પિયાજિયો એ ઈ સિટી ઈલેક્ટ્રિક ઓટો રીક્ષા લોન્ચ કરી, રોડ ટેક્સ અને મેંટેનન્સ થી લઈને પરમિટ સુધી લગભગ ફ્રી

પિયાજિયો વ્હીકલ્સ ઈંડિયાએ પોતાની પહેલી ઈલેક્ટ્રિક 3 વ્હીલર પિયાજિયો આપે ઈ સિટીને લોન્ચ કરી છે. એની કિંમત 1.96 લાખ રૂપિયા છે. રિક્ષાની ખરીદી પર રોડ ટેક્સ નહીં લાગે. સાથે જ રજીસ્ટ્રેશન માટે થોડા પૈસા લાગશે. જે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે. એના સિવાય ફ્રી પરમિટ અને 3 વર્ષ માટે મેન્ટેનન્સ પણ ફ્રી રહેશે. આપે સિટીમાં 4.5 kwh ની 48V લીથિયમ આયન બેટરી મળશે, જે વધુમાં વધુ 4.5 કિલોવોટનો પાવર અને 29 ન્યુટન મીટરનો ટૉર્ક ઉત્પન્ન કરેશે. ઓટોની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે.

સિંગલ ચાર્જમાં આ સિટીને 80 કિલોમીટર સુધી ચલાવી શકાશે :

આપે ઈ સિટી 3 વ્હીલરમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવશે, જેને સ્વૈપ કરી શકાશે. એટલે કે બેટરીને બદલી શકાશે. આપે ઈ સિટી ઓટોને સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર સુધી ચલાવી શકાશે. બેટરી 20 ટકા રહેવા પર રિમાઈન્ડર આવશે, અને તમે સન મોબિલિટી એપ (Sun mobility aap) થી નજીકના સ્વૈપ સ્ટેશન પર જઈને 2 મિનિટમાં બેટરી બદલી શકશો. ભારતમાં આપે ઈલેક્ટ્રીક સિટીની ટક્કર બજાજ ઓટોની થ્રી વ્હીલર સાથે થશે.

ફીચર્સ :

ઓટોમેટિક ગિયર બોક્સ,

વોટરપ્રુફ મોટર,

બ્લુવિઝન હેડલેમ્પ,

ફુલ ડિજિટલ ક્લસ્ટર,

હિલ હોલ્ડ અસિસ્ટ.

આપે ઈ સિટી ગ્રાહકોને 36 મહિના/ 1 લાખની એક સુપર વોરંટી આપવામાં આવશે :

આપે ઈ સિટી દ્વારા ઝીરો ઉત્સર્જન સાથે અવાજ અને વાઈબ્રેશન વગર ડ્રાઈવિંગનો અનુભવ કરી શકશો. આપે ઈ સિટી પહેલુ 3 વ્હીલર છે. આપે ઈ સિટી ગ્રાહકોને 36 મહિના/ 1 લાખની એક સુપર વોરંટી આપવામાં આવશે. એની સાથે જ 3 વર્ષ માટે ફ્રી શેડ્યુલ મેન્ટેનન્સની ભલામણ પણ આવશે, જે આ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.