લાલ સાડીમાં વાયરલ થયા જાન્હવી કપૂરના ફોટા, આ ખાસ કારણથી લોકોએ કરી પસંદ.

થોડા દિવસોમાં જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. જાણકારી માટે જણાવી આપીએ કે જાન્હવીએ થોડા સમય પહેલા ફિલ્મ ‘ધડક’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરના નાના ભાઈ ઇશાન ખટ્ટર જોવા મળ્યા હતા. જે ફિલ્મને ઘણા લોકોએ જાન્હવી કપૂરના અભિનયને પસંદ કરી અને ઘણા લોકોએ તેના અભિનય પ્રતિભા ઉપર પ્રશ્ન ઉભા કર્યા.

જયારથી જાન્હવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી છે, ત્યારથી તે કોઈને કોઈ કારણે જ મીડિયાના સમાચારોમાં રહે છે. ક્યારેક તે ફેશન સેન્સને લઈને સમાચારોમાં રહે છે, તો ક્યારેક ફિટનેસને લઈને. ક્યારેક તે વોગ બ્યુટી એવોર્ડ્સમાં પોતાને સ્ટનીંગ લુકથી સૌને આશ્ચર્યચકિત કરી દે છે, તો કયારેક ગરીબોને મદદ કરીને સૌના દિલ જીતી લે છે.

લાલ સાડીમાં વાયરલ થઇ તસ્વીર

હાલના દિવસોમાં જાન્હવી સોશિયલ મીડિયા ઉપર પોતાની તસ્વીરો શેર કરીને ઘણી છવાયેલી રહી છે. તેવામાં એક વખત ફરી જાન્હવી પોતાના થોડા ફોટા શેર કરી લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ વખતે જાન્હવીએ લાલ રંગની સાડીમાં પોતાની તસ્વીરો શેર કરી છે. આ સાડીમાં તે ઘણી સુંદર દેખાઈ રહી છે. જાન્હવીની આ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોને જાન્હવીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે.

લોકોએ કરી માં સાથે સરખામણી :-

તસ્વીરોને શેર કરતા જાન્હવીએ કેપ્શન આપ્યું, સાડી વાળું સપનું પૂરું થતા, ફેંસ આ તસ્વીરો માટે જાન્હવીની જોરદાર પ્રસંશા કરી રહ્યા છે. સાથે જ લોકોનું એવું પણ કહેવું છે કે આ તસ્વીરો આબેહુબ તેની માં શ્રીદેવી જેવી દેખાઈ રહી છે. એટલા માટે પણ આ તસ્વીરો વાયરલ થઇ રહી છે. શેર કરવામાં આવેલી થોડી તસ્વીરોમાં જાન્હવીના પિતા બોની કપૂર પણ તેની સાથે જોવા મળ્યા. આમ તો આ પહેલા પણ ઘણી વખત જાન્હવી સાડી પહેરી ચુકી છે પરંતુ આ સમય થોડો વિશેષ હતો.

ગુલાબી સાડીમાં જોવા મળી રહી હતી જોરદાર :-

જાન્હવીએ લાલ સાડી ‘ઉમંગ’ ઉત્સવ માટે પહેરી હતી. થોડા દિવસો પહેલા જાન્હવીની એક બીજી સાડી વાળી તસ્વીર વાયરલ થઇ હતી, જેમાં તેણે ગુલાબી રંગની સાડી પહેરી હતી. પ્લેન પિંક બોર્ડર વાળી સાડી સાથે જાન્હવીએ એમ્બ્રોઇડરી વાળી સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. સટલ મેકઅપ અને ઓપન વેવી હેયર સાથે તે જોરદાર લાગી રહી હતી. લુક પૂરો કરવા માટે તેણે સિંદુર ટીકો અને હાથોમાં ઢગલા બંધ બંગડીઓ પહેર્યા હતી. આ લુકમાં જાન્હવી ઘણી સુંદર દેખાઈ રહી હતી.

વ્યસ્ત રહેવાની છે વર્ષ દરમિયાન :-

વાત કરીએ વર્કફ્રંટની તો વહેલી તકે જ જાન્હવી ગુંજન શર્માની બાયોપિક ‘કારગીલ ગર્લ’ માં જોવા મળશે. તે ઉપરાંત તે નેટફ્લીકસ ઉપર ૧ જાન્યુઆરીના રોજ રીલીઝ થયેલી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરી’ માં પણ જોવા મળશે. એટલું જ નહિ કાર્તિક આર્યન સાથે તે ‘દોસ્તાના ૨’ માં પણ વ્યસ્ત છે. કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’ અને ‘રુહી આફ્જા’ માં પણ જાન્હવી કામ કરી રહી છે. બધું મળીને એવું કહેવું ખોટું નહિ ગણાય કે આ વર્ષે જાન્હવી માટે ઘણું વ્યસ્ત જવાનું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.