ભારત નાં યુવાનો એ બનાવેલી આ સાયકલ જે 1 લીટર પેટ્રોલ માં 200 કિલોમીટર ચાલી શકે

ભારત ને આખા વિશ્વમાં ઘણા નામોથી ઓળખાય છે, પણ આ દેશને જો જુગાડની ઉપમા આપવામાં આવે તો પણ કઈ ખોટું નથી. નીતિથી લઈને રાજનીતિ સુધી, રમતથી લઈને ખેલાડી સુધી આયાતથી લઈને નિકાસ સુધી, બધી જગ્યાએ જુગાડ જ ચાલે છે. કહેવાય છે કે કુશળતાનો કોઈ અંત નથી હોતો.

આને જ સાચું સાબિત કર્યું છે આગ્રાના એક હોશિયાર વિદ્યાર્થીએ. તેને એક સાઇકલ બનાવી છે, જે પેટ્રોલથી ચાલે છે. હવે પેટ્રોલથી ચાલે છે તો સામાન્ય વાત છે કે તમે જાણવા માંગતા હશો કે તેની માઇલેજ કેટલી હશે. તેની માઈલેજ સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ જાશો.

આ સાઇકલ એક 1 લીટર પેટ્રોલમાં 200 જેટલા કિલોમીટરની મુસાફરી કરી શકે છે. આ સાઇકલ એક બાઈકની સમાન 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. વિદ્યાર્થીએ આ સાઇકલમાં ખેતરોમાં છાટવામાં આવતી જંતુનાશક દવાઓની મશીનનું એન્જિન લગાવ્યું છે.

આટલું જ નહિ પરંતુ પેટ્રોલની ટાંકી માટે સાઈકલના પાઇપનો જ ઉપયોગ કર્યો છે. તેની ટાંકીની ક્ષમતા 1 લીટર સુધીની છે. આ સાઈકલના હેન્ડલને જ એક્સિલેટરનું રૂપ દેવાયું છે.

ઓટોમોબાઇલ એન્જીનીરીંગ કરી રહેલા મુકુલ ગોડ, વિક્રાંત રાવત, રંજુલ મિશ્રા, સુઘનસુ ગોસ્વામી અને તુષાર ગોયલે આ વિચાર પર કામ કર્યું છે. આ પાંચ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમણે યુટ્યુબ પર અમેરિકામાં બનેલી પેટ્રોલની સાઇકલ બાઇક જોઈ. ત્યાર બાદ તેમણે જાતે જ એવી સાઇકલ બાઈક બનાવવાનું વિચારીને કામ સારું કર્યું.

વિદ્યાર્થોએ કિંમતને ધ્યાનમાં રાખતા આમાં લગાવવા માટે જંતુનાશક સ્પ્રે નાં મશીનનું એન્જિન ખરીદ્યું અને તેને પેટ્રોલથી ચાલવા લાયક બનાવ્યું. ત્યાર બાદ પેટ્રોલ રાખવા માટે અલગ ટાંકી ન લગાવતા સાઇકલની ફ્રેમને કાપીને ટાંકી માટે પાઇપ બનાવ્યો. આ નવીન સાઈકલને બનાવવામાં 8,000 રૂપિયાનો ખર્ચ થયો.

આ પ્રકાર ની સાયકલ ગુજરાત નાં અને આગ્રા નાં યુવાનો એ પણ બનાવી છે. ગુજરાત નાં યુવાન ની સંકલ ની કિમંત ૨૩ હજાર સુધી ની હતી જ્યારે આગ્રા નાં આ યુવાનો ની ૮ હજાર સુધી ની કિમંત માં બનેલી છે નીચે ગુજરાત નાં યુવાન ની બનાવેલી સાયકલ પણ જુયો

વિડીયો 

ગુજરાત માં પણ આવી સાયકલ બનાવાનાં ન્યુઝ જુના છે એની વિડીયો પણ ખુબ સરસ જોવા લાયક છે જે નીચે આપેલી છે.

saikal

રાજકમલે માઉન્ટઆબુમાં અભ્યાસ કરી ઓટોમોબાઇલની ડીગ્રી પ્રાપ્ત કરી છે. જેમણે ગ્રામિણ વિસ્તારમાં વસતા લોકોની વાહનની સ્થિતિ નિહાળી માત્ર એક લીટરમાં ૨૦૦ કિલોમીટર ચાલી શકે તેવી સાયકલ બનાવી હોવાનો દાવો કર્યેા છે.

– 80 સીસી ટુ સ્ટ્રોક એસમ્બલ એન્જિન

– સિંગલ પ્રિસ્ટન

– 40-50 કિલોમીટરની ઝડપે દોડે છે

– પેન્ડલ મારી કલચ છોડવાથી ચાલુ થાય છે

– 02 લિટર પેટ્રોલની ટાંકી

– પેટ્રોલ ખલાસ થાય તો પેન્ડલથી સાઈકલ ચલાવી શકાય છે

– રાત્રી દરમિયાન ચલાવી શકાય તે માટે હેડ લાઇટ

જેમા 80 સીસી ટુ સ્ટ્રોક એસમ્બલ એન્જિન, સીંગલ પ્રિસ્ટલથી 40થી 50 કિલોમીટરની ઝડપે દોડે છે. પેડલ મારી કલચ છોડવાથી ચાલુ થતી આ સાયકલમાં બે લીટરની પેટ્રોલ ટાંકી લગાવવામાં આવી છે. અને જો કદાચ રસ્તામાં પેટ્રોલ ખલાસ થઇ જાય તો પેડલથી પણ સાયકલ ચાલી શકે છે.

આ સાયકલમા હજુ પણ સુધારા કરવામાં આવી રહ્યા છે.

જેમા જંપર, એરોડાયનામીક્ષ , બ્રેકીંગ પાવર, ઇન્જન આરપીએમ હેડલાઇટ ગોઠવી ન્યુ જનરેશન લુક આપવામા આવનાર છે.

વર્તમાન સમયે સાયકલ ઉપર નવી ચેસીસ નાખવામા આવી છે. જેની પાછળ સીટ ગોઠવવામાં આવશે. જેથી બીજી વ્યક્તિ પણ સાયકલ ઉપર બેસી શકશે.