બીમારીઓનું ઘર બનીને રહી જશે શરીર, આ રહ્યા તેના પુરાવા જો તમે પણ કરો છો સતત 2 કલાક મોબાઈલ નો ઉપયોગ તો જરૂર વાચો

 

મોબાઈલનો ઉપયોગ આજકાલ જીવનનો સૌથી મહત્વનો ભાગ બની ગયો છે, પણ શું તમને ખબર છે કે મોબાઈલ ટેકનીકલી રીતે જેટલો ફાયદાકારક છે તે આરોગ્ય માટે તેનાથી પણ ઘણું વધારે નુકશાનકારક છે. મોબાઈલ ફોનમાંથી નીકળતા ઇલેક્ટ્રો-મેગ્નેટિક તરંગો આપણા આરોગ્ય ઉપર ખરાબ અસર કરે છે.

આ કિરણોને કારણે યાદશક્તિ અને સાંભળવાની શક્તિ ઉપર અસર થઇ શકે છે. તેમાંથી નીકળતા રેડીયેશન ના કારણે કેન્સર જેવા જીવલેણ રોગોના કેસ જોયા છે. તે ઉપરાંત મોબાઈલ ફોન અને તેના ટાવરો માંથી થતા રેડીયેશન થી શારીરિક નબળાઈ અને બ્રેન ટ્યુમર થઇ શકે છે.

આજના સમયમાં દરેક ની પાસે પોતાનો અંગત મોબાઈલ ફોન છે. તે દિવસો ગયા જયારે આખા કુટુંબ માં એક જ ફોન ચાલતો હતો. ધીમે ધીમે મોબાઈલ ફોન આપણા જીવનનો એક મુખ્ય ભાગ બની ગયો છે. આપણે સતત આપણા મિત્રો સાથે વાતચીત કરતા રહીએ છીએ, પછી ભલે આપણા મિત્ર વિશ્વના કોઈપણ ખૂણામાં બેઠા હોય પણ શું તમને લાગે છે કે તે આરોગ્ય માટે સારું નથી?

રેડીયેશનથી ભય

ભારતમાં મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડીયેશન ના ભય ને ઓછો કરવા માટે દુરસંચાર મંત્રાલયે 2012 માં નવા નિયમો બનાવ્યા સેલફોનને કારણે વધી રહેલા કેસર ના કેસના કારણે સરકારે તે નિર્ણય લીધો. નવા કાયદા મુજબ દરેક મોબાઈલ ફોનના સ્પેસિફિક એબ્જાપર્શન એટલે એસઆર ના આંકનો સ્તર 1.6 વોટ પ્રતિ કિલોગ્રામ રહેશે, તે પહેલા તે સૂચક 2 વોટ પ્રતિ કિલોગ્રામ હતું. તેનું 1 ગ્રામ રેડીયેશન પણ શરીર માટે નુકશાનકારક છે. મોબાઈલ ફોન ને કાનમાં લગાવીને જો કોઈ વ્યક્તિ સતત વીસ મિનીટ સુધી વાત કરે છે તો તેના મગજનું તાપમાન 2 ડીગ્રી સેલ્શીયસ સુધી વધવાની શક્યતા રહે છે. તેને કારણે બ્રેન ટ્યુમર થઇ શકે છે.

અત્યાર સુધી તો કોઈ આધાર નથી મળ્યા કે મોબાઈલ રેડીયેશન આપણા માટે ખરેખર નુકશાનકારક છે કે નહિ, પણ થોડા સંશોધનો થી તે પણ જાણવા મળ્યું કે મોબાઈલ ફોનના રેડીયેશન ઘણી રીતે શરીરને નુકશાન પહોચાડી શકે છે. મોબાઈલ ફોનના રેડીયેશન એક પ્રવાહ તે જોવામાં આવેલ છે કે તે આપણા શરીરને અસર કરે છે. તે સીધું ડીએનએ ઉપર પણ અસર કરે છે.

તે કારણ છે કે ગર્ભવતી મહિલાઓને આ રેડીયેશન થી દુર રહેવાનું કહેવામાં આવે છે. આ રેડીયેશન નવજાત શિશુ ના ડીએનએ સુધી ને અસર કરી શકે છે. તે ઉપરાંત તેનાથી શિશુને કેન્સર સુધીનો ભય પણ વધી જાય છે. મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડીયેશન એટલા મજબુત હોય છે કે તે સરળતાથી અનુવાંશિક જાણકારીમાં પરિવર્તન કરી શકે છે. તેનાથી આંખોમાં કેન્સર, થાઈરોઈડ, મેલેનોમાં લ્યુકેમીયા અને સ્તન કેન્સર જેવી બીમારીઓ થઇ શકે છે.

મોબાઈલ રેડીએશન થી બચવાના ઉપાય

ઉપયોગ કરતી વખતે – સેલફોન જીવનનો મુખ્ય ભાગ છે, તે શરીરથી દુર રાખવો ખુબ અઘરું છે. પણ તેમાંથી નીકળતા ખતરનાક કિરણો થી બચવા માટે તેનાથી દુર રહેવું ખુબ જરૂરી છે. તેથી જ જયારે તમે સેલફોન ઉપર કોઈ સાથે વાત કરો તો તેને તમારા શરીરથી દુર રાખો. કેમ કે સેલફોન ઉપર વાત દરમિયાન તેમાંથી નીકળતા કિરણોથી શરીરને નુકશાન થઇ શકે છે. જો તમે તેના ઉપયોગ દરમિયાન શરીરથી દુર રાખશો તો તેના રેડીયેશન થી થોડે અંશે બચવાની શક્યતા રહી શકે છે.

ઇઅર ફોન નો ઉપયોગ – સેલફોન ના રેડીયાએશન થી બચવા માટે ઇઅરફોન નો ઉપયોગ કરો. ઇયરફોન ના ઉપયોગ દરમિયાન તમારું મગજ સેલફોનથી દુર રહે છે અને તમે લાંબી વાતચીત પણ કરી શકો છો ત્યારે પણ તમારા મગજનું તાપમાન વધતું નથી. જો તમે હમેશા ઇયરફોન નો ઉપયોગ નથી કરી શકતા તો તેને સ્પીકર મોડ ઉપર નાખીને વાત કરો. ઇઅરફોન નો ઉપયોગ ગીતો સાંભળવા માટે ન કરો પણ તેને ફોન ઉપર વાત દરમિયાન ઉપયોગ કરો.

વધુ મેસેજ કરો – આજકાલ ઘણા બધા મોબાઈલ એપ્લીકેશન છે જેનો ઉપયોગ કરીને તમે ચેટ કરી શકો છો. ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે, તો તમે કેમ નહિ. જો ખુબ જરૂરી ન હોય તો ફોન ઉપર વાત કરવાથી દુર રહો. ફોન ઉપર વાત કરવાને બદલે તમે મેસેજ કરો. તેને કારણે રેડીયેશન ઓછું થાય છે અને તમે રેડીયેશનથી બચી શકો છો.

મોબાઈલના સિગ્નલ પુરા હોય ત્યારે ફોન ઉપર વાત કરવાનો પ્રયત્ન કરો. જયારે ફોનના સિગ્નલ નબળા હોય છે તો તેની અસર રેડીયેશન ઉપર પડે છે અને મોબાઈલ ને તેના માટે મહેનત કરવી પડે છે. ઘણી શોધોમાં પણ તે સામે આવેલ છે કે રેડીયેશન નો ભય નબળા સિગ્નલ ને કારણે વધુ રહે છે. તેથી ફોન ઉપર વાત સિગ્નલ જોઇને જ કરો.

યોગ્ય જગ્યાએ રાખો – મોબાઈલ ફોન ને યોગ્ય જગ્યાએ રાખો, વધુ સંવેદનશીલ જગ્યાઓ પાસે ફોન ક્યારેય ન રાખો. મોબાઈલને આપણા પેન્ટના આગળના પોકેટમાં ન રાખવો, તેનાથી નપુંસકતા નો ભય રહે છે. તે ઉપરાંત હ્રદય ની બાજુમાં ન રાખો અને રાત્રે સુતા સમયે ઓશિકા ની નીચે ન રાખો. ઓશિકા ની નીચે રાખવાથી તેના રેડીયેશન ના કારણે યાદશક્તિ નબળી થઇ શકે છે. તેથી તેના માટે યોગ્ય જગ્યા ની પસંદગી કરો, જ્યાં તેના ખતરનાક રેડીયેશન થી બચાવ થઇ શકે. રાત્રે મોબાઈલ ને તમારા થી ખુબ દૂર રાખો

સતત વાત ન કરો- મોબાઈલ ફોન ઉપર સતત કલાકો વાતચીત કરવાથી દુર રહો. કાનમાં લગાવીને જો કોઈ વ્યક્તિ સતત વીસ મિનીટ સુધી વાત કરે છે તો તેના મગજનું તાપમાન બે ડીગ્રી સેલ્શીયસ સુધી વધવાની શક્યતા રહે છે. તેને લીધે બ્રેન ટ્યુમર થઇ શકે છે. અમુક લોકો તો કેટલાય કલાકો સુધી ફોન સાથે ચોટી રહે છે. તેને કારણે તે બીમાર પણ થાય છે. તેથી આજ થી ફોન ઉપર વાતને લાંબી કરવાને બદલે ઓછા શબ્દોમાં પોતાની વાત કરવાનો પ્રયત્ન કરો.

ટર્ન ઓફ કરો – જો તમે ફોનનો ઉપયોગ નથી કરી રહ્યા તો તેને ઓફ કરી દો. તેને કારણે રેડીયેશન થી બચાવ કરી શકશો. ઘણી શોધોમાં તે વાત સામે આવી છે કે ફોનને આગળના ખિસ્સામાં રાખવાને કારણે નીકળતા રેડીયેશન ટેસ્ટીકલ્સ ઉપર અસર કરે છે, તેને કારણે પુરુષોની સ્પર્મ કાઉંટીગ ઓછી થઇ જાય છે. તેનાથી રેડીયેશન ને કારણે નપુંસકતા નો પણ ભય રહે છે.

હલકી કક્ષાનો ફોન – જો તમારો ફોન ખુબ જુનો થઇ ગયો છે તો તેને જલ્દી બદલી નાખો, તેની જગ્યાએ એવો ફોન ખરીદો જેના સ્પેસિફિક એબ્જાર્પ્શન એટલે એસઆર રેટ નું લેવલ ઓછું હોય. કેમ કે વધુ એસઆર રેટ ને કારણે તેનાથી રેડીએશન નો ભય વધુ રહે છે. જો તમારો ફોન ઓછા એસઆર રેટ નો હશે તો રેડીએશન નો ભય ઓછો રહેશે. ભારત સરકારે હાલમાં મોબાઈલ ફોન નો એસઆર રેટ 1.6 વોટ પ્રતિ કિલોગ્રામ નક્કી કરેલ છે. તો આ ગુણ ને ઓળખ્યા પછી જ મોબાઈલ ફોન ખરીદો. આપણે રેમ અને પ્રોસેસર કે કેમેરો વગેરે કેવા છે એ જોઈએ છીએ પણ થોડી જાગૃકતા થી રેડિયેશન ઓછું થાય એવા સ્પેસિફિકેશન જોઈએ તો કમ્પનીઓ પણ તેમાં વધુ ધ્યાન આપી ને ઓછા નુકશાન દાયક પ્રોડક્ટ બનાવે