પેટ્રોલ-ડીઝલની ઝંઝટ નહિ, 20 રૂપિયાના ખર્ચમાં થશે 75 km સુધીની મુસાફરી

આજકાલ પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા વધી રહ્યા છે. અને લોકો એનાથી ખુબ પરેશાન પણ છે. ઉપરાંત તે પ્રદુષણ ફેલાવે એ તો અલગ. એવામાં કંપનીઓ હવે ઇલેક્ટ્રિક કાર અને બાઈક તરફ આગળ વધી રહી છે. એમાંથી જ એક ભારતીય કંપનીની બાઈક વિષે આજે અમે તમને જણાવીશું જે જલ્દી જ પોતાની આ ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી શકે છે.

પુણેની ઇલેક્ટ્રિક મોટરસાયકલ સ્ટાર્ટઅપ કંપની ટોર્ક મોટર્સ (Tork Motors) આ દિવસોમાં પોતાની ફુલ્લી ઇલેક્ટ્રિક મોટરસાયકલની ટેસ્ટીંગ કરે છે. Tork T6X કે જે સમયે સામે આવી હતી તે સમયે તેની કિંમત 1.25 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) રાખી હતી. T6X ના લગભગ 1,000 થી બધું પ્રી બુકિંગ મળી ચુક્યા છે. ભારતમાં આ બાઈકને 2019ના અંત સુધી અથવા 2020 ની શરુઆતમાં 1.5 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) ની કિંમતમાં લોન્ચ કરાશે.

Tork T6X માં 6kW અથવા 8 bhp ની ઇલેક્ટ્રિક મોટર લગાવેલી છે, જે 27Nm નું ટોર્ક જનરેટ કરે છે. તેના સિવાય આ ઓટોમેટીક ટ્રાન્સમિશનથી સજ્જ છે. Tork મુજબ તેની T6X ની ટોપ સ્પીડ 100 kmph છે અને સિંગલ ચાર્જમાં તેને 100 km સુધીનો સફર કરી શકાય છે. Tork T6X માં ટ્રેલીસ ફ્રેમનો ઉપયોગ કરેલો છે અને આ સ્ટીલ અને બેટરી પેકથી સજ્જ છે. એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. બાઈકને ચાર્જ થવા માટે વીજળીના માત્ર ચાર યુનિટ જ વપરાશે. કંપનીનો દાવો છે કે 20 રૂપિયામાં આ બાઈક 75 કિમી સુધીનું સફર કાપશે.

ટેસ્ટીંગ દરમિયાન જોયેલા ફોટામાં Tork T6X એકદમ એ મોડલ જેવી જ લાગી રહી છે, જેને 2016 માં કંપની દ્વારા દેખાડવામાં આવી હતી. કુલ મળીને તેની સ્ટાઈલીં ઘણી શાર્પ છે, જે પાતળા ફયુલ ટેંકના લીધે છે. પાચળથી મોટરસાયકલની ફ્રેમ સાફ રીતે દેખાઈ રહી છે, પણ એવું માનવામાં આવે છે કે તેને પ્લાસ્ટિક પેનલ્સથી ઢાંકી દેવામાં આવશે. ફૂટપેડ્સ થોડી પાછળની બાજુની લગાવવામાં આવ્યા છે, જેનાથી તેની રાઈડીંગ પોજીશન સ્પોર્ટી અને આરામદાયક લાગે છે.

Tork T6X માં ફુલ્લી ડીજીટલ TFT ઇન્ટ્રમેન્ટ કન્સલ સાથે સ્માર્ટફોન કનેક્ટીવીટી આપવામાં આવી શકે છે. Tork T6X ના ફ્રન્ટમાં ટેલીસ્કોપીક ફોર્ક્સ અપ અને રીયરમાં મોનોશોક આપવામાં આવી શકે છે. બાઈકના પૈડા એલોયથી સજ્જ હશે અને ડિસ્ક બ્રેક આપવામાં આવશે. Tork T6Xનો સામનો 200 cc મોટરસાયકલ જેવી Bajaj Pulsar NS200, TVS Apache RTR 200 4V જેવી બાઈક્સથી થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.