તમારો સ્માર્ટ ફોન થઈ જાય છે હેંગ? તરત ડિલેટ કરી નાખો આ 5 ફોલ્ડર્સ, સ્પીડ થઇ જશે નવા જેવી

સ્માર્ટફોન હેંગ કે સ્લો થવાની તકલીફથી બધા પરેશાન છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે નવો ફોન થોડા જ દિવસો પછી સ્લો થઇ જાય છે. કે કોઈ એપ ને ખોલવા કે બંધ કરવાથી હેંગ થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું જ થઇ રહેલ છે તો અમે તમને આજે સ્લો સ્માર્ટફોન ને ઠીક કરવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમારો ફોન એકદમ નવા જેવો થઇ જશે. તો આવો જોઈએ સ્લો સ્માર્ટફોન ને ઠીક કરવાની રીત શું છે.

સ્લો ફોન થવાનું શું કારણ

તેના પહેલા અમે તમને સ્લો સ્માર્ટફોન ને ઠીક કરવાની રીત જણાવીએ. આવો તમને જણાવી આપીએ કે ફોન સ્લો થવાના કારણો શું છે.

૧. જો તમારા ફોનની રેમ ઓછી હોય અને મેમરી ફૂલ થઇ ગઈ હોય તો આ ફોન ના સ્લો કે હેંગ થવાનું કારણ બની શકે છે.

૨. કદાચ તમે આ વાત નથી જાણતા કે સ્માર્ટફોનમાં એપ્સ બંધ કર્યા પછી પણ બેકગ્રાઉન્ડ માં ચાલુ રહે છે. લગભગ તમામ એપ્સ મીનીમાઈઝ થઈને બેકગ્રાઉન્ડમાં ખુલ્લી રહે છે, જેના કારણે ફોન સ્લો કે હેંગ થવા લાગે છે.

૩. ફોનની ઇન્ટરનલ મેમરીમાં એપ્સ ઇન્સ્ટોલ થાય છે. પણ એપને અપડેટ કર્યા પછી તે વધુ સ્પેસ લે છે. તેને કારણે પણ ફોન સ્લો કે હેંગ થવાની સમસ્યા આવવા લાગે છે.

૪. જો તમે ફોનમાં APK ફાઈલ વાળી એપ્સ ઇન્સ્ટોલ કરો છો તો તેને તરત દુર કરી દો. આવી રીતે એપ્સ થી ફોન સ્લો અને હેંગ તો થાય જ છે ડેટા લીંક પણ થઇ શકે છે.

૫. જો તમે તમારા ફોનમાં એન્ટીવાયરસ કે ક્લીનર એપ ઇન્સ્ટોલ કરો છો તો તેનાથી ફોનની સ્પીડ સ્લો થઇ જાય છે. આવી રીતે એપ્સ ફોન વારંવાર સ્કેન કરે છે, જેને કારણે ફોન સ્લો થઇ જાય છે.

૬. ફોનનું હેંગ કે સ્લો થવાનું સૌથી મોટું કારણ મેમરી નું વધુ ભરાઈ જવું હોય છે. તેના કારણે પણ ફોન હેંગ કે સ્લો થવા લાગે છે.

શું છે સ્લો સ્માર્ટફોનને ઠીક કરવાની રીત?

WhatsApp Images

WhatsApp Profile Photos

Wallpaper

WhatsApp Voice Notes

WhatsApp Video

WhatsApp Audio

WhatsApp Calls

સ્લો સ્માર્ટફોનને ઠીક કરવાની રીત એ છે કે તમારે તમારા ફોનના પાંચ ફોલ્ડર ડીલીટ કરવાના છે. આ ફોલ્ડર વોટ્સઅપ ના હોય છે. વોટ્સઅપ માં ફોટા અને વિડીયો, GIF, PDF, કોન્ટેક્ટસ, ઓડિયો કે બીજી ફાઈલો આવે છે. તમને જણાવી આપીએ કે ફાઈલો ફોનમાં જમા થાય છે અને તેને ક્યાય પણ ફોરવર્ડ કર્યા પછી એક જુદું જ ફોલ્ડર બને છે. એટલે એક ફાઈલ ઘણી વખત ફોનમાં પડી રહે છે અને ફોનની સ્પેસ રોકે છે.

કેવી રીતે ડીલીટ કરવા આ ફોલ્ડર

સૌથી પહેલા ફોનના ફોલ્ડર ખોલો. પછી સ્ટોરેજ માં જઈને whatsAap => Media => whatsAap Video => Sent ઉપર જાવ. જુદા જુદા પાંચ ફોલ્ડરમાં સેન્ડ વિડીયો, વોલપેપર, એનીમીશન, ઓડિયો, ડોક્યુમેન્ટ્સ અને ઈમેજ જમા થાય છે. તેને કારણે જ ફોન જલ્દી ભરાઈ જાય છે. તેથી SENT ફોલ્ડરમાં રહેલ ડેટાને ડીલીટ કરી દો. તેનાથી તમારો ફોન ઠીક થઇ જશે. સ્લો સ્માર્ટફોનને ઠીક કરવાની રીત એ છે કે તમારે ફોનમાં રહેલ આ ફાઈલોને ડીલીટ કરી દેવી જોઈએ. તેનાથી ફોન ઠીક ચાલવા લાગે છે.