ઝટકા માટે તૈયાર રહેજો, કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી સરકાર કમાશે 39,000 કરોડ
છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસને કારણે કાચા તેલ (પેટ્રોલ, ડીઝલ વગેરે બનાવવા વપરાતું તેલ) ની કિંમતોમાં મોટો ઘટાડો આવી રહ્યો છે. એવામાં એ આશા રાખવામાં આવી રહી હતી કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થશે.
પણ સરકારે એક એવું પગલું ભર્યું છે કે, હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. તેમજ આ પગલાંથી સરકારને લગભગ 39 હજાર કરોડ રૂપિયાની કમાણી થશે.
હકીકતમાં સરકારે પેટ્રોલ, ડીઝલ પર ઉત્પાદન મૂલ્યમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરી દીધો છે. તેનાથી એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થયેલા ઘટાડાનો સંપૂર્ણ ફાયદો ઉપભોગતા સુધી નહિ પહોંચી શકે.
આ વધારાથી સરકારને વર્ષના આધાર પર 39,000 કરોડ રૂપિયાની વધારાની આવક થશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ તરફથી જાહેર કરેલી નોટિફિકેશન અનુસાર, પેટ્રોલ પર વિશેષ ઉત્પાદન મૂલ્ય 2 રૂપિયા વધારીને 8 રૂપિયા પતિ લીટર કરી દેવામાં આવ્યું છે.
તેમજ ડીઝલ પર આ મૂલ્ય 2 રૂપિયા વઘીને હવે 4 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તેના સિવાય પેટ્રોલ અને ડીઝલ પર લાગતો રોડ સેસ એટલે કે મુખ્ય કર પર લાગતો વધારાનો કર પણ 1-1 રૂપિયો પ્રતિ લીટર વધીને 10 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે.
આ વધારા પછી પેટ્રોલ પર હવે સેસ સહીત દરેક પ્રકારના ઉત્પાદન મૂલ્ય 22.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 18.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્પાદન મૂલ્યમાં વધારાથી સરકારની વધારાની આવકમાં વાર્ષિક આધાર પર 39,000 કરોડ રૂપિયાનો વધારો થશે.
ચાલુ નાણાકીય વર્ષના બાકીના ત્રણ અઠવાડિયામાં તેનાથી સરકારને 2 હજાર કરોડ રૂપિયાની નજીક વધારાની આવક મળશે. જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં હવે દૈનિક આધાર પર પરિવર્તન થાય છે.
શનિવારે પેટ્રોલની કિંમતોમાં 13 પૈસા અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્લીમાં હવે પેટ્રોલ 68.87 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 62.58 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં બેંચમાર્ક કાચા તેલના ભાવ જાન્યુઆરી પછી અત્યારસુધી લગભગ અડધા થઈને 32 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવી ગયા છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.