે, ગેસ, કબજિયાત, એસીડીટી જેવી તકલીફ દુર થાય છે.

તમારા શરીરની ચરબીને સાફ કરશે દહીંનો આ પ્રયોગ :

દહીં ના ફાયદા ફક્ત મોં થી બોલવાથી જ નથી પણ દહીં ખરેખર આપણા માટે ખુબ જ કામની વસ્તુ છે. તે કુદરતી સોંદર્ય સાધન છે જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પણ આપણા સોંદર્યને પણ જાળવી રાખે છે. આજકાલ લોકો તેમના ફીટનેશને લઈને ખુબ ઉત્સાહિત રહે છે. જેને લઈને તેમને કલાકો જીમમાં પસાર કરવા પડે છે. પણ દહીં એક એવો ઉપાય છે જે ચરબીને ઘટાડવામાં ખુબ મદદ કરે છે. એટલું જ નહિ જે લોકો ખુબ જ દુબળા હોય છે દહીં ખાવાથી તેનું વજન સામાન્ય થઇ જાય છે. જો તમે તે વિચારી રહ્યા છો કે આ કોઈ જાદુ છે શું? તો એવું કાઈ જ નથી. દહીં માત્ર આપણા શરીરના વજનને સામાન્ય કરી દે છે. આજે અમે તમને દહીના થોડા આશ્ચર્યજનક ફાયદા જણાવવા જઈએ છીએ.

ચરબીને કરે છે સાફ

ભાગદોડ વાળુ જીવન અને અનિયમિત ખાવા પીવાનું ને લઈને આજકાલ લોકોમાં કારણ વગરની ચરબી ઘર કરી ગઈ છે. તે બિલકુલ સાચું છે કે ચરબી એકલી જ નથી આવતી પણ સાથે ઘણી જાતની બીમારીઓ સાથે લાવે છે. દહીના સેવનથી શરીરની વધારાની ચરબી ઘટાડી શકાય છે. વધુ પ્રમાણમાં લોકોને પેટની ચરબીની તકલીફ હોય છે. તેના માટે તમે નિયમિત દહીં, છાશ કે લસ્સીનું સેવન કરશો તો તમારી તકલીફ થોડા જ દિવસોમાં હલ થઇ જશે. જે લોકો ખુબ પાતળા છે અને થોડું વજન વધારવા માંગે છે તેમણે દહીં સાથે સુકી દ્રાક્ષ , બદામ અને ખજૂર લેવા જોઈએ. તે સ્વાદિષ્ઠ હોવા સાથે જ ખુબ પોષ્ટિક પણ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.